પ્રચાર સામગ્રી

એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ (AAA) તપાસ, 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુરૂષો માટે મફત તપાસ (Gujarati)

અપડેટ થયેલ 3 July 2024

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) એ આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


પુરૂષના ધડનું ચિત્ર, છાતી, હ્રદય, સોજો આવેલ ધોરી નસ તેમજ પેટનો ભાગ દર્શાવે છે.

1. સર્વસામાન્ય નિરીક્ષણ

65 અને વધુ વયના પુરૂષો માટે પેડુ પરની ધોરી નસ સોજો તપાસ (AAA તપાસ પણ કહેવાય છે) વિશે આ પત્રિકા માહિતી પૂરી પાડે છે.

પેડુ પરની ધોરી નસ સોજો તપાસ (AAA) શું છે અને તમે તપાસ માટે જશો ત્યારે શું થાય છે તેની તે સ્પષ્ટતા કરે છે. જો તમે તપાસ કરાવવાનો નિર્ણય લો તો તે તમને સહાયક થશે.

AAA તપાસ અને સરળ વિના મૂલ્યનું અલ્ટ્રાસાઉન્ડ સ્કેન છે.

2. અમે કોની તપાસ કરીએ છીએ

પરૂષો 65 વર્ષના થાય તે વર્ષે NHS તેમને આ તપાસ માટે નિમંત્રણ આપે છે.

3. 65 વર્ષથી વધુ ઉંમરના પુરૂષો

પહેલાં તપાસ ન કરાવી હોય તેવા 65 થીવધુ વયના પુરૂષો પરીક્ષણની વ્યવસ્થા કરવા માટે તેમની સ્થાનિક સેવાનો સંપર્ક કરી શકશે.

4. પેડુ પરની ધોરી નસ સોજો

એઓર્ટા એટલે કે ધોરી નસ તમારા શરીરમાં લોહી પુરવઠો પૂરો પાડતી મુખ્ય રક્તવાહિની છે. તે તમારા હ્રદયમાંથી નીકળીને તમારી છાતી અને પેડુ મારફતે પસાર થાય છે.

અમુક લોકોમાં, જેમ તેઓ વૃદ્ધ થાય છે, તેમ પેડુમાં ધોરી નસની દિવાલ નબળી થઇ શકે છે. ત્યારબાદ તે પહોળી થઇ શકે છે અને પેડુ ધોરી નસ સોજો થઇ – ફૂલી જઈ શકે છે.

65 અને વધુ વયના પુરૂષો માટે સ્થિતિ ખૂબ સામાન્ય છે.

પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ) થવું. રૂષના ધડના ભાગના બે ચિત્રો, પહેલામાં પેડુ પરની સામાન્ય ધોરી નસ દર્શાવેલ છે અને બીજામાં સોજો આવેલ ધોરી નસ દર્શાવેલ છે.

5. પેડુ પરની ધોરી નસના સોજાના સંભવિત જોખમો

મોટા ધોરી નસના સોજા ભાગ્યે જ હોય છે પરંતુ ગંભીર હોઇ શકે છે. ધોરી નસની દિવાલ પહોળી થાય છે તેમ તે નબળી બને છે અને ફાટી શકે છે, જેથી આંતરીક રક્તસ્ત્રાવ થાય છે. 100 માંથી આશરે 85 લોકો ધોરી નસનો સોજો ફાટવાથી મૃત્યુ પામે છે.

માત્ર થોડી પહોળી થયેલી ધોરી નસ ભયજનક નથી. પરંતુ, જો ધોરી નસ 3 સેમીથી 5.4 સેમી જેટલી થઈ ગઈ હોય, તો તે હજુ વધારે મોટી થઈ રહી છે કે નહિ તે અમે તપાસતાં રહીએ તે અગત્યનું છે.

6. તપાસના ફાયદા

જો તમને ધોરી નસનો સોજો હોય તો તમને કોઇ સામાન્ય લક્ષણો જણાતા નથી. અર્થાત જો તમને હોય તો તમે જણાવી શકશો નહીં, કોઇ દુઃખાવાનો અનુભવ થશે નહીં અને મોટાભાગે કંઇ અલગ ધ્યાને આવશે નહીં.

અમે તપાસ કરીએ છીએ જેથી ધોરી નસનો સોજો અમે વહેલો શોધી શકીએ અને તેની દેખરેખ અથવા સારવાર કરી શકીએ. આના લીધે, ધોરી નસનો સોજો ગંભીર સમસ્યાઓ ઊભી કરે તેની તકો સારી રીતે ઘટે છે.

જો તમને ધોરી નસનો સોજો હોય તે તેને શોધવાનો સરળ ઉપાય તમારા પેડુનું અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કરાવવાનો છે.

તપાસ કરવામાં આવતા 92માંથી 1 પુરૂષને પેડી પરની ધોરી નસનો સોજો હોય છે.

7. જોખમનાં પરિબળો

પુરૂષોને પેડુ પર ધોરી નસનો સોજ થવાની શક્યતા સ્ત્રીઓ કરતાં 6 ગણી વધુ છે, આથી જ સ્ત્રીઓની તપાસ કરવામાં આવતી નથી. ધોરી નસનો સોજો હોવાની શક્યતા વય વધવાની સાથે વધી જાય છે.

પેડુ ધોરી નસનો સોજો વધવાની તમારી તક પણ વધી શકે છે જોઃ

  • તમે ધુમ્રપાન કરતા હોય અથવા ક્યારેય કર્યું હોય
  • તમને લોહીનું ઊંચું દબાણ હોય
  • તમારા ભાઇ, બહેન અથવા માતાપિતાને પેડુ પરની ધોરી નસનો સોજો થયેલો હોય

8. AAA ની તપાસ

ગર્ભવતી સ્ત્રીઓનું કરવામાં આવે છે, તેવા સમાન અલ્ટ્રા સાઉન્ડ સ્કેનનો અમે ઉપયોગ કરીએ છીએ. આ ખુબ ઝડપી છે અને સામાન્ય રીતે 10 મીનીટ કરતાં ઓછો સમય લાગે છે.

ક્લિનીકમાં, અમે તમારી વ્યક્તિગત વિગતો પૂછીશું, અમે તપાસ કરીશું તે, સ્કેન વિશે સ્પષ્ટતા કરીશું અને તમને પ્રશ્નો પૂછવાની તક આપીશું.

અમે તમને સૂવાનું અને તમારો શર્ટ ઉંચો કરવાનું અથવા બટન ખોલવાનું કહીશું. તમારે કપડાં ઉતારવાની જરૂર નથી. તમારા પેડુ પર અમે ઠંડી જેલ લગાડીશું.

ત્યારબાદ અમે તમારી સ્કીન પર સ્કેનીંગ સેન્સર ફેરવીશું. સ્કેન સ્ક્રીન પર ધોરી નસનું ચિત્ર દર્શાવશે અને અમે તેનું માપ લેશું.

તમારું પરિણામ અમે તમને તરત જ જણાવી દઈશું અને તેની એક નકલ તમારા જી.પી.ની પ્રેક્ટીસમાં પણ મોકલી આપીશું.

9. તમારી અંગત માહિતી

NHSના AAA સ્ક્રીનિંગ પ્રોગ્રામે સલામત અને અસરકારક સેવા પૂરી પાડવા માટે તમારી વિગતો પર કાર્યવાહી કરવી પડે છે.

કાનૂની રીતે, NHS માં, અથવા તેના વતી કાર્ય કરતા પ્રત્યેક કર્મચારી તમારી ગોપનીયતાને ફરજિયાત આદર આપે છે અને તમારી વિશેની તમામ માહિતી સલામત રીતે જાળવી રાખશે. તમારી ગોપનીયતાની સુરક્ષા કરવા માટે તમારાં રેકોર્ડ્ઝનું કેવી રીતે સંચાલન કરવું તે NHS બંધારણ નક્કી કરે છે. આ ઉપરાંત, ગોપનીયતા જાળવવામાં આવે છે તેની ખાતરી કરવા માટેના કાયદા પણ અમલમાં છે.

NHS સ્ક્રીનિંગ પ્રોગ્રામ તમારી અંગત ઓળખ થઈ શકે તેવી માહિતીનો ઉપયોગ કરે છે જેથી તમને યોગ્ય સમયે તપાસ માટે બોલાવવામાં આવે તેની ખાતરી કર શકાય. તમને ઊચ્ચ ગુણવત્તાની સંભાળ મળી રહે તેની ખાતરી કરવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ વિભાગ પણ તમારી માહિતીનો ઉપયોગ કરે છે. તમારી માહિતીનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને સુરક્ષા કરવામાં આવે છે તેમજ તમારા વિકલ્પો શું છે તે વિશે વધારે જાણકારી મેળવો.

તપાસ કરવાવવાનો ઈનકાર કેવી રીતે કરવો તે વિશે જાણકારી મેળવો.

10. તપાસનાં સંભવિત પરિણામો

તેના 4 સંભવિત પરિણામો આવી શકે છેઃ 1. ધોરી નસ પર કોઈ સોજો મળ્યો નથી 2. ધોરી નસ પર નાનો સોજો છે 3. ધોરી નસ પર મધ્યમ કદનો સોજો છે 4. ધોરી નસ પર મોટો સોજો છે

10.1 ધોરી નસ પર કોઈ સોજો મળ્યો નથી

જો તમારી ધોરી નસ 3 સેમી કરતાં ઓછી પહોળી હોય, તો તેનો અર્થ છે કે તમારી ધોરી નસ પર કોઇ સોજો નથી. મોટા ભાગના પુરૂષોનું આવું પરિણામ આવે છે. ત્યારબાદ કોઇ સારવાર અથવા દેખરેખની આવશ્યકતા નથી. તમને ફરી AAA તપાસ માટે અમે નિમંત્રણ આપીશું નહીં.

10.2 ધોરી નસ પર નાનો સોજો

જો તમારી ધોરી નસ 3 સેમી અને 4.4 સેમી વચ્ચે પહોળી હોય, તો તમારી ધોરી નસ પર થોડો સોજો છે. ધોરી નસનો થોડો સોજો ધરાવતા હોય તેવા પુરૂષોને દર 12 મહિને નિમંત્રણ આપીએ છીએ, જેથી તે મોટો થઈ રહ્યો છે કે નહિ તે તપાસી શકાય.

10.3 ધોરી નસ પર મધ્યમ કદનો સોજો

જો તમારી ધોરી નસ 4.5 સેમી અને 5.4 સેમી વચ્ચે પહોળી હોય, તો તમારી ધોરી નસ પર મધ્યમ સોજો છે. ધોરી નસનો મધ્યમ સોજો ધરાવતા હોય તેવા પુરૂષોને દર 3 મહિને સ્કેન માટે નિમંત્રણ આપીએ છીએ, જેથી તે મોટો થઈ રહ્યો છે કે નહિ તે તપાસી શકાય.

10.4 ધોરી નસ પર મોટો સોજો

જો તમારી ધોરી નસ 5.5 સેમી પહોળી અથવા મોટી હોય, તો તમારી ધોરી નસ પર મોટો સોજો છે. તપાસ કરાવનાર 1,000 પુરૂષોમાંથી માત્ર 1 ને ધોરી નસ પર મોટો સોજો હોય છે. ધોરી નસનો મોટો સોજો ધરાવતા પુરૂષોની વધુ સ્કેન કરાવવા માટે અને સંભવિત સારવાર, સામાન્ય રીતે ઓપરેશન, વિશે વાત કરવા માટે નિષ્ણા ત ટીમ સાથે મુલાકાત કરાવીએ છીએ.

11. ધોરી નસ પરના નાના અથવા મધ્યમ કદના સોજા પર દેખરેખ રાખવી

જો તમને ધોરી નસ પર નાનો કે મધ્યમ સોજો હશે, તો આ તબક્કે તમારે સારવારની આવશ્યકતા રહેશે નહીં. આમ છતાં, ધોરી નસના સોજાના કદની દેખરેખ રાખવી મહત્વની છે કારણ કે જો તે મોટો થાય તો તમારે સારવારની જરૂર પડશે. મોટાભાગનાં ધોરી નસનાં સોજા ખૂબ ધીમે મોટા થાય છે, આથી ધોરી નસના નાના અથવા મધ્યમ સોજા ધરાવતા ઘણાં પુરૂષોને ક્યારેય સારવારની આવશ્યકતા રહેશે નહીં.

જો તમારી ધોરી નસ પર નાનો સોજો હશે તો અમે તમને દર વર્ષે અને જો તમને મધ્યમ કદનો સોજો હશે તો દર 3 મહિને સ્કૅન કરાવવા માટે ફરી પાછા બોલાવીશું.

ધોરી નસનો સોજો ઘટાડવાની તક વિશે અમે તમને સલાહ આપીશું. તમારી GP પ્રેક્ટીસ પણ તમને ટેબ્લેટ્સ આપશે અને તમે હાલમાં જે દવાઓ લેતાં હશો તેની ફરીથીતપાસ કરશે. તેઓ તમારું બ્લડ પ્રેશર પણ માપશે.

12. ધોરી નસ પરના મોટા સોજાની સારવાર કરવી

જો અમને મોટો ધોરી નસનો મોટો સોજો જોવા મળે તો, એક નિષ્ણાત ટીમને અમે તમારી ભલામણ કરીશું. તેઓ થોડાં વધુ પરીક્ષણો કરશે અને એક નિષ્ણાત તમારી સાથે સંભવિત સારવારની ચર્ચા કરશે. પ્રાથમિક રીતે આ ઓપરેશન હોય છે, તમે નિર્ણય કરો તેના થોડાં અઠવાડિયાંમાં સામાન્ય રીતે તે ગોઠવી દેવામાં આવે છે.

મોટું AAA સારવાર વિનાનું રહે તે સમય દરિમયાન, તમારે ડ્રાઇવિંગ બંધ કરવાની અને સ્વાસ્થ્ય- સંબંધિત વીમા, જેમ કે મુસાફરી વીમાની તપાસ કરવાની આવશ્યકતા રહેશે.

તપાસનો ઉપયોગ કરી શોધવામાં આવેલ ધોરી નસના સોજાની સારવાર સામાન્ય રીતે ખૂબ અસરકારક હોય છે. સારવાર સાથે જોખમો પણ છે જેની નિષ્ણાત દ્વારા વિસ્તૃત રીતે ચર્ચા કરવામાં આવશે.

ધોરી નસનો મોટો સોજો ધરાવતા હોય તે દરેકને ઓપરેશનની આવશ્યકતા રહેશે નહીં.

13. તપાસ કરાવવાનાં જોખમો

સ્કેનનું કોઇ જોખમ નથી.

પરંતુ, તપાસ કરવામાં આવતા 10,000માંથી લગભગ 41 પુરૂષોને છેવટે મોટા સોજાની સારવાર માટે સર્જરી કરાવવી પડશે. એકંદરે, આ 41 પુરૂષોમાંથી 1 પુરૂષ ઓપરેશન પછી બચી શકશે નહિ, પરંતુ જો સારવાર નહિ કરવામાં આવે તો તેમનો સોજો કદાચ ક્યારેય ફાટશે નહિ.

તપાસ કરવાથી સોજો ફાટવાનું જોખમ પૂરેપૂરું દૂર થતું નથી, પરંતુ આ તકલીફ સામે સુરક્ષા માટેનો તે સર્વોત્તમ રસ્તો છે.

14. અન્ય બીમારીઓ

તમે પેડુ ધોરી નસનો સોજો ધરાવો છો કે નહીં માત્ર તેની તપાસ કરવા માટેની આ તપાસ છે. તેમાં બીજી તકલીફો શોધવામાં આવતી નથી. અન્ય કોઇ સમસ્યા વિશે જો તમને ચિંતા હોય તો તમારા GP પ્રેક્ટીસ સાથે તમારે વાત કરવી જોઇએ.

15. સ્ક્રીનિંગ તપાસની સચોટતા

ધોરી નસનો સોજો શોધવા માટે સ્કેન ખુબ વિશ્વસનીય છે. કોઈ પણ સ્ક્રીનિંગ તપાસ ક્યારેક સંપૂર્ણપણે અસરકારક હોઈ શકે નહિ પરંતુ જો તપાસમાં કોઈ સોજો દેખાયો ન હોય તો તે પુરૂષને ધોરી નસનો મોટો સોજો થાય તેવું ભાગ્યે જ બને છે.

ઘણીવાર સ્કેન કરતા હોય તે વ્યક્તિ સ્પષ્ટ રીતે ધોરી નસ જોઇ શકશે નહીં. આ વિશે કોઇ ચિંતા કરવાની જરૂર નથી અને સામાન્ય રીતે અલગ દિવસે, તમને બીજું સ્કેન કરાવવાનું તમને જણાવશે.

16. વધુ માહિતી

જો તમને તપાસ માટે બોલાવવામાં આવ્યા હોય, તો તમારી સ્થાનિક સ્ક્રીનિંગ સેવાનો ફોન નંબર તમારા અપોઈન્ટમેન્ટમા પત્ર પર આપેલો છે.

તમારી સ્થાનિક AAA સ્ક્રીનિંગ સેવાની સંપર્કની વિગતોની જાણકારી મેળવો.

સરક્યુલેશન ફાઉન્ડેશન અને બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન લોકોને તેમની પેડુ પરની ધોરી નસના સોજા સહિતની તેમની નસો અને રક્તવાહિનીઓના રોગો, જે વેસ્ક્યુલર ડીસિઝ તરીકે ઓળખાય છે તેમને સહાય કરે છે.

તમારી GP પ્રેક્ટીસ સાથે પણ તમે વાત કરી શકશો.