પ્રચાર સામગ્રી

NHS આંતરડાના કેન્સરની તપાસ: તમનેનિર્ણય કરવામાં મદદ કરે છે (Gujarati)

અપડેટ થયેલ 22 July 2024

Applies to England

જો તમારે આંતરડાના કેન્સરની તપાસમાં ભાગ લેવો તે તમે પસંદ કરી શકો છો. આ પત્રિકાનો હેતુ તમને નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.

1. શા માટે NHS આંતરડાના કેન્સરની તપાસ ઓફર કરે છે

શરૂઆતના તબકકે જયારે આંતરડાના કેન્સરના કોઈ લક્ષણો ન હોય ત્યારે અમે તપાસ ઓફર કરી અને ચિહ્નો જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. આ કે જયારે સારવાર વધારે અસરકારક થઈ શકે છે.

કયારેક આંતરડામાં રહેલા કોષો ખૂબજ ઝડપથી વૃધ્ધિ પામે છે અને એક ગઠ્ઠો બનાવે છે જેને આંતરડાના પોલિપ તરીકે ઓળખવામાં આવે છે . પોલિપ્સ એ કેન્સર નથી, પરંતુ સમય જતાં કેન્સરમાં વિકસિત થઈ શકે છે. પોલિપ્સ શોધવાનો અર્થ એ છે કે તેમને દૂર કરી શકાય છે.

નિયમિત તપાસ કરાવવાથી તમને આંતરડાનું કેન્સર થવાનું અને મૃત્યુ થવાનું જોખમ ઘટાડે છે.

2. આંતરડાના કેન્સરની તપાસ માટે અમે કોને આમંત્રણ આપીએ છીએ

અમે દર 2 વર્ષે આંતરડાના કેન્સરની તપાસ માટે 54 થી 74 વર્ષની ઉંમરના લોકોને આમંત્રણ આપીએ છીએ. અમે આંતરડાના કેન્સરની સ્ક્રીનીંગ હોમ ટેસ્ટ કિટ મોકલીએ છીએ. 50 કે તેનાથી વધારે વયના પાત્રતા ધરાવતા લોકોને તે મળી રહે તેમ કરવા માટે પ્રોગ્રામ ધીમે ધીમે વિસ્તૃત થઈ રહ્યો છે.

આમંત્રિત કરવા માટે તમારે જીપી (GP) સાથે નોંધણી કરાવવી આવશ્યક છે અને ઈંગ્લેન્ડમાં રહેતા હોવા જોઈએ. તમારી જીપી (GP) સર્જરિ અમને તમારી સંપર્ક માહિતી આપે છે. કૃપા કરી ખાતરી કરો કે તેમની પાસે સાચી વિગતો હોય, જેમાં સમાવેશ તમારું:

  • નામ
  • જન્મતારીખ
  • સરનામું
  • ફોન નંબર
  • ઈમેઈલ સરનામું.

જો તમે 75 અથવા વધારે ઉંમરના હો તો, તમે હજી પણ દર 2 વર્ષે આંતરડાના કેન્સરની તપાસમાં ભાગ લઈ શકો, પણ તમને આંમત્રણ આપવામાં આવશે નહિ. અમારી મફત હેલ્પલાઇન 0800 707 60 60 પર ફોન કરો.

3. આંતરડાનું કેન્સર

આંતરડા તમારા પાચન તંત્રનો એક ભાગ છે. તે ખોરાકમાંથી પોષક તત્વો અને પાણી લે છે અને જે બાકી રહેલને મળ કે પૂ માં ફેરવે છે. નીચે દર્શાવ્યા મૂજબ, કોલોન અને ગુદામાર્ગ મોટા આંતરડા બનાવે છે.

આંતરડાનું કેન્સર એ કેન્સર છે કે જે મોટા આંતરડામાં ગમે ત્યાં જોવા મળે છે. આમાં કોલોન અને ગુદામાર્ગનો સમાવેશ થાય છે.

કોલોન અને ગુદામાર્ગ મોટા આંતરડા બનાવે છે અને પાચનતંત્રનો ભાગ હોય છે.

4. આંતરડાના કેન્સરની તપાસ કેવી રીતે કામ કરે છે

તમારું આમંત્રણ તમને આંતરડાના કેન્સરની તપાસ વિષેની માહિતી આપશે.

અમે તમને હોમ ટેસ્ટ કિટ મોકલીશું, કે જેને ફીકલ ઈમ્યૂનોકેમિકલ ટેસ્ટ (FIT) કહેવામાં આવે છે. તમે આ કિટનો ઉપયોગ મળનો નાનો નમૂનો એકત્રિત કરવા અને તેને લેબમાં મોકલવા માટે કરો. લેબ કે પ્રયોગશાળા નાના પ્રમાણમાં લોહી માટે નમૂનાની તપાસ કરે છે. આનું કારણ એ છે કે પોલિપ્સ અને આંતરડાના કેન્સરમાં કયારેક રકતસ્ત્રાવ થાય છે. આ પછી, મોટા ભાગના લોકોને વધારે કસોટીઓની જરૂર રહેશે નહિ.

જો અમને તમારા પૂ કે મળના નમૂનામાં લોહી જોવા મળે તો, લોહીનું કારણ શું છે તે શોધવામાં અમને મદદ કરવા માટે તમને વધારે કસોટીઓની જરૂર રહી શકે. કોલોનોસ્કોપી કરાવવા વિષે વાતચીત કરવા અમે તમને એપોઈન્ટમેન્ટ ઓફર કરીશું. કોલોનોસ્કોપી તમારા આંતરડાની અંદરની તરફ જુએ છે.

5. હોમ ટેસ્ટ કિટનો ઉપયોગ કરવા

સ્ક્રીનીંગ કસોટી કરવા માટે, કિટનો ઉપયોગ કરી તમારે તમારા મળનું કે પૂનું થોડુંક પ્રમાણ એકત્રિત કરવા માટેની જરૂર રહે છે. કૃપા કરી તમારા નમૂનાને એકત્રિત કરવા માટે સ્વચ્છ નિકાલજોગ કે ડિસ્પોસેબલ પાત્રનો ઉપયોગ કરો. ત્યારબાદ તમે આ નમૂનાને તપાસ કરવા માટે પોસ્ટમાં મોકલો. કિટમાં પ્રિપેઈડ પકેજીંગ અને સંપૂર્ણ સૂચનાઓ સમાવિષ્ટ હોય છે.

એકવખત અમે તમારા નમૂનાની તપાસ કરી લીધા પછી, અમે પરિણામ રિકોર્ડ કરી અને ટેસ્ટ કિટ અને સામગ્રીનો નાશ કરીએ છીએ.

જો તમને કોઈ પ્રશ્નો હોય તો, કૃપા કરી અમારી મફત હેલ્પલાઈન 0800 707 60 60 પર કોલ કરો. આમાં સમાવિષ્ટ થાય છે જો તમને:

  • કસોટી કે પરીક્ષણ કરવા માટે મદદની જરૂર હોય
  • અનિશ્ચિત છો કે જો તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ, દાખલા તરીકે, જો તમારી શસ્ત્રક્રિયા થઈ હોય તો
  • સ્ટોમા બેગ છે (કોલોસ્ટોમી અથવા આઈલોસ્ટોમી) અને સલાહની જરૂર હોય.

જયારે તમારું માસિક ન હોય ત્યારે તમારા નમૂનાને એકત્રિત કરવો શ્રેષ્ઠ છે. તમને રકતસ્ત્રાવ શરૂ થાય તે પહેલાં અથવા પછીના 2 દિવસો ટાળો.

આ હોમ ટેસ્ટ કિટની છબી છે. કિટનો ઉપયોગ કરવા માટેની સૂચનાઓ પેકેજીંગની અંદર છે.

6. આંતરડાના કેન્સરની તપાસના પરિણામો

તમારા નમૂનાને મોકલ્યાના 2 અઠવાડિયાઓની અંદર તમારા પરિણામો તમને મળવા જોઈએ. તેના 2 સંભવિત પરિણામો હોય છે:

  • આ સમયે વધારે પરીક્ષણોની જરૂર નથી
  • વધારે પરીક્ષણોની જરૂર છે.

6.1 આ સમયે વધારે પરીક્ષણોની જરૂર નથી

મોટા ભાગના લોકોને (લગભગ 100 માંથી 98) આ પરિણામ હોય છે.

તેનો અર્થ એ છે કે અમને તમારા નમૂનામાં કોઈ લોહી મળ્યુ નથી, અથવા ફકત થોડી માત્રા કે જે સ્ક્રીનીંગ સ્તર કે લેવલ કરતાં ઓછુ છે.

જો તમે 75 વર્ષ કરતાં ઓછી વયના હો તો અમે તમને 2 વર્ષમાં ફરીથી આંતરડાના કેન્સરની તપાસ ઓફર કરીશું.

આ પરિણામ ખાતરી નથી આપતું કે તમને આંતરડાનું કેન્સર નથી. આંતરડાનું કેન્સર ભવિષ્યમાં હજી પણ વિકસી શકે. જો તમને આંતરડાના કેન્સરના લક્ષણો હોય અથવા જણાય તો તમારા જીપીને (GP) મળો.

6.2 વધારે પરીક્ષણોની જરૂર રહે

લગભગ 100 માંથી 2 લોકોને આ પરિણામ હોય છે.

તેનો અર્થ એ છે કે અમને તમારા પૂ કે મળમાં સ્ક્રીનીંગ સ્તર કે લેવલથી ઉપર લોહીની માત્રા મળી છે. આને થ્રેશોલ્ડ કે સીમાંત તરીકે પણ ઓળખવામાં આવે છે.

કેટલીક વસ્તુઓ મળમાં લોહીનું કારણ બની શકે. લોહીનું કારણ તપાસવા માટે કોલોનોસ્કોપી કરાવવાની ચર્ચા કરવા અમે તમને એપોઈન્ટમેન્ટ ઓફર કરીશું.

કોલોનોસ્કોપી એ તમારા આંતરડાની અંદર તપાસ કરવા માટેની કસોટી છે. કોલોનોસ્કોપી પર વધારે માહિતી NHS.UK પર શોધો.

7. આંતરડાના કેન્સરની તપાસના સંભવિત જોખમો

કોઈ પણ સ્ક્રીનીંગ ટેસ્ટ 100% વિશ્વસનીય નથી.

આંતરડાના કેન્સરની તપાસ પોલિપ અથવા કેન્સર ચૂકી જઈ શકે. જયારે તમે હોમ કિટનો ઉપયોગ કર્યો ત્યારે પોલિપ અથવા કેન્સરથી રકતસ્ત્રાવ થયો ન હોય તો આ બની શકે.

મોટા ભાગના લોકોને વધારે પરીક્ષણોની જરૂર રહેશે નહિ. જો તમે તેમ કરો તો, એક નાનું જોખમ રહે કે કોલોનોસ્કોપી કરાવવાથી તમારા આંતરડાને નુકસાન થઈ શકે, પણ આ ભાગ્યેજ હોય છે. કોલોનોસ્કોપીની ચર્ચા કરવા માટે જયારે તમારી પાસે એપોઈન્ટમેન્ટ હોય ત્યારે તમને નિર્ણય કરવામાં મદદ માટે તમને વધારે માહિતી મળશે.

8. આંતરડાના કેન્સરના લક્ષણો

આંતરડાના કેન્સરના લક્ષણોમાં સમાવિષ્ટ થઈ શકે:

  • તમારા પૂ કે મળમાં ફેરફારો, જેમકે નરમ મળ, ઝાડા અથવા કબજિયાત કે જે તમારા માટે સામાન્ય નથી.
  • તમારા માટે સામાન્ય કરતાં વધારે અથવા ઓછા પૂ કરવાની ઘણી વાર જરૂર હોય
  • તમારા પૂ કે મળમાં લોહી, જે લાલ અથવા કાળો દેખાઈ શકે
  • તમારા શરીરના નીચલા ભાગમાંથી લોહી નીકળતુ હોય
  • ઘણી વાર એવું લાગે કે તમને પૂ કરવાની જરૂર છે, પછી ભલે તમે હમણાંજ શૌચાલય કે ટોઈલિટમાં ગયા હોય
  • પેટ (પેટને લગતું) દરદ
  • તમારા પેટમાં એક ગઠ્ઠો (પેટ)
  • ફૂલવું
  • પ્રયત્ન કર્યા વગર વજન ઉતરવું
  • ખૂબજ થાક લાગે, દાખલા તરીકે લાલ રકત કોષો કે લાલ કોશિકાઓ (એનિમિઆ) સામાન્ય કરતાં નીચલા સ્તર કે લેવલના કારણે

આ લક્ષણોનો અર્થ જરૂરી એ નથી કે તમને આંતરડાનું કેન્સર છે. જો તમને 3 અઠવાડિયાઓ અથવા વધારે સમય માટે આમાંના કોઈપણ લક્ષણો હોય તો, કૃપા કરી તમારા જીપી (GP) સાથે વાતચીત કરો. જો તમે તાજેતરમાં આંતરડાના કેન્સરની તપાસ કરાવી હોય તો પણ આ કરવું મહત્વનું છે.

9. કોને આંતરડાનું કેન્સર થવાની વધારે શકયતા છે.

તમને આંતરડાનું કેન્સર થવાની શકયતા વધારે હોઈ શકે જો:

તમારા આંતરડાના કેન્સરનું જોખમ કેવી રીતે ઘટાડવા વિષે વધારે માહિતી  NHS.UK પર શોધો.

10. વધારે માહિતી અને ટેકો- આધાર

આંતરડાના કેન્સરની તપાસ વિષે સલાહ માટે, તમે 0800 707 60 60 પર અમારી મફત હેલ્પલાઈનને ફોન કરો.

જો તમને સાંભળવાની અથવા બોલવામાં મુશ્કેલીઓ હોય તો, તમે અમારો સંપર્ક કરવા માટે રિલે યૂકે સેવાનો (Relay UK service) ઉપયોગ કરી શકો. તમારા ટેક્સટ ફોનમાંથી 18001 પછી 0800 707 60 60 ડાયલ કરો અથવા રિલે યૂકે એપ્પનો (Relay UK app) ઉપયોગ કરો.

આ માહિતી વૈકલ્પિક રચનાઓમાં મળી રહે છે, સરળ વાંચન અને બીજી ભાષાઓનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.

તમે પણ કરી શકો:

યોગ્ય સમયે તમને સ્ક્રીનીંગ માટે આમંત્રણ આપવા અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ માહિતી અમને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં મદદ કરે છે. અમે તમારી માહિતી અને સુરક્ષિત રાખવાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિષે વધારે વાંચો.

સ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવા માટે જાણો