પ્રચાર સામગ્રી

આંતરડાના કેન્સરની તપાસ: કોલોનોસ્કોપી કરાવવી (Gujarati)

અપડેટ થયેલ 27 January 2025

Applies to England

NHS આંતરડાના કેન્સર સ્ક્રીનીંગ પરીક્ષણ કિટનો ઉપયોગ કર્યા પછી જો વધારે પરીક્ષણોની જરૂર પડે તો કોલોનોસ્કોપી કરાવવા વિષેની માહિતી આ પત્રિકા પૂરી પાડે છે.

1. શા માટે NHS કોલોનોસ્કોપી ઓફર કરે છે 

કોલોનોસ્કોપી પોલિપ્સ અને આંતરડાના કેન્સરને શોધવા માટે મદદ કરી શકે કારણ કે તેઓ લક્ષણો વગર વિકસિત થઈ શકે છે.  

પોલિપ્સ એ મોટા આંતરડાના અસ્તર પરની નાની વૃદ્ધિ છે. મોટા ભાગના પોલિપ્સ હાનિ વગરના હોય છે, પણ અમુક કેન્સરમાં પરિવર્તન કે ફેરફાર થવાની શકયતા વધારે હોય છે. આંતરડાનું કેન્સર એ કેન્સર છે કે જે મોટા આંતરડામાં ગમે ત્યાં જોવા મળે છે. આમાં કોલોન અને ગુદામાર્ગનો સમાવેશ થાય છે.  

જો અમને તમારા પૂ કે મળના નમૂનામાં લોહીની ચોકકસ માત્રા જોવા મળે તો અમે કોલોનોસ્કોપી ઓફર કરીએ છીએ. પોલિપ્સ અને આંતરડાના કેન્સરમાં કયારેક લોહી નીકળે છે પણ તમે હંમેશા આ જોઈ શકતા નથી. મોટા ભાગના લોકોને આંતરડાનું કેન્સર નહિ હોય, પણ કોલોનોસ્કોપી કરાવવાથી લોહીનું કારણ તપાસવામાં અમને મદદ મળે છે.  

જો તમને કોઈ પણ પોલિપ્સ હોય તો, અમે સામાન્ય રીતે કોલોનોસ્કોપી દરમિયાન તેને દૂર કરી શકીએ છીએ. આ તમારા આંતરડાનું કેન્સર થવાનું જોખમ મોટા પ્રમાણમાં ઘટાડી શકે.  જો આંતરડાના કેન્સરના ચિહ્નો હોય તો, અમે સારવાર ઓફર કરી શકીશું. આંતરડાના કેન્સરને વહેલા શોધવાથી સારવાર અસરકારક થવાની સંભાવના વધારે બનાવી શકે.

કોલોન અને ગુદામાર્ગ મોટા આંતરડા બનાવે છે. 

આંતરડા તમારા પાચન તંત્રનો એક ભાગ છે. તે ખોરાકમાંથી પોષક તત્વો અને પાણી લે છે અને જે બાકી રહેલને મળ કે પૂ માં ફેરવે છે. 

2. કોલોનોસ્કોપી (Colonoscopy) 

કોલોનોસ્કોપી એ પોલિપ્સ અને આંતરડાના કેન્સર માટે તમારા આંતરડાની અંદર તપાસ કરવા માટેની કસોટી છે. તે પાકુ કરવા માટે પણ મદદ કરે છે કે જો તમને આંતરડાની સ્થિતિ હોય કે જે આંતરડાનું કેન્સર નથી.                                                                                                                                                                                                                                                           

કોલોનોસ્કોપિસ્ટ તરીકે ઓળખાતા ખાસ તાલીમ પામેલા ક્લિનિશન આ કસોટી કરશે.  

તેઓ તમારા નીચેના ભાગમાં એક પાતળી, વાળી શકાય તેવી ટ્યૂબ નાના કેમેરા સાથે મૂકશે. તેને કોલોનોસ્કોપ કહેવામાં આવે છે. તમને લાગે કે તે અંદર જાય છે, પણ મોટા ભાગના લોકોને તે પીડાદાયક લાગતું નથી. તે સ્ક્રીન પર તમારા આંતરડાની અંદરની બાજુ કે ભાગ બતાવશે.

કોલોનોસ્કોપિસ્ટ સ્ક્રીન પર આંતરડાની અંદરથી છબીઓ જુએ છે 

કોલોનોસ્કોપીમાં સામાન્ય રીતે 30 થી 45  મિનિટોનો સમય લાગે છે.  તમારી આખી એપોઈન્ટમેન્ટમાં લગભગ 2 કલાકનો સમય લાગી શકે. 

3. તમારી એપોઈન્ટમેન્ટસ 

તમારી પ્રથમ એપોઈન્ટમેન્ટ કોલોનોસ્કોપી કરાવવા માટેની ચર્ચા હશે. આને સ્પેશલિસ્ટ સ્ક્રીનીંગ પ્રેક્ટિશનર (SSP) એપોઈન્ટમેન્ટ કહેવામાં આવે છે. ધ સ્પેશલિસ્ટ:  

  • તમારા સ્ક્રીનીંગ પરિણામો વિષે તમારી સાથે વાત કરશે  

  • કોલોનોસ્કોપી શું છે તેનું વર્ણન કરશે  

  • સંભવિત જોખમો અને લાભો સમજાવશે  

  • તમને વધારે આરામદાયક બનાવવા માટે મળી રહેતા વિકલ્પોની ચર્ચા કરશે  

  • તમારી પાસે હોય તેવા કોઈ પણ પ્રશ્નોના જવાબ આપશે.  

જો કોલોનોસ્કોપી તમારા માટે યોગ્ય છે તેની તેઓ તપાસ કરશે. તેઓ તમને હોય તેવી કોઈ પણ આરોગ્યની સ્થિતિઓ વિષે પૂછશે અને જો તમે કોઈ દવા લેતા હોય. અમુક લોકો કોલોનોસ્કોપી કરાવી ન શકે. નિષ્ણાત આકારણી કરશે કે જો CT કોલોનોગ્રાફી (CTC) સ્કેન નામની વાસ્તવિક કોલોનોસ્કોપી તેના બદલે યોગ્ય હોઈ શકે. તે તમારા આંતરડાની તંદુરસ્તી તપાસવા માટે એકસ- રેઝનો ઉપયોગ કરે છે.  વાંચો CTC સ્કેન કરાવવા વિષે વધારે GOV.UK  પર .  

જો તમે કોલોનોસ્કોપી કરાવવા પૂરતા ફિટ હો તો, જો તમે પ્રક્રિયા સાથે આગળ વધવા તમે પસંદ કરી શકો. જો તમે કરો તો, તે સામાન્ય રીતે હોસ્પિટલમાં થશે. આ તમારી પ્રથમ એપોઈન્ટમેન્ટના 2 અઠવાડિયાઓની અંદર હોવી જોઈએ.  

જો તમને કોઈ પણ વધારાની જરૂરિયાતો હોય તો કૃપા કરી નિષ્ણાતને કહો. દાખલા તરીકે, તમારી એપોઈન્ટમેન્ટ વખતે તમને મદદ કરવા માટે કોઈકની જરૂર પડી શકે, જેમકે સંભાળ રાખનાર અથવા ઈન્ટરપ્રિટર.  

તમે પુરુષ અથવા સ્ત્રી કોલોનોસ્કોપિસ્ટ માટે વિનંતી કરી શકો. અમે તમારી પસંદગીને અનુકૂળ કરવા માટે પ્રયત્ન કરીશું, પણ આ હંમેશા શકય નથી.

આંતરડાની સ્ક્રીનીંગ એપોઈન્ટમેન્ટનો માર્ગ બતાવતી આકૃતિ 

4. તમારી કોલોનોસ્કોપી પહેલાં 

તમારી નિષ્ણાત સ્ક્રીનીંગ પ્રેક્ટિશનર એપોઈન્ટમેન્ટ વખતે તમને અમુક સૂચનાઓ મળશે. આ તમને તમારી કોલોનોસ્કોપી માટે તૈયાર કરવામાં મદદ કરશે.  

પ્રક્રિયા કરાવવા માટે તમારા આંતરડા ખાલી હોવા જરૂરી રહેશે. કૃપા કરી સૂચનાઓ કાળજીપૂર્વક અનુસરો. આમાં સમાવેશ હશે:  

  • તમારી કોલોનોસ્કોપી પહેલાના દિવસોમાં તમારે શું ખાવા અને પીવા માટે જરૂર હોય છે.  

  • તમારે કયારે ખાવાનું અને પીવાનું બંધ કરવું જોઈએ  

  • તમને પીવા માટે રેચક કે સારકના પડીકાઓ, અથવા તેને કેવી રીતે મેળવવા વિષે માહિતી આપવી  

  • રેચક કે સારક કયારે અને કેવી રીતે લેવી.  

રેચક તમને આંતરડા ખાલી કરવામાં મદદ માટે સામાન્ય કરતાં વધારે વારંવાર ટોઈલિટમાં જવાનું કરશે. આ સામાન્ય રીતે આગળના દિવસે અને કયારેક પ્રક્રિયાના દિવસે હશે.  

કોલોનોસ્કોપી દરમિયાન તમે સામાન્ય રીતે જાગૃત રહેશો. તમે લેવા માટે પસંદ કરી શકો:  

  • પેઈનકીલર્સ  

  • ગેસ અને હવા  

  • શામક દવા – તમારા હાથમાં નાની નળી (કેન્યુલા) મારફતે આપવામાં આવતી દવા.  

અમુક હોસ્પિટલો આવા બધા વિકલ્પો ઓફર કરી શકે નહિ. 

5. તમારી કોલોનોસ્કોપી કરાવવી 

તમારી કોલોનોસ્કોપી એન્ડોસ્કોપી યૂનિટમાં થશે.   

તે દિવસે, નર્સ અથવા સ્પેશલિસ્ટ શું થવાનું છે અને સંભવિત જોખમો સમજાવશે. તમને સંમતિ ફોર્મ સહી કરવા માટે કહેવામાં આવશે. આ પાકુ કરવા માટે છે કે તમે જોખમોને સમજો છો અને પ્રક્રિયા કરવા માટે સહમત થાઓ છો.  

જો તમે સહમત થશો તો, તેઓ તમને હોસ્પિટલના ગાઉનમાં બદલવાનું કહેશે. તમને તમારી પ્રક્રિયા માટે કવર કરવામાં આવશે. ગાઉનના પાછળના ભાગમાં કાપો કે ચીરો હોય છે.  

તેઓએ તમને પીડામાં રાહતના વિકલ્પો ઓફર કરવા જોઈએ.  

ટેસ્ટ કરાવવા માટે, તમારા ઘૂંટણને સહેજ ઉપર વાળીને તમારી ડાબી બાજુ પર સૂઈ જાઓ.  

ટયૂબ તમારા નીચેના ભાગમાં જાય છે અને તમારા મોટા આંતરડાની ટોચ પર માર્ગદર્શિત કરે છે. ટયૂબ સરળતાથી વળે છે તેથી તે તમારા આંતરડાના વળાંકની આસપાસ પસાર થઈ શકે.  

કોલોનોસ્કોપિસ્ટ હળવેથી પાણી અથવા ગેસ (કાર્બન ડાયોકસાઈડ) અંદર પમ્પ કરશે. આ તમારા આંતરડા ખોલશે અને તેઓને જોવા માટે મદદ કરે છે. તમને લાગશે કે તમને ટોઈલિટ જવાની જરૂર છે, પણ તમારા આંતરડા પહેલેથી ખાલી હોવા જોઈએ તેથી ચિંતા કરશો નહિ. થોડુંક ફૂલેલુ લાગવું તે સામાન્ય છે.  

તમને પેટમાં થોડીક ખેંચાણ આવી શકે. કોલોનોસ્કોપી કરાવવી અસ્વસ્થ હોઈ શકે પણ તે પીડાદાયક ન હોવી જોઈએ. જો તમને કોઈ પણ પીડા કે દરદ લાગે તો, તેઓને જણાવો. તમને વધારે આરામદાયક બનાવવા માટે તેઓ ગોઠવણો કરી શકે.  

તેઓ તમારા આંતરડામાંના પોલિપ્સને દૂર કરી શકે અથવા માઈક્રોસ્કોપ હેઠળ નજીકથી જોવા માટે શરીરના ટિશ્યૂના નાના નમૂના લે. આને બાયોપ્સિ કહેવામાં આવે છે. જો આવું બનવા પામે તો તમને કંઈ પણ લાગશે નહિ કારણ કે તમારા આંતરડામાં કોઈ નર્વસ કે ચેતાઓ નથી. 

6. તમારી કોલોનોસ્કોપી પછી 

આરામ કરવા માટે તમે પુનઃપ્રાપ્તિ કે રિકવરી વિસ્તારમાં જશો. જયાં સુધી તમે ઘરે જવા માટે તૈયાર થાઓ ત્યાં સુધી નર્સો તમારું નિરીક્ષણ કરશે. તમને કહેવામાં આવશે કે કોલોનોસ્કોપિસ્ટે કોઈ પોલિપ્સ દૂર કર્યા હોય અથવા બાયોપ્સિ લીધી હોય.  

તમને જરૂર પડી શકે:  

  • કોઈક તમને ઘરે લઈ જાય કારણ કે તમે નિદ્રાહીન હોઈ શકો, ખાસ કરીને જો તમને શામક દવા આપવામાં આવી હોય  

  • આરામ કરવા માટે, તેથી તમને કામ પર અથવા બીજી પ્રતિબધ્ધતાઓમાંથી દિવસની રજા લેવા માટે ઈચ્છા થઈ શકે.  

કોલોનોસ્કોપી પછી તમને ફૂલેલું અથવા પેટમાં ખેંચાણ લાગી શકે. આ સામાન્ય રીતે ફકત 2 થી 3 કલાકો સુધી ચાલે.  

જો તમને શામક દવા આપી હોય તો, તમારે કરવું જોઈએ:  

  • તમારી સાથે રહેવા માટે જવાબદાર પુખ્ત વયની વ્યક્તિ હોય ઓછામાં ઓછા 12   

  •   કલાકો માટે વાહન ચલાવશો નહિ, એલ્કોહોલ પીશો નહિ અથવા 24 કલાકો માટે મશીનરી ચલાવશો નહિ.  

તમારા મળ કે પૂમાં થોડું લોહી પણ હોય અથવા થોડાંક દિવસો માટે તમારા નીચેના ભાગમાંથી રકતસ્ત્રાવ થઈ શકે. આ સ્થિતિઓ સામાન્ય હોય છે. જો લક્ષણો 2 દિવસો પછી દૂર ન થાય તો, તમારે તમારા જીપીને (GP) ને મળવું જોઈએ.  

જો તમને હોય તો 111 ને અથવા તમે જયાં કોલોનોસ્કોપી કરાવી હોય તે  હોસ્પિટલમાં કોલ કરો:  

  • તમારા નીચેના ભાગમાંથી ખૂબજ વધારે રકતસ્ત્રાવ થતો હોય  

  • રકતસ્ત્રાવ કે જે દૂર થતો ન હોય અથવા ખરાબ થતો હોય  

  • પેટમાં તીવ્ર દુખાવો અથવા પીડા કે જે ખરાબ થતી હોય  

  • શરીરનું ઊંચું ઉષ્ણતામાન અથવા તમને ગરમ અથવા ધ્રુજારી લાગે. 

7. કોલોનોસ્કોપીના સંભવિત જોખમો  

ખૂબજ દુર્લભ કિસ્સાઓમાં, કોલોનોસ્કોપી કેન્સર અથવા પોલિપ (Polyp) ચૂકી જાય કે જે પાછળથી કેન્સરમાં ફેરવાઈ શકે. આવું થવાની શકયતા વધારે છે જો:  

  • તમારા આંતરડા સંપૂર્ણપણે ખાલી ન હોય  

  • તમારા આંતરડાની આસપાસ કેમેરાને ખસેડવાનું મુશ્કેલ હોય  

જો તમને આંતરડાના કેન્સરના લક્ષણો હોય તો જીપીને (GP) મળો. જો તમે તાજેતરમાં આંતરડાના કેન્સરનું સ્ક્રીનીંગ કરાવ્યુ હોય તો પણ આ મહત્વનું છે. વાંચો આંતરડાના કેન્સરના લક્ષણો વિષે વધારે  NHS.UK પર.  

દુર્લભ કિસ્સાઓમાં, કોલોનોસ્કોપી દરમિયાન ગૂંચવણો થઈ શકે જો તમને:  

  • શામક દવાથી પ્રતિક્રિયા થઈ હોય  

  • કોલોનોસ્કોપી પછી ભારે રકતસ્ત્રાવ થાય  

  • તમારા આંતરડા પર આંતરડામાં એક છિદ્ર (નાનો ચિરો અથવા પિનહોલ) થાય.  

કોલોનોસ્કોપી કરાવતા દરેક 2,500 માંથી લગભગ 1 વ્યક્તિને લોહી ચઢાવવાની જરૂર રહે છે.  

આંતરડાના છિદ્રો દરેક 1,700 કોલોનોસ્કોપીસમાંથી લગભગ 1 માં થાય છે. જો આવું થાય તો, તેને સુધારવા માટે તમને સર્જરિની જરૂર પડી શકે. આ છિદ્રના કદ અને સ્થિતિ કે સ્થાન પર આધારિત હશે. અમુકને કોઈ પણ સર્જરિની જરૂર હોતી નથી.  

ખૂબજ દુર્લભ કિસ્સાઓમાં, કોલોનોસ્કોપી પછીની ગૂંચવણો મૃત્યુમાં પરિણામી શકે. કોલોનોસ્કોપિસ્ટ ખૂબજ પ્રશિક્ષિત હોય છે અને આ ખૂબજ અસંભવિત છે.  

આ આંકડાઓ સામાન્ય વસ્તી માટે ફકત માર્ગદર્શન છે. નિષ્ણાત સ્ક્રીનીંગ પ્રેક્ટિશનર તમને તમારા વ્યક્તિગત જોખમ વિષે સલાહ આપશે. આ તમારા ઉંમર અને સ્વાસ્થય પર આધારિત હશે. 

8. કોલોનોસ્કોપીના (Colonoscopy) પરિણામો  

તમને તે દિવસે તમારા પરિણામો મળી શકે, અથવા તે થોડાક અઠવાડિયાઓ લઈ શકે. અમે તમારા જીપીને (GP) તમારા પરિણામોની એક નકલ પણ મોકલીશું.  

તેના મુખ્ય 4 પરિણામો હોય છે:  

  • સામાન્ય પરિણામો  

  • પોલિપ્સ (Polyps) મળ્યા – વધારે દેખરેખની જરૂર નથી  

  • પોલિપ્સ (Polyps) મળ્યા – વધારે દેખરેખની જરૂર  

  • આંતરડાનું કેન્સર.  

કયારેક અમને આંતરડાની બીજી સ્થિતિઓ મળે છે. એ જ કોલોનોસ્કોપીમાં પોલિપ્સ અથવા આંરડાના કેન્સર અને આંતરડાની બીજી સ્થિતિઓ શોધવાનું શકય હોય છે. 

8.1 સામાન્ય પરિણામો  

100 માંથી લગભગ 11  લોકોને આ પરિણામ હોય છે.  

તેનો અર્થ અમને:  

  • કોઈ પણ પોલિપ્સ મળ્યા નથી, અને  

  • આંતરડાની બીજી સ્થિતિઓના કોઈ ચિહ્નો ન હતાં.  

જો તમે હજી પણ 75 વર્ષની હેઠળના હો તો અમે તમને 2 વર્ષમાં ફરીથી આંતરડાના કેન્સરની સ્ક્રીનીંગ કે તપાસ ઓફર કરીશું. 

8.2 પોલિપ્સ મળ્યા – વધારે દેખરેખની જરૂર નથી  

100 માંથી લગભગ 50 લોકોને (અડધા) આ પરિણામ હોય છે.  

તેનો અર્થ અમે:  

  • તમારી કોલોનોસ્કોપી દરમિયાન પોલિપ્સ દૂર કર્યા, અથવા  

  • કસોટી માટે તમારા આંતરડામાંથી કોષોનો (બાયોપ્સિ) નમૂનો લીધો.  

તમારા નમૂનાની કસોટી કર્યા પછી, તમારે વધારે સારવાર અથવા કોલોનોસ્કોપીસની તપાસ કરવાની જરૂર નથી.  

જો તમે હજી પણ 75 વર્ષની હેઠળના હો તો અમે તમને 2 વર્ષમાં ફરીથી આંતરડાના કેન્સરની સ્ક્રીનીંગ કે તપાસ ઓફર કરીશું. 

8.3 પોલિપ્સ મળ્યા – વધારે દેખરેખની જરૂર   

100 માંથી લગભગ 50 લોકોને આ પરિણામ હોય છે.  

તેનો અર્થ એ છે કે અમને ઉચ્ચ - જોખમી પ્રકારના પોલિપ મળ્યા આ આંતરડાના કેન્સરમાં ફરવાની વધારે સંભાવના હોય છે.  

કયારેક કોલોનોસ્કોપી દરમિયાન પોલિપ્સને દૂર કરવા માટે ખૂબ મુશ્કેલ હોય છે. જો આવું થાય તો, તમને બીજી નિષ્ણાત કોલોનોસ્કોપી અથવા સર્જરિ કે શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે.  

ત્યારબાદ અમે તમને ભવિષ્યમાં વધારે નિયમિત કોલોનોસ્કોપીસ ઓફર કરીશું. આ તમારા આંતરડાના સ્વાસ્થયને તપાસવા અને તમને કોઈ પણ નવા પોલિપ્સ હોય તે જોવા માટે હોય છે. 

8.4 આંતરડાનું કેન્સર 

100 માંથી 7 અને 10 લોકોના વચ્ચે આ પરિણામ હોય છે  

જો અમને આંતરડાનું કેન્સર જોવા મળે તો, તમે સારવારના વિકલ્પો અને સપોર્ટ માટે ચર્ચા કરવા કેન્સરના નિષ્ણાતને મળશો.  

સૌથી વહેલા તબક્કે આંતરડાના કેન્સરવાળા મોટા ભાગના લોકોને (લગભગ 10 માંથી 9) સફળ સારવાર હોય છે.   

જો તમને આંતરડાનું અગ્રિમ કેન્સર હોય તો, તેની સારવાર કરવી મુશ્કેલ હોઈ શકે અને ઈલાજ શકય નથી. 

8.5 આંતરડાની બીજી સ્થિતિઓ  

કયારેક કોલોનોસ્કોપીમાં પોલિપ્સ અથવા આંતરડાનું કેન્સર મળતું નથી, પણ અમને આંતરડાની બીજી સ્થિતિઓ મળે છે જેમકે:  

100 માંથી 18 ની આસપાસ લોકોને આ પરિણામ હોય છે.  

આવી સ્થિતિઓ વિષે તમે વધારે માહિતી મેળવી શકો NHS.UK પર . જો અમને આંતરડાની બીજી સ્થિતિઓના ચિહ્નો મળશે તો, તમારા જીપી (GP) આનો અર્થ શું થાય અને હવે પછીના પગલાઓ સમજાવશે. તમને આંતરડાના કેન્સર સ્ક્રીનીંગ પ્રોગ્રામની બહાર દેખરેખની અથવા સારવારની જરૂર પડી શકે.

કોલોનોસ્કોપી કરાવતા દરેક 100 લોકો માટે પરિણામો દર્શાવતી આકૃતિ 

9. વધારે માહિતી અને ટેકો- આધાર  

કોલોનોસ્કોપી કરાવવા વિષે સલાહ માટે, તમે અમારી મફત હેલ્પલાઈન 0800 707 60 60 પર ફોન કરી શકો.  જો તમને સાંભળવાની અથવા બોલવામાં મુશ્કેલીઓ હોય તો, તમે અમારો સંપર્ક કરવા માટે રિલે યૂકે સેવાનો (Relay UK service) ઉપયોગ કરી શકો. તમારા ટેક્સ્ટફોનમાંથી 18001 પછી 0800 707 60 60  ડાયલ કરો અથવા રિલે યૂકે એપ્પનો (Relay UK app).  

આ માહિતી વૈકલ્પિક રચનાઓમાં મળી રહે છે, સરળ વાંચન  અને બીજી ભાષાઓનો સમાવેશ થાય છે. બીજી રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33  અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.    

તમે પણ કરી શકો:  

જો તમે 75 અથવા તેનાથી વધારે ઉંમરના હો તો, તમે હજી પણ દર 2 વર્ષે આંતરડાના કેન્સરના સ્ક્રીનીંગમાં ભાગ લઈ શકો, પણ તમને આંમત્રણ આપવામાં આવશે નહિ. હોમ ટેસ્ટ કિટ માટે વિનંતી કરવા તમે 0800 707 60 60 પર હેલ્પલાઈનને ફોન કરી શકો.   

યોગ્ય સમયે તમને સ્ક્રીનીંગ માટે આમંત્રણ આપવા અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ માહિતી અમને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં મદદ કરે છે. વાંચો અમે તમારી માહિતીનો ઉપયોગ અને સુરક્ષિત કેવી રીતે કરીએ છીએ તે વિષે વધારે.    

શોધી કાઢોસ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી