માર્ગદર્શન

સર્વાઈકલ સ્ક્રીનીંગ કે ગર્ભાશયના નીચેના ભાગને લગતી તપાસ: આમંત્રણો (Gujarati)

પ્રકાશિત 19 June 2024

Applies to England

અમે તમને તમારા NHS સર્વાઈકલ સ્ક્રીનીંગ (જે અગાઉ ‘સ્મિઅર ટેસ્ટ’ તરીકે કહેવામાં આવતું હતું) માટે આમંત્રિત કરવા માટે પત્ર લખી રહ્યા છીએ. અમે 25 થી 64 વર્ષની વયના સર્વિકસવાળા લોકોને અને બધી મહિલાઓને સ્ક્રીનીંગ કે તપાસ કરવાની ઓફર કરીએ છીએ. સર્વાઈકલ કેન્સરને અટકાવવા અને જીવન બચાવવા માટે સ્ક્રીનીંગ મદદ કરે છે.  

1. તમારા સર્વાઈકલ સ્ક્રીનીંગ માટે કેવી રીતે બુક કરવું  

જો તમને પહેલાં આમંત્રિત કરવામાં આવ્યા હોય અથવા તમારી છેલ્લી સર્વાઈકલ સ્ક્રીનીંગ ચૂકી ગયા હો તો, તે બહુ મોડુ થયું નથી.  

  • એપોઈન્ટમેન્ટ બનાવવા માટે તમારી જીપી (GP) સર્જરિનો તમે સંપર્ક કરી શકો. જો તમને જીપી સર્જરિ સાથે નોંધણી કરાવવાની જરૂર હોય તો, તમે ઉપયોગ કરી શકો  find a GP service tool.  
  • વૈકલ્પિક રીતે, તમે તમારી સૌથી નજીકની જાતીય આરોગ્ય ક્લિનિક શોધી શકો. કૃપા કરી તપાસ કરો કે ક્લિનિક સર્વાઈકલ સ્ક્રીનીંગ સેવાઓ ઓફર કરે છે કારણ કે બધા કરતા નથી.  

જો તમે તાજેતરમાં સર્વાઈકલ સ્ક્રીનીંગમાં હાજરી આપી હોય તો, તમારે બીજી એપોઈન્ટમેન્ટ બુક કરવાની જરૂર નથી.   

2. સર્વાઈકલ સ્ક્રીનીંગ વિષે  

લગભગ બધા સર્વાઈકલ કેન્સરો ઊંચા- જોખમી પ્રકારના હ્યુમન કે માનવને લગતા પેપિલોમાવાઈરસના (HPV) કારણે થાય છે.  ઊંચા- જોખમી HPV ની હાજરી માટે સર્વાઈકલ સ્ક્રીનીંગ તપાસ કરે છે. જો અમને તમારા સ્ક્રીનીંગ નમૂનામાં HPV મળે તો, અમે અસામાન્ય સેલ કે કોષના ફેરફારો માટે તપાસ કરીશું. કોઈ પણ ફેરફારોને વહેલી તકે શોધી અને સારવાર કરવાથી સર્વાઈકલ કેન્સરના મોટા ભાગના કેસોને અટકાવી શકાય.   

તમારા જાતીય અભિગમ કે સંસ્કરણ, જાતીય ઈતિહાસ અથવા તમે HPV રસીકરણ કરાવ્યુ હોય કે નહિ તે ધ્યાનમાં લીધા વિના તમારે સર્વાઈકલ સ્ક્રીનીંગની વિચારણા કરવી જોઈએ.   

આ કસોટીમાં ફકત થોડીક મિનિટો લાગે છે, અને તમે મહિલા નર્સ અથવા ડોકટર માટે વિનંતી કરી શકો છો. તેઓ તમને જણાવશે કે તમે કયારે તમારા પરિણામોની અપેક્ષા રાખી શકો, તેથી કૃપા કરી તપાસ કરો કે તમારી સંપર્ક વિગતો તમારી જીપી સર્જરિ અથવા જાતીય આરોગ્ય ક્લિનિક સાથે અધતન છે.  

3. વધારે માહિતી  

NHS વેબસાઈટ ઉપર NHS સર્વાઈકલ સ્ક્રીનીંગ પ્રોગ્રામ વિષે વધારે માહિતી મેળવો. કૃપા કરી ’તમને નિર્ણય કરવામાં મદદ’ પત્રિકા વાંચો, કે જે સરળ વાંચનમાં પણ મળી રહે છે .   

જો તમે ઉત્સુકતા અનુભવો અને સર્વાઈકલ સ્ક્રીનીંગ કરાવવા માટે મદદની જરૂર જણાય તો, કૃપા કરી ’જેઓને હાજર રહેવામાં મુશ્કેલી હોય તેવા લોકો માટે સપોર્ટ કે ટેકા માટે’  માર્ગદર્શન વાંચો  

આ માહિતીની વૈકલ્પિક રચનામાં વિનંતી કરવા માટે, ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરો england.contactus@nhs.net.  

4. સર્વાઈકલ કેન્સરના લક્ષણો  

જો તમને કોઈ પણ અસામાન્ય લક્ષણો હોય તો, કૃપા કરી શકય હોય તેટલા જલદી તમારા જીપી અથવા જાતીય આરોગ્ય ક્લિનિકને જણાવો. આમાં સમાવેશ થઈ શકેઃ  

  • યોનિમાર્ગમાં રકતસ્ત્રાવ જે તમારા માટે અસામાન્ય હોય – જાતીય સંબંધ દરમિયાન અથવા પછીથી, તમારા પીરિઅડસ વચ્ચે, રજો નિવૃતિ કે મેનોપોઝ પછી અથવા સામાન્ય કરતાં વધારે માસિક રકતસ્રાવ.  
  • જાતીય સંભોગ દરમિયાન દુખાવો  
  • યોનિમાર્ગના સ્ત્રાવમાં ફેરફારો  
  • તમારી પીઠના નીચેના ભાગમાં, તમારા નિંતબના હાડકાઓ વચ્ચે (પેલ્વિસ), અથવા તમારા પેટની નીચેનામાં દુખાવો થાય.   

જો તમને સર્વાઈકલ સ્ક્રીનીંગ વિષે કોઈ પણ પ્રશ્નો હોય તો, કૃપા કરી તમારા જીપી, અથવા પ્રેક્ટિસ અથવા ક્લિનિક નર્સ સાથે વાતચીત કરો.   

આપના સ્નેહાધીન,   

NHS સર્વાઈકલ સ્ક્રીનીંગ પ્રોગ્રામ