ડાયબેટિક આંખની તપાસ માટેની તમારી માર્ગદર્શિકા (Gujarati)
અપડેટ થયેલ 9 January 2025
Applies to England
જો તમારે ડાયબેટિક આંખની તપાસમાં ભાગ લેવો હોય તો તમે પસંદ કરી શકો. આ પત્રિકાનો હેતુ તમને નિર્ણય લેવામાં મદદ કરવાનો છે.
1. શા માટે NHS ડાયબેટિક આંખની તપાસ ઓફર કરે છે
ડાયબેટિક આંખની તપાસ એ તમારી ડાયબીટિઝની સંભાળનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે સ્ક્રીનીંગની ઓફર કરીએ છીએ કારણ કે તે દ્રષ્ટિના નુકસાનને રોકવા માટે મદદ કરે છે.
ડાયબીટિઝવાળી કોઈ વ્યક્તિ તરીકે, તમારી આંખોને ડાયબેટિક રેટિનોપથી કહેવાતી સ્થિતિથી નુકસાન થવાનો ભય રહે છે. તમે તમારી દ્રષ્ટિમાં કોઈ પણ ફેરફાર જુઓ તે પહેલાં સ્ક્રીનીંગ રેટિનોપથી શોધી શકે છે.
ડાયબેટિક આંખની તપાસ એ ઓપ્ટિશન સાથેની તમારી સામાન્ય આંખની તપાસનો ભાગ નથી. સ્ક્રીનીંગ આંખની બીજી સ્થિતિઓ માટે જોતુ કે તપાસ કરતું નથી. તમારે આંખની તપાસ માટે નિયમિતપણે તમારા ઓપ્ટિશનની મુલાકાત લેવાનું પણ ચાલુ રાખવું જોઈએ.
ડિજિટલ ફોટોગ્રાફીનો ઉપયોગ કરીને ડાયબેટિક આંખની સ્ક્રીનીંગ કે તપાસ
2. ડાયબેટિક રેટિનોપથી
જયારે લોહીમાં શર્કરા કે ખાંડના ઊંચા સ્તરો આંખના પાછળના ભાગને નુકસાન પહોંચાડે છે ત્યારે ડાયબેટિક રેટિનોપથી થાય છે. તે રેટિનામાં રહેલ રક્તવાહિનીઓ લીક કે ચૂવવાનું કરી શકે અથવા અવરોધિત થવાનું કારણ બની શકે.
સારવાર ન કરાયેલ ડાયબેટિક રેટિનોપથી દ્રષ્ટિની ખોટનું કારણ બની શકે. જયારે તે પૂરતું વહેલુ મળી આવે ત્યારે, સારવાર તમારી દ્રષ્ટિને થતા નુકસાનને ઘટાડી અથવા અટકાવી શકે.
વાંચો ડાયબીટિઝ તમારી આંખોને કેવી રીતે અસર કરી શકે તે વિષેની વધારે માહિતી NHS.UK પર.
3. અમે ડાયબેટિક આંખની તપાસ કે સ્ક્રીનીંગ કેવી રીતે કરીએ છીએ
સ્ક્રીનીંગ ટેસ્ટ પહેલાં આંખના ટીંપાઓ નાંખવામાં આવે છે
- ચાર્ટ પરના અમુક અક્ષરો વાંચવા માટે અમે તમને કહીશું.
- અમે તમારી આંખોમાં ટીંપા નાખીશું. આ થોડીક સેકંડો માટે ડંખશે અને તમારી દ્રષ્ટિને ઝાંખી કરી શકે.
- જયારે ટીંપાઓ કામ કરવાનું શરૂ કરશે ત્યારે, અમે તમને કેમેરામાં જોવાનું કહીશું. કેમેરા તમારી આંખોને સ્પર્શશે નહિ.
- અમે તમારી આંખોના પાછળના ચિત્રો લઈશું. એક તેજસ્વી ઝબકારો હશે.
તમારી એપોઈન્ટમેન્ટમાં સામાન્ય રીતે લગભગ 30 મિનિટોનો સમય લેશે.
4. જયારે અમે તમને ડાયબેટિક આંખની તપાસ માટે આમંત્રિત કરીએ છીએ
અમે 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરની ડાયબીટિઝવાળી દરેક વ્યક્તિને ડાયબેટિક આંખની તપાસ માટે આમંત્રણ આપીએ છીએ.
અમે તમને કેટલી વારંવાર આમંત્રિત કરીએ છીએ તે તમારી છેલ્લી 2 સ્ક્રીનીંગ એપોઈન્ટમેન્ટોના પરિણામો પર આધારિત છે. જો અમને ડાયબેટિક રેટિનોપથી જોવા ન મળે તો, તમને દર 1 અથવા 2 વર્ષે સ્ક્રીનીંગ માટે આમંત્રિત કરીશું.
5. ડાયબેટિક આંખની તપાસના સંભવિત જોખમો
કોઈ પણ સ્ક્રીનીંગ ટેસ્ટ 100% વિશ્વસનીય હોતો નથી.
આંખના ટીંપાઓ થોડીક સેકંડો માટે ડંખશે, પણ સ્ક્રીનીંગ પીડાદાયક નથી અને સાધન તમારી આંખોને સ્પર્શશે નહિ.
ટેસ્ટ કે પરીક્ષણ પછી 6 કલાકો માટે સુધી:
- તમારી દ્રષ્ટિ ઝાંખી હોઈ શકે – જયાં સુધી સામાન્ય થઈ જાય ત્યાં સુધી વાહન ચલાવશો નહિ.
- દરેક વસ્તુ ખૂબજ તેજસ્વી દેખાઈ શકે – સનગ્લાસીસ પહેરવાથી મદદ મળી શકે.
6. ડાયબેટિક આંખની તપાસના પરિણામો
તમારી સ્ક્રીનીંગ કર્યા પછી ક્લિનિકલ નિષ્ણાત તમારી આંખોના ફોટોગ્રાફ્સ તપાસે છે.
અમે તમારા પરિણામોનો પત્ર તમને અને તમારા જીપીને (GP) 3 અઠવાડિયાઓની અંદર મોકલવાનો લક્ષ્ય રાખીએ છીએ.
જો તમને સ્પષ્ટ પરિણામ ન મળે તો, અમે તમને બીજી આકારણી માટે પાછા બોલાવી શકીએ.
તમારી આંખોના પાછળના ભાગમાં ડાયબેટિક ફેરફારો માટે 3 પ્રકારોના પરિણામ હોય છે:
- કોઈ ફેરફાર નહિ – આને નો ડાયબેટિક રેટિનોપથી કહેવામાં આવે છે
- તમારી આંખો માટેના અમુક ફેરફારો – આને બેકગ્રાઉન્ડ રેટિનોપથી કહેવામાં આવે છે (તબકકો 1)
- આંખનું નુકસાન કે જે તમરી દ્રષ્ટિને અસર કરી શકે – આને રિફરેબલ કે ઉલ્લેખવાળી રેટિનોપથી કહેવામાં આવે છે. તમને કાંતો પ્રિ-પ્રોલિફેરટિવ રેટિનોપથી (proliferative retinopathy) (તબકકો 2) અથવા પ્રોલિફેરટિવ રેટિનોપથી (તબકકો 3) હોઈ શકે. તમારા પરિણામોનો પત્ર આ તમને વિગતવાર સમજાવશે.
તમારા પરિણામોના આધાર પર, તમને અનુવર્તી કે ફોલો-અપ આપોઈન્ટમેન્ટની જરૂર પડી શકે. આ તે જોવા માટે કે જો તમને સારવારની અથવા વધારે વારંવાર તપાસોની જરૂર છે. અમે જુદા પ્રકારના કેમેરાનો ઉપયોગ કરીને તમારી આંખોની વધારે વિગતવાર તપાસ કરીએ. આને કયારેક ઓપ્ટિકલ કોહરન્સ ટોમોગ્રાફી (optical coherence tomography) (OCT સ્કેન) કહેવામાં આવે છે.
7. દિવસ માટેના સંકેતો અને ઉપયોગી માહિતી
તમારા કોન્ટેકટસ માટે લેન્સ સોલ્યુશન સાથે તમે પહેરો છો તે બધા ચશ્માઓ અને કોન્ટેકટ લેન્સીસ લાવશો.
સનગ્લાસીસ લાવશો કારણ કે આંખના ટીંપાઓ નાખ્યા પછી તમારી આંખો સંવેદનશીલ લાગી શકે.
તમને તમારી સાથે કોઈ વ્યક્તિને એપોઈન્ટમેન્ટમાં લાવવા ઈચ્છા હોઈ શકે. જયાં સુધી તમારી દ્રષ્ટિ સામાન્ય થાય ત્યાં સુધી ડ્રાઈવ કરશો નહિ, કે જેમાં 6 કલાકો સુધીનો સમય લાગી શકે.
8. તમારું જોખમ કેવી તે ઓછું કરવું
તમે તમારું જોખમ ઘટાડવા માટે મદદ કરી શકો જો તમે:
- તમારા લોહીમાં ગ્લુકોઝને શકય તેટલી અસરકારક રીતે નિયંત્રિત કરો
- તમારું બ્લડ પ્રેશર કે લોહીનું દબાણ તપાસવા માટે નિયમિતપણે તમારા ડોકટરને મળો
- તમારી બધી ડાયબેટિક આંખની તપાસની એપોઈન્ટમેન્ટમાં હાજરી આપો
- જો તમને તમારી દ્રષ્ટિમાં કોઈ પણ ફેરફારો જણાય તો સલાહ મેળવો
- તમારી ડાયબીટિઝની દવા સૂચવ્યા પ્રમાણે લો
- તબીબી સલાહને અનુસરીને, નિયમિત રીતે કસરત કરો
9. વધારે માહિતી અને ટેકો- આધાર
તમારે હવે પછી શું કરવાની જરૂર છે તેની વિગતો માટે તમારું સ્ક્રીનીંગ આમંત્રણ વાંચો.
તમે પણ કરી શકો:
- વાંચો ડાયબેટિક આંખના સ્ક્રીનીંગ વિષે વધારે માહિતી NHS.UK પર
- વાંચો અમારી ડાયબેટિક રેટિનોપથી વિષે પત્રિકા,જો તમને નિયમિત અનુશ્રવણ અથવા સારવારની જરૂર હોય તો
- ડાયબેટિક રેટિનોપથી અને મળી રહેતા ટેકા વિષે વધારે Diabetes UK પર શોધો.
આ માહિતી વૈકલ્પિક રચનાઓમાં મળી રહે છે, સરળ વાંચન અને બીજી ભાષાઓનો સમાવેશ થાય છે. વૈકલ્પિક રચનામાં વિનંતી કરવા માટે, તમે ફોન 0300 311 22 33 અથવા ઈમેઈલ કરી શકો england.contactus@nhs.net.
યોગ્ય સમયે તમને સ્ક્રીનીંગ માટે આમંત્રણ આપવા અમે તમારા NHS રિકોર્ડસમાંથી વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીએ છીએ. આ માહિતી અમને સ્ક્રીનીંગ પ્રોગ્રામ્સને સુધારવામાં અને ગુણવતાવાળી સંભાળ વિતરણ કરવામાં મદદ કરે છે. વાંચો અમે તમારી માહિતીને સુરક્ષિત રાખવાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિષે વધારે.