તમે NHS COVID-19 રસીકરણ પછીના પત્રની વિનંતી કરી છે પણ તે પહોંચ્યો નથી? તમારી મદદ માટે અહીં એક માર્ગદર્શિકા છે
અપડેટ થયેલ 21 June 2021
Applies to England
Picture of NHS letter:
પત્રના આગળના ભાગ પર શું છે
તમે તમારી COVID-19 રસીકરણ પ્રાપ્ત કરી છે તેની પુષ્ટિ કરતા એક પત્રની વિનંતી કરવા માટે તમે તાજેતરમાં 119 (COVID-19 રસીકરણ સ્થિતિ સેવા) નો સંપર્ક કર્યો હતો. કમનસીબે અમે આ પ્રસંગે પત્ર તૈયાર કરવામાં અસમર્થ હતા. એક પત્ર ફક્ત ત્યારે જ તૈયાર કરી શકાય છે જ્યારે તમારા રસીકરણના રેકોર્ડમાં યુકે દ્વારા માન્ય કોઈપણ COVID-19 રસીના બે ડોઝ તમે મેળવ્યા છે તેની ખાતરી કરવા માટે તમામ આવશ્યક માહિતી સામેલ હોય.
હવે તમારે શું કરવું જોઈએ
તમે યુકેની બહાર મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો અને તમારા રસીકરણના કોર્સના પુરાવા હોવાની જરૂર હોય, તો તમારી રસીકરણની વિગતો સાથે તમારી નજીકની જીપી પ્રેક્ટિસનો કૃપા કરી સંપર્ક કરો. જો તમે આ સંદર્ભ પણ પ્રદાન કરી શકો તો તે તેમને મદદ કરશે:
Reason Code | કારણ કોડ | Failure Reason | નિષ્ફળતાનું કારણ |
---|---|---|---|
3006 | 3006 | No Vaccine Record Found | કોઈ રસી રેકોર્ડ મળ્યો નથી |
3007 | 3007 | No Date for vaccination | રસીકરણ માટેની તારીખ નથી |
3008 | 3008 | 0 or 1 vaccinations | 0 અથવા 1 રસીકરણ |
3009 | 3009 | Vaccine Code not in SNOMED (NHS medical system) | SNOMED (NHS તબીબી સિસ્ટમ) માં રસી કોડ નથી |
3011 | 3011 | Not correct interval between vaccinations (not long enough) | રસીકરણો વચ્ચે યોગ્ય વિરામ નથી (લાંબા સમય સુધી નહીં) |
તમારી જીપી પ્રેક્ટિસ પછી રસીકરણ પ્રોગ્રામ અને સ્થાનિક રસીકરણ સેવા(ઓ) સાથે સંપર્ક કરશે જેથી સમજી શકાય કે તમારા પત્રને તૈયાર કરવા માટે કઈ માહિતી રોકે છે.
પત્રના પાછળના ભાગ પર શું છે
તમારા રસીકરણની સ્થિતિની પુષ્ટિ મેળવવી
એકવાર તમારો રેકોર્ડ અપડેટ થઈ જાય, પછી તમારી રસીકરણની સ્થિતિ દર્શાવવા માટે બે ઉપાયો તમે પસંદ કરી શકો છો:
- જો તમારી પાસે ઇન્ટરનેટ ઍક્સેસ અને સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર છે, તો તમે તમારી રસીકરણની સ્થિતિ ઓનલાઇન જોઈ શકશો:
- NHS ઍપ નો ઉપયોગ કરી, www.nhs.uk/nhsapp જુઓ
- અહીં www.nhs.uk/coronavirus
તમારે આ સેવાઓ માટે નોંધણી કરવાની જરૂર રહેશે. પછી તમે PDF ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો અથવા આ માહિતી દર્શાવતો ઇમેઇલ મેળવી શકો છો.
- વૈકલ્પિક રીતે, 119 પર કૉલ કરીને, તમે ફરીથી તમારા COVID-19 રસીકરણ પત્રની વિનંતી કરી શકો છો.
જો તમે જલ્દી મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો
તમારા પરિવહન અથવા ટ્રાવેલ ઓપરેટર સાથે અને ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ વેબસાઇટ (Foreign, Commonwealth and Development Office ) www.gov.uk/foreign-travel-advice પર નવીનતમ મુસાફરીની સલાહ પણ તમારે તપાસવી જોઈએ.
તમે યુકેની બહાર મુસાફરી કરવાનું આયોજન કરતા હોવ અને તમારા રસીકરણના પુરાવા લેવાની જરૂર હોય, તો તે મેળવવાનો સૌથી ઝડપી ઉપાય NHS ઍપનો ઉપયોગ કરો અથવા www.nhs.uk/coronavirus પર NHS વેબસાઇટનો ઉપયોગ કરો.
NHS વેબસાઇટ www.nhs.uk/coronavirus પર COVID-19 લક્ષણો, પરીક્ષણ, રસીકરણ અને સેલ્ફ-આઇસોલેશન માહિતી મેળવો.
ડેટા સુરક્ષા: ધી ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશ્યલ કેર (The Department for Health and Social Care ) એ ડેટા કંટ્રોલર તરીકે કાર્ય કરે છે અને COVID-19 સ્ટેટસ પ્રોગ્રામના હેતુ માટે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે. વધુ માહિતી માટે, તમે અમારી ગોપનીયતા સૂચના અહીં પર ઍક્સેસ કરી શકો છો: https://www.gov.uk/government/publications/dhsc-privacy-notice અથવા તમારા વેબસાઇટ બ્રાઉઝર પર “DHSC Status Privacy Notice” માટે શોધો.