Promotional material

Gujarati: તમારા પેડુ પરની ધોરી નસ પરના નાના સોજાની દેખરેખ રાખવી

Updated 4 November 2020

જે પુરૂષોની તપાસમાં તેમના પેડુ પરની ધોરી નસ પર નાનો સોજો પકડાયો હોય તેમના માટે માહિતી

જે પુરૂષોની NHSની એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ (AAA) તપાસ મારફતે તેમના પેડુ પરની ધોરી નસ પર નાનો સોજો જોવા મળ્યો હોય તેમને આ પત્રિકા માહિતી પૂરી પાડે છે.

જેમની પાસે ઈન્ટરનેટની સગવડ ન હોય તેમને આ માર્ગદર્શિકાની નકલ પૂરી પાડવા માટે( https://www.gov.uk/guidance/how-to-order-population-screening-leaflets#print)[ડિજિટલ પત્રિકાઓ કેવી રીતે છાપવી] તે જુઓ.

આ પ્રકાશન વિશેની કોઈ પણ પૂછપરછ માટે( https://phescreening.blog.gov.uk/helpdesk/) [PHE સ્ક્રીનિંગ હેલ્પડેસ્ક]નો સંપર્ક કરો, અને તેનું આખું શીર્ષક જણાવો છો તેની ખાતરી કરો.

1. તમારી તપાસનાં પરિણામોઃ તમારા પેડુ પરની ધોરી નસ પર નાનો સોજો (સ્મોલ એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ AAA) છે.

પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે (PHE) આ પત્રિકા NHS વતી બનાવી છે. આ માહિતીમાં, શબ્દ ‘અમે’ એટલે કે તપાસ પૂરી પાડતી NHS સેવા.


સોજો આવેલ ધોરી નસ બતાવતું ચિત્ર

2. આ પત્રિકા કોના માટે છે

જે પુરૂષોમાં પેડુ પરની ધોરી નસની તપાસ મારફતે (જેને AAA તપાસ પણ કહેવાય છે) તેમના પેડુ પર ધોરી નસનો નાનો સોજો (સ્મોલ એન્યુરીઝમ) જોવા મળ્યો હોય તેવા પુરૂષોને આ પાનું માહિતી પૂરી પાડે છે.

2.1 તમારી AAA તપાસનું પરિણામ

તમારી તપાસ કરવામાં આવી ત્યારે અમને તમારી ધોરી નસ સામાન્ય કરતાં થોડી વધુ પહોળી જોવા મળી છે. તેનો અર્થ થાય છે કે તમે ધોરી નસનો નાનો સોજો ધરાવો છો.

  • નાનો AAA: 3.0સેમીથી 4.4cm
  • મધ્યમ AAA: 4.5સેમી – 5.4સેમી
  • મોટો AAA: 5.5 સેમી અથવા મોટું

તપાસ કરાવનાર 80 પુરૂષોમાંથી આશરે 1 નાનો પેડુ પરની ધોરી નસનો સોજો ધરાવે છે. તે મોટો થાય છે કે નહીં તે જોવા માટે દર 12 મહિને અમે તમને અલ્ટ્રાસાઉન્ડ તપાસ માટે ફરી નિમંત્રણ આપીશું.

3. પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ) એટલે શું

એઓર્ટા એટલે કે ધોરી નસ તમારા શરીરમાં લોહી પુરવઠો પૂરો પાડતી મુખ્ય રક્તવાહિની છે. તે તમારા હ્રદયમાંથી નીકળીને તમારી છાતી અને પેડુ મારફતે પસાર થાય છે.

અમુક લોકોમાં, જેમ તેઓ વૃદ્ધ થાય છે, તેમ પેડુમાં ધોરી નસની દિવાલ નબળી થઇ શકે છે.

ત્યારબાદ તે પહોળી થાય છે, જેને પેડુ પરની ધોરી નસનો સોજો (એબ્ડોમિનલ એઓર્ટિક એન્યુરીઝમ) કહેવાય છે.

4. નાનો AAA કેટલો ગંભીર છે

નાનો AAA ગંભીર નથી. જોકે, ધોરી નસનાં સોજાની દેખરેખ રાખવી મહત્વની છે કારણ કે કદાચ તે મોટો થઈ શકે અને તેમાંથી મોટો AAA થઈ શકે.

ધોરી નસનો મોટો સોજો ખૂબ ગંભીર બની શકે છે કારણ કે ધોરી નસની દિવાલો ખેંચાય છે, તે નબળી બને છે અને ફાટી શકે છે, આંતરીક રક્તસ્ત્રાવ થાય છે. 100 માંથી આશરે 85 લોકો ધોરી નસનો સોજો ફાટવાથી મૃત્યુ પામે છે.

મોટાભાગનાં ધોરી નસનાં સોજા ધીમેથી વધે છે, આથી તમને મોટા AAA થવાનું ક્યારેય જોખમ નથી જેમાં સારવારની આવશ્યકતા હોય.

5. હવે પછી શું થશે

અમે તમને 12 મહિનાના સમયમાં ફરી સ્કેન માટે નિમંત્રણ આપીશું. તમારું આગામી સ્કેન કરવાનું થાય તે પહેલાં, અમે તમને મુલાકાત પત્ર મોકલીશું. નિષ્ણાત નર્સ સાથે તમે વાત કરી શકો તેની અમે વ્યવસ્થા કરીશું. તમારા ધોરી નસના સોજો બાબતે તમારા સામાન્ય સ્વાસ્થ્ય વિશે તેઓ તમને સલાહ આપી શકશે.

6. તમારી તબિયતનું ધ્યાન રાખવું

તમે આ રીતે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં મદદ કરી શકો છોઃ

  • જો તમે ધુમ્રપાન કરતા હો તો તેમાં ઘટાડો કરવા અથવા ધુમ્રપાન બંધ કરવા માટે મદદ મેળવવી
  • તમારું લોહીનું દબાણ સામાન્ય હોય તેની ખાતરી કરવી - જો તમે તાજેતરમાં તેની તપાસ ન કરાવેલ હોય તો તેની તપાસ કરાવી લેવી યોગ્ય છે
  • આરોગ્યપ્રદ, સમતોલિત આહાર ખાવો અને ચરબીવાળા ખોરાક ઓછા કર
  • જો તમારું વજન વધુ હોય, તો વજન ઘટાડવાનો પ્રયાસ કરવો
  • નિયમિત કસરત કરવી
  • જો તમે આલ્કોહોલ પીતાં હો તો સંવેદનશીલ મર્યાદામાં રહીને પીવું

તમારી જીવનશૈલીમાં અન્ય કોઇ ફેરફારો કરવાની આવશ્યકતા નથી અને કોઇ ખેલ અથવા શોખ ચાલુ રાખો.

ઉપરોક્ત તમામ બાબતે તમારા GP તમને સલાહ આપી શકશે અને તમને દવા પણ આપશે અથવા તમારી વર્તમાન દવાની સમીક્ષા કરશે.

7. તમારે કેટલીવાર પાછાં આવવું પડશે

પ્રત્યેક વ્યક્તિ અલગ હોય છે, આથી ચોક્કસ રીતે એ કહેવું શક્ય નથી કે તમારે કેટલા સ્કેન્સ માટે તમારે ફરીથી આવવાનું રહેશે.

પ્રતિ 12 મહિને સ્કેન માટે અમે તમને નિમંત્રણ આપવાનું ચાલુ રાખીશું સિવાય કેઃ

  • તમારા પેડુ પરની ધોરી નસ પરનો સોજો વધીને 4.5સેમી થઈ જાય તો અમે તમને દર 3 મહિને સ્કૅન માટે બોલાવીશું વારંવાર કરવામાં આવતા અનેક સ્કૅનમાં જો જોવા મળ્યું છે કે તમારી ધોરી નસનું કદ વધતું નથી, અર્થાત તે કોઈ સમસ્યા ઊભી કરે એવી શક્યતાઓ ઓછી છે
  • તમારી ધોરી નસ 5.5 સેમી અથવા વધુ પહોળી થઇ હોય. અમે ત્યારબાદ વધુ પરીક્ષણો કરવા માટે અને સંભવિત સારવાર વિશે વાત કરવા માટે નિષ્ણાત સાથે મુલાકાતનું આયોજન કરીશું

7.1 તમે હાલમાં ઓપરેશન શા માટે ન કરાવી શકો

તમામ ઓપરેશનમાં જોખમ હોય છે અને પેડુ પરની ધોરી નસ સોજાનું ઓપરેશન પણ તેમાંથી બાકાત નથી.

સંશોધન દર્શાવે છે કે ધોરી નસ સોજાની દેખરેખ રાખવી અને તે 5.5 સેમી અથવા વધુ પહોળું થાય ત્યારે જ તેનું ઓપરેશન કરાવવું, તેની સરખામણીએ ધોરી નસના નાના સોજાની સારવાર માટેનું ઓપરેશન કરવું એ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા ધરાવે છે.

8. ચિહ્નો

જો તમે ધોરી નસનો સોજો ધરાવતા હો, તો સામાન્ય રીતે તમને કોઇ લક્ષણો જણાશે નહીં, આથી ધોરી નસના નાના સોજાથી તમને કોઇ દુઃખાવો અથવા અસ્વસ્થતાનો અનુભવ થાય તે અસંભવિત છે.

જો કોઇ કારણસર તમે હોસ્પીટલમાં જાવ, તો તમારે કર્મચારીગણને જણાવવું જોઇએ કે તપાસ મારફતે પેડુ પરની ધોરી નસનો સોજો હોવાનું તમારું નિદાન થયું છે.

તમારા તપાસનાં પરિણામ વિશે જો તમને કોઇ પ્રશ્નો હોય, તો તમારા સ્થાનિક તપાસ પ્રોગ્રામને તમે ફોન કરી શકશો. જો તમને સામાન્ય અસ્વસ્થતાનો અનુભવ થાય, તો તમારાં GP સાથે તમારે વાત કરવી જોઇએ.

9. નિકટનાં પરિવારજનો

જો તમારા ભાઇ, બહેન અથવા માતાપિતાને પેડુ પરની ધોરી નસનો સોજો હોય અથવા ભૂતકાળમાં થયો હોય તો AAA થવાનું જોખમ વધી જાય છે.

આથી તમારા ભાઇઓ, બહેનો અને બાળકોને તમારે જાણ કરવી જોઇએ કે તેમના પર પણ AAA નનું જોખમ રહેલું છે. તમારો AAA જોવા મળ્યો હોય તે ઉંમર કરતાં 5 વર્ષ વહેલા પોતાનું સ્કૅન કરાવવાની શક્યતા વિશે તેઓ તેમના જી.પી.ને પૂછી શકે છે.

10. ગાડી ચલાવવી

કાર ડ્રાઇવર્સ:

  1. જો તમારો ધોરી નસનો સોજો 6 સેમી સુધી વિકાસ પામે તો DVLA ને તમારે જાણ કરવી ફરજિયાત છે.
  2. જો તમારો ધોરી નસનો સોજો 6.5 સેમી સુધી વિકાસ પામે તો તમારું લાયસન્સ રદ્દ થઇ જશે.
  3. તમારા ધોરી નસના સોજાની સફળતાપૂર્વક સારવાર થયા બાદ તમારું લાયસન્સ ફરી શરૂ થશે.

બસ, કોચ અને લોરી ડ્રાઈવરોઃ

  1. તમને ધોરી નસનો સોજો છે તેની DVLA ને તમારે જાણ કરવી ફરજિયાત છે.
  2. જો તમારો ધોરી નસ સોજો 5.5 સેમી સુધી વિકાસ પામે તો તમારું લાયસન્સ રદ્દ થઇ જશે.
  3. તમારા ધોરી નસના સોજાની સફળતાપૂર્વક સારવાર થયા બાદ તમારું લાયસન્સ ફરી શરૂ થશે.

11. આરોગ્યને લગતો ઈન્શ્યોરન્સ

મુસાફરી અથવા કોઇ અન્ય સ્વાસ્થ્ય-સંલગ્ન વીમા માટે અરજી કરતી વખતે જો તમે તમારું AAA જાહેર કરો તો તમારી પાસે વિશેષ પ્રિમીયમ વસૂલવામાં આવી શકે છે અથવા કવરમાંથી શરત દૂર કરવામાં આવી શકે છે. કવર માટે તપાસ કરતી વખતે, દલાલ તમને મદદ કરી શકશે. બ્રિટીશ ઇન્સ્યોરન્સ બ્રોકર્સ એસોસિએશન ‘ફાઇન્ડ એ બ્રોકર’ (find a broker) સેવાનું સંચાલન કરે છે. જુઓ તેમની વેબસાઈટ અથવા 0370 950 1790 પર કોલ કરો.

12. વધુ માહિતી

તમને વધુ માહિતી અહીંથી મળી શકશેઃ

[પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ તેમજ NHS તમારી તપાસ વિશેની માહિતી કેવી રીતે વાપરે અને તેનું રક્ષણ કરે છે] તેની જાણકારી મેળવો.(https://www.gov.uk/government/publications/patient-confidentiality-in-nhs-population-screening-programmes)

[તપાસ કરાવવાનો ઈનકાર કેવી રીતે કરવો] તે વિશે જાણકારી મેળવો.(https://www.gov.uk/government/publications/opting-out-of-the-nhs-population-screening-programmes/opting-out-of-screening)