જન્મજાત કે કંજેનિટલ હ્યદય રોગ (CHD): માતાપિતા માટે માહિતી (Gujarati)
અપડેટ થયેલ 23 April 2025
સર્વસામાન્ય નિરીક્ષણ
જો તમારા 20-અઠવાડિયાના સ્કેનને (કયારેક મધ્ય-ગર્ભાવસ્થાના સ્કેન તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે) અનુસરીને તમારા બાળકને જન્મજાત હ્યદય રોગ (CHD) હોવાની શંકા હોય તો આ માહિતી ઉપયોગી રહેશે. તે તમને અને તમારા આરોગ્ય વ્યવસાયિકોને તમારી અને તમારા બાળકની સંભાળના હવે પછીના તબક્કાઓ દ્વારા વાતચીત કરવામાં મદદ કરશે. આ માહિતીએ, તમારી આરોગ્ય વ્યવસાયિકો સાથેની ચર્ચાઓને ટેકો આપવો જોઈએ, પણ બદલવી જોઈએ નહિ.
તમારા બાળકના વિકાસમાં કોઈ સમસ્યા હોઈ શકે તે શોધવાનું ચિંતાજનક હોઈ શકે. તે યાદ રાખવું મહત્ત્વનું છે કે તમે એકલા નથી.
અમે તમારો નિષ્ણાત ટીમને ઉલ્લેખ કરીશું જેઓ આના માટે તેમનું શ્રેષ્ઠ કરશે:
- તમારા બાળકની સ્થિતિ અને સારવાર વિષે વધારે સચોટ માહિતી પૂરી પાડશે
- તમારા પ્રશ્નોના જવાબ આપશે
- તમને હવે પછીના ઉપાયોની યોજના કરવામાં મદદ કરશે
જન્મજાત હ્યદય રોગ કે કંજેનિટલ હાર્ટ ડિઝીઝ
જન્મજાત હૃદયરોગ કે કંજેનિટલ હાર્ટ ડિઝીઝને (CHD) સમજવા માટે, તંદુરસ્ત હ્યદય કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું ઉપયોગી થઈ શકે.
હૃદય એ આશરે તમારી મુઠ્ઠીના કદનો એક સ્નાયુ છે. તેનું કામ શરીરની આસપાસ લોહી મોકલવાનું છે. તે લોહી શરીરને જરૂરી ઓક્સિજન અને પોષક તત્વો પૂરા પાડે છે. હૃદયની જમણી બાજુ ફેફસાંમાં લોહી પમ્પ કરે છે જયાં ઓક્સિજન ઉમેરવામાં આવે છે. ડાબી બાજુ ફેફસાંમાંથી શરીરના બાકીના ભાગમાં લોહી પમ્પ કરે છે.

હૃદય અને રક્ત વાહિનીઓ હૃદયની અંદર અને બહાર જાય છે (ટાઈનિ ટિકર્સ કે અત્યંત નાના હ્યદયની તસવીર)
CHD એ હૃદયની વિવિધ પરિસ્થિતિઓનો ઉલ્લેખ આપે છે જે ગર્ભવતી થયા પછીના પ્રથમ થોડાંક અઠવાડિયાઓમાં થાય છે.
CHD ના 3 મુખ્ય પ્રકારો હોય છે: તે એવી સ્થિતિઓ હોય જે અસર કરે છે:
- બાળકના હૃદયની રચનાને
- હૃદયના કાર્યને
- હ્યદયના ધબકારાની ગતિ કે રિધમને
ઓછી ગંભીર પરિસ્થિતિઓમાં સંકુચિત વાલ્વો અથવા બાળકના હૃદયમાં છિદ્રનો સમાવિષ્ટ હોઈ શકે કે જે લોહીને ખોટી રીતે વહેવા અને મિશ્રણ કરવા દે છે.
વધારે ગંભીર કિસ્સાઓમાં, જેને ‘ક્રિટિકલ CHD’ તરીકે જાણવામાં આવે છે, બાળકના હૃદયના ભાગો ગુમ થઈ શકે અથવા ખૂબ સારી રીતે રચાયેલ નહિ. CHD ધરાવતા એક ચતુર્થાંશ બાળકો (25%) ગંભીર CHD ધરાવે છે.
કારણો
CHD કારણ શું છે તે અમે બરાબર જાણતા નથી. તે તમે જે કંઈક કર્યું હોય અથવા કર્યું નથી તેના કારણે થતું નથી. આ સ્થિતિ સામાન્ય રીતે થાય છે કારણ કે બાળકના શરૂઆતના વિકાસ દરમિયાન કંઈક થાય છે. તે કયારેક બીજી તબીબી પરિસ્થિતિઓ સાથે જોડાયેલ હોય છે, જેમ કે તે તમારા બાળકના રંગસૂત્રોને (આનુવંશિક માહિતી) અસર કરે છે. તમે નિષ્ણાત ટીમ સાથે તમારા વ્યક્તિગત સંજોગોની ચર્ચા કરી શકશો.
CHD દરેક 1,000 (0.8%) માંથી લગભગ 8 બાળકોમાં થાય છે.
જન્મજાત હૃદયરોગ અમે કેવી રીતે શોધીએ છીએ
અમે ‘20-અઠવાડિયાના સ્કેન’ (ગર્ભાવસ્થાના 18+0 થી 20+6 અઠવાડિયાની વચ્ચે) પર CHD માટે તપાસ કરીએ છીએ. કયારેક અમે ગર્ભાવસ્થામાં પહેલા અથવા પછીના સ્કેન દરમિયાન તેને જોઈએ છીએ. બાળકના જન્મ પહેલાં હૃદયની બધી જ સ્થિતિઓ જોઈ શકાતી નથી.
ફોલો-અપ કે અનુવર્તી પરીક્ષણો અને એપોઈન્ટમેન્ટો
સ્કેનના પરિણામ એ સૂચવે છે કે તમારા બાળકને CHD છે, અમે તમને સગર્ભા માતાઓ અને તેમના બાળકો તેઓ જન્મે પહેલાં તેમની સંભાળ રાખવા માટેના નિષ્ણાતોની એક ટીમને ઉલ્લેખ કરીએ છીએ. તેઓ તે હોસ્પિટલમાં આધારિત હોઈ શકે જયાં તમે હાલમાં પ્રસૂતિ પૂર્વેની સંભાળ લઈ રહ્યા છો, અથવા કોઈ એક જુદી હોસ્પિટલમાં. તમારા બાળકને આ સ્થિતિ છે તેની ખાતરી કરવા માટે તમને બીજા સ્કેનની જરૂર રહેશે. નિષ્ણાતની ટીમ પુષ્ટિ કરી શકશે કે તમારા બાળકને CHD છે અને આનો અર્થ શું હોઈ શકે.
તમે નિષ્ણાત ટીમને મળો તે પહેલાં તમે પૂછવા માંગતા હો તેવા કોઈ પણ પ્રશ્નો લખવાનું ઉપયોગી થઈ શકે છે.
નિષ્ણાત ટીમ તમને વધારાના પરીક્ષણો ઓફર કરી શકે, જેમકે કોરિઓનિક વિલસ સેમ્પલિંગ (chorionic villus sampling) (CVS) અથવા એમ્નિઓસેન્ટેસિસ (amniocentesis).
જો તમારા બાળકને CHD હોય તો, નિષ્ણાત ટીમ તમારા બાળકને મોનિટર કે નિરીક્ષણ કરવા માટે તમને વધારાના અલ્ટ્રાસાઉન્ડ સ્કેનો ઓફર કરશે. તેઓ તમને તમારા બાળકનું તેઓ જન્મે પહેલાં તેની સુખાકારીનું વધારે વિગતવાર નિરીક્ષણ પણ ઓફર કરી શકે. અમુક કિસ્સાઓમાં, નિષ્ણાત ટીમ ભલામણ કરી શકે કે તમારા બાળકનો જન્મ તેમની નિયત તારીખ પહેલાં થયો છે.
સારવાર
તમારી અને તમારા બાળકની સંભાળ રાખતી ટીમમાં ગર્ભના કાર્ડિયોલોજિસ્ટ્સ (હૃદયના નિષ્ણાતો) જેવા નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ તમારા બાળક માટે સંભાળ રાખવામાં મદદ કરશે. તેઓ તમારી સાથે સ્થિતિ, સંભવિત ગૂંચવણો, સારવાર અને તમે તમારા બાળકના જન્મ માટે કેવી રીતે તૈયારી કરી શકો તે વિષે વાતચીત કરશે.
CHD સાથેના અમુક બાળકોને તેઓના જન્મ્યા પછી ઓપરેશનની જરૂર રહેશે, બીજાઓને નહિ.
નિર્ણાયક CHD વાળા બાળકોને યૂનિટમાં વિશિષ્ટ તબીબી ધ્યાનની જરૂર પડશે જે CHD વાળા બાળકોની સંભાળ રાખવામાં અનુભવી હોય. આવા બાળકોને તેમના જન્મ પછી ઓપરેશનની જરૂર રહેશે, સામાન્ય રીતે તેમના પ્રથમ જન્મદિવસ પહેલા.
તમારા બાળકને હોસ્પિટલમાં કેટલો સમય પસાર કરવાની જરૂર હોય તે બાળક પર આધારિત હોય અને તે અઠવાડિયાથી મહિનાઓ સુધી બદલાય છે. આ તમારા બાળકને કયા પ્રકારના ઓપરેશનની જરૂર હોય, પુન:પ્રાપ્તિનો સમય, જો કોઈ પણ ગૂંચવણો અથવા સંબંધિત પરિસ્થિતિઓ હોય, તમારું બાળક કેવી રીતે ખોરાક લે છે અને તેમને તેમના શ્વાસ લેવામાં કોઈ વધારાની મદદની જરૂર છે કે કેમ જેવી બાબતો પર આધારિત છે. નિષ્ણાત ટીમ તમારા વ્યક્તિગત સંજોગોને આધારે તમને વધારે માહિતી આપી શકશે.
લાંબા ગાળાનું આરોગ્ય
CHD વિશાળ અને વિભિન્ન સ્થિતિ છે. જો બીજી આરોગ્યને લગતી સમસ્યાઓ પણ હોય તો તેની સારવાર કરવી સરળ, અથવા જટિલ (અને વધારે ગંભીર) હોઈ શકે છે. તમારા અને તમારા બાળક માટેનો સંભવિત દૃષ્ટિકોણ તમારા વ્યક્તિગત સંજોગો પર આધારિત રહેશે. નિષ્ણાતની ટીમ કોઈ પણ પરિસ્થિતિમાં તમને ટેકો- આધાર આપશે.
તમારા બાળકની સંભાળ રાખતી નિષ્ણાત ટીમ તેમનું શ્રેષ્ઠ કરશે:
- તમારા પ્રશ્નોના જવાબ આપશે
- તમને હવે પછીના ઉપાયોની યોજના કરવામાં મદદ કરશે
હવે પછીના ઉપાયો અને પસંદગીઓ
તમે તમારી ગર્ભાવસ્થા દરમિયાન તમારી સંભાળ રાખતી ટીમ સાથે તમારા બાળકના CHD અને તમારા વિકલ્પો વિષે વાતચીત કરી શકો. આમાં તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાની અથવા તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો સમાવિષ્ટ હશે. તમને CHD વિષે વધારે જાણવાની ઈચ્છા થઈ શકે. આ પરિસ્થિતિમાં માતાપિતાને મદદ કરવાના અનુભવ સાથે સપોર્ટ સંસ્થા સાથે વાતચીત કરવી મદદરૂપ થઈ શકે.
જો તમે તમારી ગર્ભાવસ્થા ચાલુ રાખવાનો નિર્ણય લો તો, નિષ્ણાતની ટીમ તમને મદદ કરશે:
- તમારી સંભાળ અને તમારા બાળકના જન્મની યોજના કરવામાં
- તમારા બાળકને ઘરે લઈ જવા માટે તૈયાર કરશે
જો તમે તમારી ગર્ભાવસ્થાનો અંત લાવવાનો નિર્ણય લો તો, તમને આમાં શું સમાવિષ્ટ હોય અને તમને કેવી રીતે ટેકો આપવામાં આવશે તે વિષેની માહિતી આપવામાં આવશે. તમને તમારી ગર્ભાવસ્થાનો અંત ક્યાં અને કેવી રીતે લાવવો તેની પસંદગીની ઓફર કરવી જોઈએ અને તમને અને તમારા પરિવાર માટે વ્યક્તિગત ટેકો આપવામાં આવશે.
ફક્ત તમે જ જાણો કે તમારા અને તમારા પરિવાર માટે શ્રેષ્ઠ નિર્ણય શું છે. તમે જે પણ નિર્ણય લેશો, તમારા હેલ્થકેર પ્રફેશનલ્સ તમને ટેકો આપશે.
ભવિષ્યની ગર્ભાવસ્થાઓ
ભવિષ્યની ગર્ભાવસ્થાને CHD દ્વારા અસર થવાની સંભાવના નથી.
વધારે માહિતી
પ્રસૂતિ પૂર્વેના પરિણામો અને પસંદગીઓ (Antenatal Results and Choices) (ARC) એ એક રાષ્ટ્રીય સખાવતી સંસ્થા છે જે લોકોને સ્ક્રીનીંગ અને નિદાન વિષે અને ગર્ભાવસ્થા ચાલુ રાખવી કે નહિ તેના નિર્ણય લેવામાં સપોર્ટ કરે છે.
The બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન (British Heart Foundation) (BHF) હૃદય અને રુધિરાભિસરણના રોગો, અને તેના જોખમી પરિબળો વિષે સરળ માહિતી ધરાવે છે.
ચિલ્ડ્રન્સ હાર્ટ ફેડરેશન (Children’s Heart Federation) એ માતાપિતાની આગેવાની હેઠળની ચેરિટિ છે જે યૂકેમાં (UK) હસ્તગત કે મેળવેલ અથવા જન્મજાત હૃદય રોગ ધરાવતા બાળકો અને યુવાનો માટે જીવનને વધારે સારુ બનાવવા માટે ભાગીદાર જૂથો સાથે કામ કરે છે.
NHS.UK પાસે શું કરવું અને ક્યારે મદદ મેળવવી તે સહિતની સ્થિતિઓ, લક્ષણો અને સારવારો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા હોય છે.
Tiny Tickers એ બ્રિટનમાં એક સખાવતી સંસ્થા છે જેનો ઉદ્દેશ ધોરણોમાં સુધારો કરવા, વિશિષ્ટ તાલીમ પૂરી પાડવામાં અને શિક્ષણ અને માહિતીમાં વધારો કરવાના સંયોજન દ્વારા CHD ધરાવતા બાળકોની વહેલી તકે તપાસ, નિદાન અને સંભાળમાં સુધારો કરવાનો છે.
શોધી કાઢો NHS ઇંગ્લેન્ડ તમારી સ્ક્રીનીંગ માહિતીનો કેવી રીતે ઉપયોગ અને રક્ષણ કરે છે.
શોધી કાઢોસ્ક્રીનીંગની કેવી રીતે નાપસંદગી કરવી