માર્ગદર્શન

સંભાળ ગૃહોમાં કામ કરતા અથવા રાખવામાં આવેલા લોકોનું કોરોનાવાયરસ (કોવિડ-19) રસીકરણ: કામગીરીનું માર્ગદર્શન

અપડેટ થયેલ 19 October 2021

ઝાંખી

સમગ્ર કોરોનાવાયરસ (કોવિડ-19) મહામારી દરમિયાન, કોવિડ-19 થી સૌથી વધારે જોખમ પર રહેલા લોકોને સહાય કરવા અને રક્ષણ કરવામાં સંભાળ ગૃહનાં કર્મચારીઓએ અસાધારણ કાર્ય કર્યું છે. સમગ્ર ક્ષેત્રનાં લોકો આ અભૂતપૂર્વ પડકાર સામે ઉભા રહી અને તેઓ જેઓની કાળજી રાખે છે તેઓની સુરક્ષા માટે ફરજનાં આહ્વાનથી પણ ઉપર ગયા છે.

કોવિડ-19 નાં સૌથી વધારે જોખમ પર રહેલા કેટલાક લોકો માટે કાળજી લેવા માટે પાછલા 18 મહિનામાં સંભાળ ગૃહોમાં રહેલા લોકોએ જે અદ્ભૂત કાર્ય કર્યું છે તેની અમે કદર કરીએ છીએ. અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે સંભાળ ગૃહો તેઓમાં કામ કરતા કર્મચારીઓ અને તેઓ જેઓની સંભાળ લે છે તેવા લોકો માટે શક્ય તેટલા સુરક્ષિત હોય. અમે માનીએ છીએ કે આમ કરવાની શ્રેષ્ઠ રીત એ બાબત સુનિશ્ચિત કરવાની છે કે રસીકરણની ઑફર લઇ શકતી દરેક વ્યક્તિ તે લે.

રસીકરણ કર્મચારીઓ અને સંભાળ ગૃહનાં નિવાસીઓ એમ બન્ને માટે વાયરસ સામે શ્રેષ્ઠ રક્ષણ ઑફર કરે છે. 11 નવેમ્બર 2021 થી, સંભાળ ગૃહનાં તમામ કર્મચારીઓ, અને સંભાળ ગૃહમાં પ્રવેશ કરનાર કોઇપણ વ્યક્તિને સંપૂર્ણ રીતે રસીકરણ કરેલ હોવાની જરૂર પડશે, અન્યથા તેઓને જો નિયમનો અંતર્ગત છૂટ મળી હોય.

રસીકરણોને ઓનલાઇન નેશનલ બૂકિંગ સર્વિસ મારફત અથવા 119 પર ફોન કરીને બૂક કરી શકાય છે. એડવાન્સમાં બૂક કરવાની જરૂરીયાત વગર સમગ્ર દેશમાં સેંકડો વોક-ઇન કેન્દ્રોમાંથી કોઇ એકની મુલાકાત લઇને પણ તે શક્ય છે. iતમારું સૌથી નજીકનું કેન્દ્ર શોધો.

અમલીકરણની સમયરેખા

Timeline for the vaccination of care home workers

મગજમાં રાખવાની મહત્વની તારીખો આ મુજબ છે:

  • 22 જુલાઇ (આ તારીખે કૃપા અવધી શરૂ થાય છે)
  • 16 સપ્ટેમ્બર (સંભાળ ગૃહનાં કર્મચારીઓ માટે તેઓનો પ્રથમ ડોઝ લેવાની અંતિમ તારીખ જેથી નિયમનો અમલમાં આવે ત્યાં સુધીમાં તેઓ સંપૂર્ણ રસીકરણ કરેલા હોય)
  • 11 નવેમ્બર (નિયમનો અમલમાં આવે છે)

માર્ગદર્શનનો કેવી રીતે ઉપયોગ કરવો

આ માર્ગદર્શનનો હેતુ

આ માર્ગદર્શન સંભાળ ગૃહમાં નિયમનકારી પ્રવૃત્તિ – જે નર્સિંગ અથવા વ્યક્તિગત સંભાળ સાથે રહેઠાણની જોગવાઇ તેને લાગું પડે છે આરોગ્ય અને સામાજીક સંભાળ અધિનિયમ 2008 (નિયમનકારી પ્રવૃત્તિઓ) (સુધારો) (કોરોનાવાયરસ) નિયમનો 2021 (‘નિયમનો’) નાં અમલીકરણમાં સહાય કરવામાં મદદ કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિયમનોની આવશ્યકતા છે કે વ્યક્તિનું સંપૂર્ણ રસીકરણ ન થયેલું હોય તો તે વ્યક્તિ અંદરનાં પરિસરમાં પ્રવેશ ન કરે તે સુનિશ્ચિત કરવાનું કામ કેર ક્વૉલિટી કમિશન (CQC) પર નોંધણી થયેલા સંભાળ ગૃહો (જે નર્સિંગ અથવા વ્યક્તિગત સંભાળ સાથે રહેઠાળ પ્રદાન કરે છે) નાં તમામ નોંધણી થયેલા વ્યક્તિઓનું છે. આ કેટલીક મૂક્તિઓને આધિન છે.

આ નિયમનોને 22 જૂન 2021 નાં રોજ સંસદમાં રાખવામાં આવ્યા હતા અને 22 જુલાઇ 2021 નાં રોજ બનાવવામાં આવ્યા હતા.

આ માર્ગદર્શન કોન તરફ લક્ષ્યાંકિત છે

આ માર્ગદર્શન નર્સિંગ અને વ્યક્તિગત સંભાળની આવશ્યકતા હોય તેવી વ્યક્તિઓ માટે રહેઠાળ પ્રદાન કરતા CQC-નિયંત્રિત સંભાળ ગૃહોનાં સેવા પ્રદાતાઓ, નોંધણી થયેલા વ્યક્તિઓ, સ્થાનિક સત્તાધિકારીઓ, કર્મચારીઓ (એજન્સી સ્ટાફ સહિત) અને રહેવાસીઓ તરફ લક્ષ્યાંકિત છે.

આ માર્ગદર્શન આ સંસ્થાપનોમાં પ્રવેશ કરતા તમામ વ્યાવસાયિકો અને વેપારી લોકોને પણ લાગું પડે છે.

પરિચય

રસીની શરૂઆત કરવી

સ્થાનિક સત્તાધિકારીતાઓ સાથેની ભાગીદારીમાં સમગ્ર સંમાજીક સંભાળ ક્ષેત્ર અને NHS ની અસરકારક આગેવાની અને સહયોગને કારણે, તથા કર્મચારીઓને સમર્થન અને પ્રોત્સાહન આપવામાં સંભાળ ગૃહોનાં વ્યવસ્થાપકોનાં સમર્પણને કારણે કોવિડ-19 રસીકરણની શરૂઆત અસાધારણ રહી છે. અત્યારે ઇંગ્લેન્ડમાં 1.26 મિલિયન કરતા વધારે સોમોજીક સંભાળ કર્મચારીઓનું સંપૂર્ણ રસીકરણ થયેલું છે – જે કોવિડ-19 થી ગંભિર રીતે બિમાર પડવા કે મૃત્યુ પામવાથી તેઓનું, તેઓનું પ્રિયજનોનું, અને તેઓ કાળજી રાખે છે તેવા લોકોનું રક્ષણ કરવા માટેનું એક મહત્વનું પગલું છે.

રસી લેવી શા માટે મહત્વપૂર્ણ છે

ગત દોઢ વર્ષમાં, દૂર્ભાગ્યપૂર્ણ રીતે કોવિડ-19 ને હજારો જીવ લીધા છે, ખાસ કરીને, સુષુપ્ત આરોગ્યની સ્થિતિઓ ધરાવતા અને જેઓને સંભાળ ગૃહમાં પ્રદાન કરવામાં આવતા સ્તરની સંભાળની જરૂર હોય તેવા વૃદ્ધ લોકોમાં.

સાયન્ટિફિક એડવાઇઝરી ગ્રુપ ફોર ઇમર્જન્સીઝ (SAGE) સામાજીક સંભાળ કાર્યકારી જૂથ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ખાસ કરીને કોવિડ-19 ચેપ બાદનાં તીવ્ર પરિણામોનાં ઉચ્ચ જોખમ અને બંધિયાર સંસ્થાપનોમાં ફેલાવાનાં જોખમનાં સંયોજનનાં કારણે સંભાળ ગૃહોમાં રહેતા લોકોને અસર પડી છે.

જાન્યુઆરી 2021 થી, સંભાળ ગૃહો દ્વારા 21 મિલિયન કરતા વધારે વખત કર્મચારીઓની તપાસ કરાવી છે અને 1.2 બિલિયન PPE ની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. તેમ છતા, આ સુરક્ષા અને સમર્પિત કર્મચારીઓનાં શ્રેષ્ઠ પ્રયાસો હોવા છતા, તમામ પ્રાંતોમાં તમામ નગરોમાં અમે ફેલાવો જોયો છે અને આ વર્ષની શરૂઆતથી કોવિડ-19 થી સંભાળ ગૃહનાં આશરે 14,000 નિવાસીઓ મૃત્યુ પામ્યા છે.

હવે એક વસ્તુ છે જે મહત્વપૂર્ણ તફાવત લાવી રહી છે, અને તે સંભાળ ગૃહનાં નિવાસીઓ અને કર્મચારીઓનાં જીવન બચાવવા: રસીકરણ.

રસીકરણ કરેલા લોકો કોવિડ-19 નાં પરિણામે થતી તીવ્ર બિમારીઓ અને મૃત્યુથી વધારે સારી રીતે સુરક્ષીત છે. ચેપ અને મૃત્યુ પરનાં રસીકરણ કાર્યક્રમની પ્રત્યક્ષ અને પરોક્ષ અસર પર પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (PHE) દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ સૂચવે છે કે 15 જુલાઇ 2021 પ્રમાણે રસીકરણ કાર્યક્રમથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત થયા પછીથી 11 અને 12.5 મિલિયન વચ્ચે ચેપ અને 35,200 અને 38,600 વચ્ચે મૃત્યુ થતા અટકાવ્યા છે.

એવો પુરાવો છે જે સૂચવે છે કે કોવિડ-19 રસી ચેપ લાગેલા લોકોને અન્ય લોકોને ચેપગ્રસ્ત કરતા પણ અટકાવે છે. PHE દ્વારા કરવામાં આવેલું સંશોધન દર્શાવે છે કે Pfizer-BioNTech અથવા AstraZeneca રસીનો એક ડોઝ મેળવ્યાનાં 3 સપ્તાહ બાદ ચેપગ્રસ્ત થયા હોય તેવા લોકો રસીકરણ ન થયેલા લોકો કરતા તેઓનાં ઘરનાં સંપર્કોમાં 38% અને 49% વચ્ચે વાયરસનો ઓછો ફેલાવો કરતા હતા.

UK દ્વારા અધિકૃત રીતે મોટાભાગનાં કોવિડ-19 કાનૂની નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હોવા છતા, આ વાયરસ એકસમાન આકાર અથવા સ્વરૂપમાં રહે છે અને આપણે તેની સાથે રહેતા શિખવું પડશે. તેનો ફેલાવો થવાનું ચાલું રહેશે, સંભવિત રીતે નવા વૈવિધ્યોમાં વિકાસ પામશે.

સંભાળ ગૃહોનાં નિવાસીઓમાં રસી લેવાની બાબત પ્રબળ રીતે લેવાનું જોયું હોવા છતા, એવા કેટલાક લોકો હોય છે જેઓને રસી આપી શકાતી નથી અને કેટલાક એવા લોકો હોય છે જેનાં પર રસીકરણ ઓછું અસરકારક હોય છે. તેથી કેટલાક નિવાસીઓ કોવિડ-19 નાં પરિણામોનાં વધારે મોટા જોખમ પર રહેવાનું ચાલું રહે છે. આ શિયાળામાં, તેઓની ઉંમર, સુષુપ્ત આરોગ્યની સ્થિતિઓ, અથવા અક્ષમતાઓનાં કારણે ઉંચા જોખમ પર હોઇ શકે તેવા સંભાળ ગૃહનાં નિવાસીઓ માટે કોવિડ-19 અને ફ્લૂનું સંભવિત સંયોજન જીવલેણ બની રહેશે.

કોવિડ-19 સામે રસીકરણ એ કર્મચારીઓ પોતાને અને તેઓ જેઓની સંભાળ રાખે છે તેઓને વાયરસની અસરોથી સુરક્ષિત રાખવાની શ્રેષ્ઠ રીત છે. લોકો કાર્યબળમાં પ્રવેશ કરી રહ્યા છે તે સાથે, હાલમાં, અને ભવિષ્યમાં કર્મચારીઓનાં રસીકરણનાં ઉંચા સ્તરો જાળવી રાખવા ઉચ્ચ-જોખમવાળા સંસ્થાપનોમાં રહેવાનું ચાલું રાખતા સંભાળ ગૃહોમાં ફેલાવાનાં જોખમને ન્યૂનત્તમ કરવા માટે મહત્વપૂર્ણ છે.

કોવિડ-19 રસીઓ વિશેની માહિતી ક્યાંથી શોધવી

આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આ નવા નિયમનો અસરમાં આવતા રહે છે, તે ખુબ જ મહત્વપૂર્ણ છે કે રસી લેવા માટે સંભાળ ગૃહનાં કર્મચારીઓને સહાય અને પ્રોત્સાહિત કરવાનાં આપણા પ્રયાસો આપણે જાળવી રાખીએ. આપણે જાણીએ છીએ કે વિશ્વસનિય વડીલો અથવા તબીબી વ્યાવસાયિકો સાથેનાં સંવાદો વાસ્તવિક તફાવત લાવી શકે છે. રસી વિશેની માહિતી ધરાવતા જાહેર થયેલા સ્ત્રોતોની એવી શ્રેણી છે જેનો ઉપયોગ તે મુશ્કેલ સંવાદોને સમર્થન આપવા માટે કરી શકાય છે, તે તમામ 19 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે:

કોવિડ-19 રસીકરણ: પુખ્ત લોકો માટે માર્ગદર્શન

કોવિડ-19 રસીકરણ: રસીકરણ બાદ શું અપેક્ષા રાખવી

કોવિડ-19 રસીકરણ અને લોહી ગંઠાવુ

કોવિડ-19 રસીકરણ: બાળક ધારણ કરવાની ઉંમરની, હાલમાં સગર્ભા અથવા સ્તનપાન કરાવતી સ્ત્રીઓ

કોવિડ-19 રસીકરણ: સરળતાથી વાંચ્ય પત્રિકાઓ

NHS ઇંગ્લેન્ડ અને NHS ઇમ્પ્રુવમેન્ટ લંડન: કોવિડ-19 રસીની સંચાર સામગ્રીઓ (વિવિધ ભાષાઓમાં વિડીયો)

ડીપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એન્ડ સોશિયલ કેર દ્વારા એવા સ્ત્રોતોની ટૂલકિટ બનાવવામાં આવી છે જે પુખ્ત સામાજીક સંભાળ ક્ષેત્ર માટે ખાસ બનાવવામાં આવી છે. આ પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડનાં અભિયાન સંસાધન કેન્દ્ર પર ઓનલાઇન ઉપલબ્ધ છે: પુખ્ત સામાજીક સંભાળ માટે રસીનાં સંચારો.

આ ટૂલકિટને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે જેમાં આનો સમાવેશ થાય છે:

  • કોવિડ-19 રસીઓ પર હિતધારકનાં પ્રશ્નો અને જવાબો
  • રસીઓ વિશેની સામાન્ય ચિંતાઓને સંબોધતું માર્ગદર્શન અને સ્ત્રોતો, જેમ કે ફળદ્રુપતા, ઘટક દ્રવ્યો, એલર્જીઓ અને પ્રસુતિની ઝડપ
  • રસી લઇ રહેલા લોકોને કેવી રીતે પુનઃખાતરી આપવી તેના પર સલાહ
  • રસીઓ વિશે ચર્ચા કરતા તબીબી નિષ્ણાંતોની વિડીયો ક્લિપ્સ
  • પોતાની રસીકરણની વાતો શેર કરતા સામાજીક સંભાળ કર્મચારીઓની વિડીયો ક્લિપ્સ અને કેસ અભ્યાસો

કમ્યુનિટી ચેમ્પિયન્સ પ્રોગ્રામ મારફત પણ સપોર્ટ ઉપલબ્ધ છે જેણે સમગ્ર ઇંગ્લેન્ડમાં 60 કાઉન્સિલો અને સ્વયંસેવક જૂથોને 23.7 મિલિયનનું ભંડોળ ફાળવ્યું છે. રસીમાં વિશ્વાસને વધારવા માટે કમ્યુનિટી ચેમ્પિયન્સ સીધા જ કોવિડ-19 દ્વારા બેહદ અસરગ્રસ્ત સમુદાયો સાથે કામ કરે છે. NHS અને પબ્લિક હેલ્થ ટીમોની સાથે, તેઓ સુલભતાનાં અવરોધો દૂર કરવા માટે રસી વિશેનાં પ્રશ્નોનાં જવાબો આપવાનું અને સૂચિત નિર્ણયો લેવામાં સપોર્ટ કરવાનું કામ કરે છે.

રસી લેવાનાં અભિયાનનાં ચાલું કામનાં કાર્યક્રમ પર વધુ માહિતી, સુલભતામાં સુધારો કરવાનાં પગલાઓ અને રસી લેવામાં ખચકાટ અનુભવતા હોય તેવા લોકોની ચિંતાઓનું સંબોધન કરવા સહિત, UK કોવિડ-19 રસીકરણ લેવાનો પ્લાન (13 ફેબ્રુઆરી 2021 નાં રોજ પ્રકાશિત) માં સ્થાપિત કરેલી છે.

નીતિ

નિયમનોનો સારાંશ

આ નિયમનોની આવશ્યકતા છે કે સંભાળ ગૃહમાં નર્સિંગ અથવા વ્યક્તિગત સંભાળની આવશ્યકતા હોય તેવા લોકોનાં રહેઠાળનાં તમામ CQC-નોંધણી પામેલા સેવા પ્રદાતાઓએ (અથવા નોંધણી પામેલા વ્યવસ્થાપકોએ) તે સુનિશ્ચિત કરવું અનિવાર્ય છે કે વ્યક્તિ સંભાળ ગૃહમાં પ્રવેશ ન કરે અન્યથા જો:

  • વ્યક્તિ નોંધણી પામેલા વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સંભાળ ગૃહમાં નિવાસ કરતી હોય (નિવાસી) – ‘નોંધણી પામેલી વ્યક્તિ’ અર્થાત નિયમનકારી પ્રવૃત્તિનાં સંબંધમાં વ્યવસ્થાપક અથવા સેવા પ્રદાતા તરીકે CQC સાથે નોંધણી થયેલી વ્યક્તિ – આ કિસ્સામાં, નર્સિંગ અથવા વ્યક્તિગત સંભાળની આવશ્યકતા ધરાવતી વ્યક્તિઓ માટે રહેઠાણની જોગવાઇ માટેની નિયમનકારી પ્રવૃત્તિ
  • વ્યક્તિએ નોંધણી પામેલી વ્યક્તિને (અથવા નોંધણી પામેલી વ્યક્તિ વતી કાર્ય કરતા લોકોને) સંતોષકારક પૂરાવો પ્રદાન કર્યો હોય કે:
    • તેઓનું અધિકૃત રસીનાં સંપૂર્ણ કોર્સ સાથે રસીકરણ કરેલું છે (વ્યક્તિ સાબિત કરી શકે છે કે તેઓનું સંપૂર્ણ રસીકરણ થયેલું છે)
    • તબીબી કારણોસર, તેઓનું રસીકરણ ન થવું જોઇએ (તબીબી કારણોસર વ્યક્તિને મૂક્તિ મળેલી હોય) – વધુ વિગત નીચે આપેલી છે
  • સંભાળ ગૃહમાં ઇમર્જન્સી સહાયતા પ્રદાન કરવા માટે વ્યક્તિ માટે તે વાજબી રીતે જરૂરી હોય (વધુ વિગત નીચે આપેલી છે)
  • સંભાળ ગૃહમાં અરજન્ટ જાળવણી સહાયતા પ્રદાન કરવા માટે વ્યક્તિ માટે તે વાજબી રીતે જરૂરી હોય (વધુ વિગત નીચે આપેલી છે)
  • તેઓની ફરજો બજાવવામાં આપાત્તકાલિન સેવાઓનાં સભ્યો હોય તેવી વ્યક્તિ (વધુ વિગત નીચે આપેલી છે)
  • નિવાસીની મુલાકાત લઇ રહેલા હોય તેવા નિવાસીનાં મિત્ર અથવા સંબંધી વ્યક્તિ (વધુ વિગત નીચે આપેલી છે – આમાં ચૂકવણી વગરનાં સંભાળ લેનારાઓ અથવા પદનામિત મહત્વની સંભાળ આપનારાઓનો પણ સમાવેશ થાય છે)
  • મૃત્યુ પામી રહેલા નિવાસીની મુલાકાત લઇ રહેલી વ્યક્તિ (વધુ વિગત નીચે આપેલી છે)
  • સંબંધી અથવા મિત્રનાં મૃત્યુ બાદ નિવાસીનાં સંતાપનાં સંબંધમાં નિવાસીને આરામદાયકતા પ્રદાન કરવાનું અથવા સપોર્ટ કરવાનું વ્યક્તિ માટે વાજબી રીતે જરૂરી હોય છે (વધુ વિગત નીચે આપેલી છે)
  • વ્યક્તિ 18 વર્ષથી ઓછી ઉંમરની હોય (વધુ વિગત નીચે આપેલી છી)

રસીકરણની આવશ્યકતા માત્ર એવા લોકો માટે લાગું પડે છે જેઓ સંભાળ સંસ્થાપનની અંદર જતા હોય (‘સંભાળ ગૃહ’ માટેની વ્યાખ્યામાં કોઇપણ આસપાસની જગ્યાઓનો સમાવેશ થતો નથી). જ્યાં સુધી કોઇ વ્યક્તિ ઇમારતમાં પ્રવેશ કરતી ન હોય, ત્યાં સુધી તેઓને રસીકરણની સ્થિતિ દર્શાવવાની જરૂર રહેશે નહીં.

નોંધણી પામેલી વ્યક્તિઓ

નોંધણી પામેલી વ્યક્તિ તે સુનિશ્ચિત કરવા જવાબદાર છે કે તેઓનાં સંભાળ ગૃહમાં પ્રવેશ કરતી દરેક વ્યક્તિ રસીકરણ થયેલી હોય અથવા મૂક્તિ મેળવેલી હોય.

નોંધણી પામેલી વ્યક્તિ એવી વ્યક્તિ હશે જેણે વ્યવસ્થાપક અથવા સેવા પ્રદાતા તરીકે CQC સાથે નોંધણી પામેલી હોય.

નોંધણી પામેલી વ્યક્તિ નિયમનોનાં અનુપાલનમાં મદદ કરવા માટે કેટલાક કાર્યો કરવા માટે અન્ય વ્યક્તિ માટે ગોઠવણો કરી શકે છે. આ સ્વિકાર્ય છે તે સાથે, નોંધણી માપેલી વ્યક્તિ નિયમનોનાં અનુપાલન માટે કાનૂની રીતે જવાબદાર રહે છે.

નોંધણી પામેલી વ્યક્તિઓ માટે આ આવશ્યકતાઓનો અર્થ શું થાય છે તેનાં પર માહિતી છે.

બૂસ્ટર ડોઝ

હાલમાં બૂસ્ટર ડોઝનો નિયમનોમાં થતો નથી, પરંતુ વ્યવસ્થાપકોને પ્રબળ સલાહ આપવામાં આવે છે કે તેઓ જો લાયક હોય તો કર્મચારીઓને બૂસ્ટર રસીઓ લેવા માટે પ્રોત્સાહિત કરે, અને બૂસ્ટર રસીની જોગવાઇઓને ભવિષ્યમાં નિયમનોમાં ઉમેરવામાં આવી શકે છે.

નિવાસીઓ

જો કોઇ વ્યક્તિ નિવાસી હોય અથવા નિવાસી તરીકે દાખલ કરવામાં આવી રહી હોય, તો તેઓ અને સાથ આપી રહેલ મિત્ર અથવા સંબંધીને રસીકરણનાં પૂરાવાની આવશ્યકતા રહેશે નહીં.

જોકે, NHS સહકર્મીઓએ અગાઉ સંભાળ ગૃહોની લીધેલી પુનરાવર્તિત મુલાકાતો પર આગળ વધતા, અમે સંભાળ ગૃહોમાં રહેતા લોકોને શક્ય તેટલા વહેલા રસીકરણ લેવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

નિયમનોની આવશ્યકતા છે કે ભાવિ નિવાસીઓ અને સંભાળ ગૃહની મુલાકાત લઇ રહેલા તેઓનાં પરિવારજનો રસીકરણ અથવા તબીબી મૂક્તિનો પૂરાવો પ્રદાન કરે. સંભાળ ગૃહનાં વ્યવસ્થાપકો રસીકરણ ન કરાવેલું હોય તેવા કોઇપણ ભાવિ નિવાસીઓ માટે વિડીયો મારફત દૂરસ્થ મુલાકાતો પર વિચાર કરી શકે છે. અમે ભાવિ નિવાસીઓ માટેનાં આ નિયંત્રણની અસર પર દેખરેખ રાખીશું.

આપાત્તકાલિન સહાયતા

જો સંભાળ ગૃહમાં જ કોઇ ઘટના માટે અથવા આસપાસની ઇમારતમાં અકસ્માતનાં સંબંધમાં આપાત્તકાલિન સહાયતા માટે કોઇ વ્યક્તિ સંભાળ ગૃહમાં પ્રવેશ કરી રહી હોય (ઉદાહરણ તરીકે, જો આગનાં પ્રતિભાવ માટે પ્રવેશ આવશ્યક હોય), તો તેઓને રસીકરણ અથવા તબીબી મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર પડશે નહીં.

નીચે સ્થાપિત માર્ગદર્શનને અનુરૂપ પરિસ્થિતિ આપાત્તકાલિન છે કે નહીં તેનું નિર્ધારણ કરવા માટે તેઓનાં વ્યાવસાયિક નિર્ણયનો ઉપયોગ કરવાની જવાબદારી નોંધણી પામેલી વ્યક્તિની છે. નોંધણી પામેલી વ્યક્તિઓ રસીકરણ અથવા મૂક્તિનો પૂરાવો બતાવ્યા વગર ગૃહમાં પ્રવેશ કરતી વ્યક્તિઓ જેમાં પ્રવેશ કરે તે સંજોગોની વિગતો સહિત, તમામ આપાત્તકાલિન પરિસ્થિતિઓનો લૉગ રાખે તે અપેક્ષિત હશે.

આપાત્તકાલિન પરિસ્થિતિમાં આ મુજબનો સમાવેશ થઇ શકે છે (પરંતુ તેટલા પૂરતી મર્યાદિત નથી):

  • પૂર અથવા આગની ઘટનામાં સહાય કરતા જનતાનાં સભ્યો
  • તાત્કાલિક સુરક્ષાની ચિંતાઓનો પ્રતિભાવ આપતા સામાજીક કાર્યકર્તાઓ

આપાત્તકાલિન સેવાઓ

આપાત્તકાલિન સહાયતા પ્રદાન કરવા ઉપરાંત, તેઓની ફરજોનાં ભાગરૂપે સંભાળ ગૃહમાં આવતા આપાત્તકાલિન સેવાઓનાં કર્મચારીઓને આ આવશ્યકતામાંથી મૂક્તિ આપવામાં આવે છે.

આમાં આ મુજબનો સમાવેશ થાય છે:

  • તેઓની ફરજોનાં ભાગરૂપે સંભાળ ગૃહમાં આવતા આગ અને બચાવ સેવાઓનાં સભ્યો
  • તેઓની ફરજોનાં ભાગરૂપે સંભાળ ગૃહમાં આવતા પોલિસ સેવાનાં સભ્યો
  • આપાત્તકાલિન પ્રતિભાવ માટે કામ પર રાખેલા આરોગ્ય સેવાનાં સભ્યો

મિત્રો, સંબંધીઓ અને મહત્વની સંભાળ આપનારાઓ

મિત્રો, પરિવારજનો (જેઓ ચૂકવણી વગરનાં સંભાળ લેનારાઓ પણ હોઇ શકે છે) અને મહત્વની સંભાળ આપનારાઓને રસીકરણ કે તબીબી મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર પડશે નહીં.

સંભાળ ગૃહોમાં રહેલા લોકોનાં આરોગ્ય અને સુખાકારી માટે પરિવારજનો અને મિત્રોની મુલાકાતો અતિ મહત્વની હોય છે. નિવાસીઓને તેઓનાં પ્રિયજનો સાથે સંપર્કથી, અને તેઓની સંભાળથી વંચિત રાખવા બિનવિવેકી નિષેધ ગણાશે.

સ્થળમાં રાખવા જોઇએ તેવા ચેપ અટકાવ અને નિયંત્રણનાં પગલાઓ પર સરકારી માર્ગદર્શનનું અનુસરણ કરવું જોઇએ.

અરજન્ટ જાણવણી કાર્ય

જો કાર્ય માત્ર સંભાળ ગૃહની બહાર કરવામાં આવી રહ્યું હોય અને જાળવણી કરી રહેલા વ્યક્તિઓને સંભાળ ગૃહમાં પ્રવેશ કરવાની જરૂર ન હોય, તો તેવી વ્યક્તિઓને રસીકરણ કે તબીબી મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર નથી.

જો સંભાળ ગૃહની અંદર કાર્ય કરવાની આવશ્યકતા હોય, તો જાળવણી કરી રહેલી વ્યક્તિઓને રસીકરણ કે તબીબી મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર પડશે.

તેમ છતા, જો જીવનનાં જોખમ અથવા સંભાળની સાતત્યતાની ઘટનામાં અરજન્ટ જાળવણી કાર્ય આવશ્યક હોય, તો કર્મચારીઓને આ આવશ્યકતાઓમાંથી મૂક્તિ મળેલી છે. આમાં આ મુજબનો સમાવેશ થઇ શકે છે (પરંતુ તેટલા પૂરતું મર્યાદિત નથી):

  • ગેસ, વિજળી અથવા પાણીનાં પૂરવઠામાં ભંગાણ અથવા ક્ષતિ
  • જોખમી વિજળીની ક્ષતિ
  • આગ, પૂર, તોફાન અથવા વિસ્ફોટ દ્વારા થયેલ ગંભિર નુકશાન
  • અતિવૃષ્ટિ પાણીની સેવા
  • ગંભિર છાપરાનું ગળતર
  • ગેસનું ગળતર
  • સંભાળ ગૃહમાં થયેલી કોઇપણ ક્ષતિ અથવા નુકશાની જે સંભાળ ગૃહને અસુરક્ષિત અથવા અસલામત બનાવતી હોય
  • લિફ્ટ અથવા દાદરમાં ગંભિર ક્ષતિ

પરિસ્થિતિમાં અરજન્ટ જાળવણીનાં કાર્યની આવશ્યકતા છે કે નહીં તેનું નિર્ધારણ કરવા તેઓનાં વ્યાવસાયિક નિર્ણય લેવાની જવાબદારી વ્યવસ્થાપકની છે. જે સમય દરમિયાન રસીકરણ અથવા તબીબી મૂક્તિનો પૂરાવો બતાવ્યા વગર લોકોએ ગૃહમાં પ્રવેશ કર્યો હોય તેવા તમામ જાળવણીનાં કાર્યની, અને રેકોર્ડ જાળવણીનાં હેતુઓ માટે ઘટનાનું સંક્ષિપ્ત વિવરણનો લૉગ વ્યવસ્થાપકો રાખે તેવું અપેક્ષિત હશે.

મૃત્યુ અને સંતાપ

એવા લોકોને રસીકરણ કે મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર નથી જો તેઓ મૃત્યુ પામી રહેલા નિવાસીની મુલાકાત લઇ રહ્યા હોય (જે તેનાં જીવનનાં અંતિમ દિવસોમાં હોય) અથવા તેઓ સંબંધી અથવા મિત્રનાં મૃત્યુ બાદ નિવાસીને સપોર્ટ પ્રદાન કરી રહ્યા હોય.

તેથી નિવાસી માટે ધાર્મિક વિધીઓ કરી રહેલા લોકોને પણ રસીકરણની સ્થિતિનો પૂરાવો બતાવવાની જરૂર નથી.

સંભાળ ગૃહમાં પ્રવેશ કરતી વખતે અંતિમક્રિયા નિર્દેશકો અને તેઓનાં કર્મચારીઓને રસીકરણ કે મૂક્તિનો પૂરાવો બતાવવો અનિવાર્ય રહેશે.

18 વર્ષથી નીચેની વ્યક્તિ

18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ સંભાળ ગૃહમાં પ્રવેશ કરતા પહેલા રસીકરણ કે મૂક્તિનો પૂરાવો પ્રદાન કરવાની અનિવાર્યતા નથી. 16 વર્ષ અને વધારે ઉંમરનાં ફ્રન્ટલાઇન આરોગ્ય અને સંભાળ કર્મચારીઓ રસી માટે લાયક છે અને તેઓએ સુનિચ્છિત કરવું જોઇએ કે તેઓ 18 વર્ષનાં થાય તે પહેલા મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા મંજુર કરાયેલ કોવિડ-19 રસીનો સંપૂર્ણ કોર્સ લે. 17 વર્ષની ઉંમરનાં તમામ લોકો તેઓનાં 18 માં જન્મદિવસ પહેલા 3 મહિના સુધીમાં રસી બૂક કરાવવા સક્ષમ બનશે.

18 વર્ષથી ઓછી ઉંમરના મુલાકાત લઇ રહેલા વ્યાવસાયિકો રસીકરણની સ્થિતિનો પૂરાવો બતાવ્યા વગર સંભાળ ગૃહમાં પ્રવેશ કરી શકશે, પરંતુ તેઓ 18 વર્ષથી ઓછી ઉંમરનાં છે તેવા પૂરાવાનું તેઓએ નિરૂપણ કરવાની જરૂર પડી શકે છે. તેઓ 18 વર્ષનાં થાય તે સાથે, તેઓ MHRA દ્વારા મંજૂર કરાયેલ કોવિડ-19 રસીનો સંપૂર્ણ કોર્સ ન લે ત્યાં સુધી આવાસમાં પ્રવેશ કરી શકશે નહીં.

સ્કિલ્સ ફૉર કેર 16 અને 17 વર્ષની ઉંમરનાં લોકોને નોકરી પર રાખવા પર માર્ગદર્શન માટેની વધુ વિગતો ધરાવે છે (under ‘16 અને 17 વર્ષની ઉંમરનાં કર્મચારીઓને નોકરી પર રાખરા પરના માર્ગદર્શન’ અંતર્ગત).

વિદ્યાર્થીઓ

તેઓનાં અભ્યાસોનાં ભાગરૂપે સંભાળ આવાસમાં પ્રવેશ કરતા તમામ વિદ્યાર્થીઓને રસીકરણ કે મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર પડશે, અન્યથા તેઓ 18 વર્ષથી ઓછી ઉંમરનાં હોય અથવા નિવાસીનાં પરિવારજનો કે મિત્ર તરીકે મુલાકાત લઇ રહ્યા હોય.

સ્વયંસેવકો

સંભાળ આવાસમાં પ્રવેશ કરતા તમામ સ્વયંસેવકોને રસીકરણ કે મૂક્તિનો પૂરાવો બતાવવાની જરૂર પડશે, અન્યથા તેઓ 18 વર્ષથી ઓછી ઉંમરનાં હોય.

બિન-સંભાળ સંસ્થાપનોમાંથી યાત્રા કરી રહેલા કર્મચારીઓ

તેઓની વ્યાવસાયિક જવાબદારીઓનાં ભાગરૂપે સંભાળ ગૃહમાં પ્રવેશ કરતી કોઇપણ વ્યક્તિને રસીકરણનો પૂરાવો બતાવવાની જરૂર પડશે અન્યથા જો તેઓને મૂક્તિ મળેલી હોય. તેથી, સામાન્ય રીતે બિન-સંભાળ સંસ્થાપનોમાં (જેમ કે કંપની હેડક્વાર્ટર્સમાં) કામ કરતા કર્મચારીઓને (જેમ કે ટ્રેઇનરો) જો તેઓ સંભાલ ગૃહમાં પ્રવેશ કરે તો રસીકરણની જરૂર પડે છે. આમાં એવા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેઓ હેરડ્રેસિંગ, જાળવણી અથવા પ્રવૃત્તિઓ જેવી બિન-સંભાળ-સંબંધિત સેવાઓ પહોંચાડતા ઘરમાં રહીને પાર્ટ-ટાઇમ અથવા પ્રસંગોપાત આધાર પર કામ કરતા હોય.

નોકરીનાં ઇન્ટર્વ્યૂ માટે સંભાળ ગૃહમાં પ્રવેશ કરવો

નોકરીનાં ઇન્ટર્વ્યૂ માટે સંભાળ ગૃહમાં પ્રવેશ કરતી કોઇપણ વ્યક્તિએ રસીકરણનો પૂરાનો બતાવવો અનિવાર્ય છે અન્યથા જો તેઓને મૂક્તિ મળેલી હોય.

જો કોઇ વ્યક્તિ રસીકરણ કરાવવાનો નિર્ધાર રાખતી હોય પરંતુ હજું રસીકરણ થયું ન હોય, તો તેવું ઇન્ટર્વ્યૂ સંભાળ ગૃહની બહાર અથવા દૂરસ્થ (વિડીયો કૉલ અથવા ટેલીફોન મારફત) કરવું જોઇએ.

નવા કર્મચારીઓની ભરતી

આ નિયમનો નોંધમી પામેલા પ્રદાતા દ્વારા ભરતી કરવામાં આવેલા નવા કર્મચારીઓને પણ લાગું પડે છે. તે નોંધ લેવી મહત્વપૂર્ણ છે કે માત્ર MHRA દ્વારા મંજુર કરાયેલી રસીનો સંપૂર્ણ કોર્સ લીધેલ અથવા આવશ્યકતામાંથી તબીબી રૂતે મૂક્તિ ધરાવતી નવી ભરતીઓ સંભાળ ગૃહમાં કામ કરવા માટે લાયક છે.

અરજી પ્રક્રિયાનાં પ્રારંભમાં સંભાળ ગૃહોએ ભાવિ કર્મચારીઓ અથવા ભરતીઓને સૂચિત કરવા જોઇએ, અને વ્યક્તિ સંભાળ ગૃહમાં કામ કરવા માટે લાયક છે તે સુનિશ્ચિત કરવા માટે ભરતી પ્રક્રિયા દરમિયાન યોગ્ય ચકાસણીઓ કરવી જોઇએ. નવા નિમાયેલા કર્મચારી સભ્ય માટે તેઓનાં રસીકરણની સ્થિતિ અથવા તબીબી મૂક્તિનો પૂરાવો પ્રદાન કર્યા બાદ જ સંભાળ ગૃહમાં કામ કરવાનું શક્ય બનશે.

ટપાલ, કૂરિયર અથવા અન્ય ડીલિવરીઓ અને કલેક્શનો કરવા

આ આવશ્યકતા માત્ર સંભાળ ગૃહની અંદર પ્રવેસ કરતા લોકોને જ લાગું પડે છે. જ્યાં સુધી વ્યક્તિ ઇમારતની અંદર પ્રવેશ ન કરતી હોય, ત્યાં સુધી ટપાલ, કૂરિયર અથવા અન્ય ડીલિવરીઓ અથવા કલેક્શનો કરતા લોકોને તેઓનાં રસીકરણ કે તબીબી મૂક્તિનાં પૂરાવા બતાવવાની જરૂર પડશે નહીં.

ઉદાહરણ તરીકે, જો ટપાલ કર્મચારીને સંભાળ ગૃહની અંદર પ્રવેશ કરવો અનિવાર્ય હોય, કારણ કે કર્મચારી સભ્યને ઉંચકવા માટે પેકેજ ખૂબ જ ભારે અથવા મોટું હોય, તો તેઓએ રસીકરણ અથવા મૂક્તિનો પૂરાવો બતાવવો અનિવાર્ય છે.

બિનસામેલ સંચાલનો

આ નિયમનો ઇંગ્લેન્ડમાં CQC સાથે નોંધણી પામેલા તમામ સંભાળ ગૃહોને લાગું પડે છે, પરંતુ સ્કોટલેન્ડ કે વેલ્શમાં રહેતા હોય પરંતુ ઇંગ્લેન્ડમાં કામ કરતા લોકોને હજું પણ ઇંગ્લિશ સંભાળ ગૃહોમાં રસીકરણ કે મૂક્તિનો પૂરાવો બતાવવાની અનિવાર્યતા રહે છે.

પૂરાવાનું નિરૂપણ કરવા પર સામાન્ય માર્ગદર્શન

આવશ્યક પૂરાવો

સંભાળ ગૃહમાં પ્રવેશ કરવા માટે, વ્યક્તિઓ તે નિરૂપણ કરવા સક્ષમ હોવા જોઇએ કે તેઓએ પોતાનો કોવિડ-19 રસીકરણનો સંપૂર્ણ કોર્સ લીધો છે, અન્યથા જો મૂક્તિઓ લાગું પડતી હોય. સંપૂર્ણ કોર્સને રસીનાં પ્રકારનાં આધાર પર, રસીનાં એક અથવા બે ડોઝ તરીકે સંદર્ભિત કરી શકાય છે. તેમાં બૂસ્ટર ડોઝને આવરવામાં આવતા નથી. બૂસ્ટર ડોઝને આવરી લેવા માટેની નીતિનાં વિસ્તરણ માટે નિયમનોમાં સુધારો કરવાની આવશ્યકતા રહેશે અને તે સંસદીય મંજુરીને આધિન રહેશે.

સંભાળ ગૃહ પર નોંધણી પામેલી વ્યક્તિએ (અથવા નોંધણી પામેલી વ્યક્તિ વતી કામ કરતા લોકોએ) સંભાળ ગૃહમાં પ્રવેશ કરી રહેલા લોકોની ઓળખ અને તેઓનાં રસીકરણનાં પૂરાવાની જાતે જ ઓળખ કરવાની જરૂરીયાત પૂર્ણ કરવાની રહેશે.

રસીકરણનાં પૂરાવાનું નિરૂપણ કેવી રીતે કરવું

NHS કોવિડ પાસ સેવાનો રસીકરણની સ્થિતિની ચકાસણી અને નિરૂપણ કરવા માટે નોંધણી પામેલી વ્યક્તિઓ અને કર્મચારીઓને સપોર્ટ કરવા માટે કેવી રીતે ઉપયોગ કરવો જોઇએ તેનાં પણ NHSX વિચારણા કરી રહી છે. મધ્યકાલિન રીતે, વ્યક્તિની રસીકરણની સ્થિતિ જોવા માટે પ્રવર્તમાન NHS કોવિડ પાસ સેવાનો ઉપયોગ કરવાનું નોંધણી પામેલી વ્યક્તિઓ પસંદ કરી શકે છે.

જો કર્મચારી સભ્ય ઇંગ્લેન્ડમાં રહેતો હોય

ઇંગ્લેન્ડમાં NHS દ્વારા રસીકરણ કરાયેલું હોય તેવી વ્યક્તિઓ નીચેની 3 રીતોથી NHS કોવિડ પાસ સેવાનો ઉપયોગ કરીને તેઓની રસીકરણની સ્થિતિનું નિરૂપણ કરી શકે છે:

  • NHS ઍપ
  • NHS વેબસાઇટ – NHS.uk
  • NHS કોવિડ પાસ લેટર

વ્યક્તિનાં NHS એપોઇન્ટમેન્ટ કાર્ડનો રસીકરણની સ્થિતિનાં પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

NHS ઍપ

વ્યક્તિની રસીકરણની સ્થિતિ NHS ઍપની NHS કોવિડ પાસ સેવાની અંદર જોઇ શકાય છે.

નોંધણી પામેલી વ્યક્તિ (અથવા નોંધણી પામેલી વ્યક્તિ વતી કાન કરતા લોકો) તેઓએ કોવિડ-19 રસીકરણનો સંપૂર્ણ કોર્સ લીધો છે તેની ખરાઇ કરવા માટે વ્યક્તિનાં રસીકરણનાં પૂરાવા તરીકે આને લઇ શકશે.

સંભાળ ગૃહમાં પ્રવેશ કરી રહેલા લોકોની રસીકરણની સ્થિતિની ચકાસણી કરવા પર વ્યવસ્થાપકો માટે વધુ માર્ગદર્શન નોંધણી પામેલી વ્યક્તિઓ પર નિર્દેશિત આ દસ્તાવેજનાં વિભાગમાં જોઇ શકાય છે.

NHS ઍપ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે – ઍપ વિશેની અને તેને કેવી રીતે ડાઉનલોડ કરવી તેનાં પર વધુ માહિતી ઉપલબ્ધ છે.

વેબ-આધારિત નિરાકરણ

NHS વેબસાઇટ મારફત પણ NHS કોવિડ પાસ ઍક્સેસ કરી શકાય છે. આ ઓનલાઇન પેજ મારફત NHS ઍપની અંદર સમાવિષ્ટ માહિતીને સમાન છે – અને તમારો NHS કોવિડ પાસ મેળવો મારફત ઍક્સેસ કરી શકાય છે.

Non-digital solution: NHS કોવિડ પાસ લેટર

વ્યક્તિ તેઓને ટપાલમાં મોકલેલ NHS કોવિડ પાસ લેટર મેળવી શકે છે, જે દર્શાવે છે કે કોવિડ-19 સામે તેઓનું રસીકરણ કર્યું છે. તેઓ આમ કરીને આ કરી શકે છે:

  • તમારો NHS કોવિડ પાસ મેળવો મારફત ઓનલાન કોવિડ પાસ લેટરની વિનંતી કરીને
  • 119 પર કૉલ કરીને (માત્ર ઇંગ્લેન્ડમાં રસીકરણ થયું હોય તેવા લોકો માટે)

વ્યક્તિ દ્વારા પછી તેઓની રસીકરણની સ્થિતિનું નિરૂપણ કરવા માટે આ પત્ર સંભાળ ગૃહો સમક્ષ પ્રસ્તૂત કરી શકાય છે વ્યક્તિઓને નિયમનો અમલમાં આવે ત્યાં સુધીમાં તેઓની રસીકરણની સ્થિતિનું નિરૂપણ કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્રાપ્ત કરવા અને આ માટે જવાબ હોવા જોઇએ તે માટે 5 કાર્યકારી દિનસો સુધી રાહ જોવાની જરૂર પડી શકે છે.

વ્યક્તિઓ પાસે NHS નંબર હોવાની અને ઇંગ્લેન્ડમાં રસીકરણ કરાવ્યું હોવાની જરૂર પડે છે, પરંતુ તેઓને NHS પાસ લેટર મેળવવા માટે GP સર્જરી સાથે નોંધણી કરાવેલી હોવાની કે NHS લોગિન ધરાવવાની જરૂર નથી.

જો વ્યક્તિ સ્કોટલેન્ડ અથવા વેલ્શમાં રહેતી હોય

તેઓનાં રસીકરણની સ્થિતિનો રેકોર્ડ કેવી રીતે પ્રાપ્ત કરવો તે સ્કોટલેન્ડમાં રસીકરણ કરાયેલું હોય તેવી વ્યક્તિઓ nhsinformscot પરથી જાણી શકે છે. વેલ્સમાં રસીકરણ કરાવ્યું હોય તેવા વ્યક્તિઓ તેમનીકોવિડ-19 રસીકરણનીસ્થિતિઅંગેનોઅહેવાલgov.walesપરથીકેવીરીતેમેળવવો તે માહિતી અહીંથી મેળવી શકે છે.

જો કોઈ વ્યક્તિએ યુકેની બહાર રસી પ્રાપ્ત કરી હોય

અમે જાણીએ છીએ કે કેટલીક વ્યક્તિઓએ યુકે બહાર રસી પ્રાપ્ત કરી હશે. અમે આના ઉકેલ પર કામ કરી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે આના પર વધુ માર્ગદર્શન આપીશું.

વધુ માર્ગદર્શન

રસીકરણની સ્થિતિ કેવી રીતે તપાસવી તે અંગે મેનેજરો માટે વધુ માર્ગદર્શન મેનેજરો પર નિર્દેશિત આ દસ્તાવેજના વિભાગ પર મળી શકે છે.

પોતાના કર્મચારીઓને રસીકરણ કેવી રીતે સમજાવવું તે અંગે સ્ટાફ માટે વધુ માર્ગદર્શન સ્ટાફ પર નિર્દેશિત આ દસ્તાવેજના વિભાગ પર મળી શકે છે.

તબીબી મુક્તિ પર સામાન્ય માર્ગદર્શન

ક્લિનિકલ કારણોને લીધે નાની સંખ્યામાં લોકોને રસીકરણ કરવું યોગ્ય નથી. આ લોકો આ જરૂરિયાતમાંથી તબીબી રીતે મંજૂર મુક્તિ લેવા માટે સક્ષમ હશે.

તબીબી મુક્તિ મેળવી શકે તેવા જૂથો

એવા કેટલાક સંજોગો છે જેમાં મુક્તિ આપવામાં આવી શકે છે ચેપી રોગ સામે ઇમ્યુનાઇઝેશન પરની ગ્રીન બુક, પ્રકરણ 14a અને રસીકરણ અને ઇમ્યુનાઇઝેશનની સંયુક્ત સમિતિ (JCVI) પાસેથી ક્લિનિકલ સલાહને પ્રતિબિંબિત કરશે.

જો સ્ટાફ વિચારે કે તેમને મુક્તિ આપવાનું ક્લિનિકલ કારણ હોઈ શકે છે તો તેમને અનુસરવા માટે એક સ્પષ્ટ પ્રક્રિયા હશે. આ પ્રક્રિયા સ્થાનિક ઇવેન્ટ્સ માટે પ્રમાણપત્ર, પુષ્ટિ પ્રાપ્ત સંપર્કો અને મુસાફરી માટે સ્વ-અલગતાથી મુક્તિઓ સાથે અનુરૂપ હશે. પ્રમાણપત્ર માટે માર્ગદર્શન વિકસાવવામાં આવી રહ્યું છે અને આ માર્ગદર્શન પ્રકાશિત થતાની સાથે જ તેના માટેની એક લિંક ઉમેરીશું.

અમે ક્લિનિશિયન્સ (તબીબો) માટે અલગ માર્ગદર્શન બનાવવાના છીએ, જે અન્ય જાહેર પર્યાવરણમાં રસી પ્રમાણપત્ર માટેના માર્ગદર્શન સાથે અનુરૂપ હશે. આ માર્ગદર્શનથી તબીબોને છૂટની ચકાસણી કરવામાં મદદ મળશે.

ટ્રાન્સમિશનનું જોખમ ઘટાડવા માટે અન્ય પગલાં

તે મહત્વનું છે કે કેર હોમ્સમાં પ્રવેશતા તમામ લોકો, રસીકરણમાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તે સહિત, ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે, PPE ના યોગ્ય ઉપયોગ સહિત ચેપ નિવારણ અને નિયંત્રણના પગલાંને અનુસરવાનું ચાલુ રાખે. જો કે, આ પગલાં વ્યક્તિઓને સંપૂર્ણ રીતે રસી આપવાની જરૂરિયાત માટેની અવેજી નથી, જે મુક્તિ સિવાય કેર હોમમાં પ્રવેશતા તમામ વ્યક્તિઓને લાગુ પડે છે.

ટ્રાન્સમિશનના જોખમને ઘટાડવા માટે, રસીકરણમાંથી મુક્તિ પ્રાપ્ત લોકો માટે જોખમ આકારણી થવી જોઈએ. આમાં તેમની ફરજોમાં ફેરફાર શામેલ હોઈ શકે છે જ્યાં આવા ફેરફાર યોગ્ય હોય. તે પણ ધ્યાનમાં લેવું જોઈએ કે રસીકરણમાંથી મુક્તિ પ્રાપ્ત લોકો તબીબી રીતે અત્યંત સંવેદનશીલ શ્રેણીમાં પણ હોઈ શકે છે.

પ્રદાતાઓએ તેની ખાતરી કરવાનું ચાલુ રાખવું જોઈએ કે જે કેર હોમમાં કામ કરતાં લોકો યોગ્ય PPE નો ઉપયોગ ચાલુ રાખે છે અને ચેપ નિવારણ નિયંત્રણ કાર્યવાહી નું પાલન કરે છે.

રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે માર્ગદર્શન

ઝાંખી

11 નવેમ્બર 2021 થી રજિસ્ટર્ડ વ્યક્તિઓ (મેનેજર અથવા સેવા પ્રદાતા તરીકે CQC સાથે રજીસ્ટર થયેલ વ્યક્તિ) એ ફરજિયાત ખાતરી કરવી જોઈએ કે તેઓ કોઈને કેર હોમની અંદર દાખલ થવા માટે મંજૂરી ન આપે, સિવાય કે તેઓ એક અધિકૃત રસીના સંપૂર્ણ ડોઝ પૂર્ણ કરેલ હોય અથવા કોઈ એક મુક્તિ જૂથ માં આવતા હોય. જ્યારે રજિસ્ટર્ડ વ્યક્તિની સૂચના હેઠળ કાર્યરત સ્ટાફના અન્ય સભ્યો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી શકે છે, ત્યારે છેવટે જરૂરિયાતો સાથે પાલનની ખાતરી કરવા માટે રજિસ્ટર્ડ વ્યક્તિઓ જવાબદાર છે. આ વિભાગનો હેતુ નિયમોના અમલીકરણ પર રજિસ્ટર્ડ વ્યક્તિઓને સલાહ આપવાનો છે. નિયમનોનો અમલ કેવી રીતે કરવો તે નક્કી કરતી વખતે, રજિસ્ટર્ડ વ્યક્તિએ ચેપના નિવારણ અને નિયંત્રણ પરના અભ્યાસની સંહિતા નો પણ સંદર્ભ લેવો આવશ્યક છે જે અમે હાલમાં અપડેટ કરી રહ્યા છીએ અને શક્ય તેટલી વહેલી તકે પ્રકાશિત કરીશું.

રસીકરણ અથવા મુક્તિની સ્થિતિ તપાસવી

રજિસ્ટર્ડ વ્યક્તિઓ (અથવા રજિસ્ટર્ડ વ્યક્તિ વતી કામ કરતા લોકો) એ તે તપાસવું પડશે કે કેર હોમમાં પ્રવેશવાની ઇચ્છા ધરાવતા તમામ વ્યક્તિઓને સંપૂર્ણ રસીકરણ પ્રાપ્ત કરેલ છે, સિવાય કે તેમને મુક્તિ આપવામાં આવતી હોય. આમાં એ ચકાસણીનો સમાવેશ થાય છે, ઉદાહરણ તરીકે, કેર હોમ સ્ટાફ, આરોગ્ય સંભાળ વ્યવસાયીઓ, CQC ઈન્સ્પેક્ટરો (નિરીક્ષકો), ટ્રેડ્સ પીપલ, હેરડ્રેસર (વાળંદ) અને બ્યુટિશિયન.

જરૂરિયાત માત્ર કેર હોમ પરિસરની અંદર દાખલ વ્યક્તિઓના સંદર્ભમાં લાગુ પડે છે અને રસીકરણ સ્થિતિ તપાસવા માટે સૌથી યોગ્ય કાર્યવાહીની ઓળખ કરવા માટે તે રજીસ્ટર વ્યક્તિ (અથવા તે રજીસ્ટર વ્યક્તિ વતી કામ કરતાં લોકો) મુજબ રહેશે.

નિયમો સાથેનું પાલન એક CQC નિરીક્ષક અથવા અન્ય વ્યક્તિને પ્રવેશ ન આપવા માટેનું યોગ્ય કારણ હશે, સિવાય કે તેઓને મુક્તિ પ્રાપ્ત હોય.

એવા કિસ્સાઓમાં કે જ્યાં કેર હોમ બહુવિધ ઇમારતો ધરાવતા હોય, કેર હોમ દરેક ઇમારતના પ્રવેશદ્વાર પર ચેક પોઈન્ટ રાખવાનું પસંદ કરી શકે છે. વૈકલ્પિક રીતે, રજિસ્ટર્ડ વ્યક્તિઓ અન્ય ઇમારતો પ્રવેશ કરવા માટે આગળ વધતા પહેલાં તમામ વ્યક્તિઓ રસીકૃત અથવા મુક્તિ પ્રાપ્ત તરીકે ચકાસાયેલ છે તે સુનિશ્ચિત કરવા માટે એક જ ચેક પોઇન્ટ બનાવવાનું પસંદ કરી શકે છે.

આ દસ્તાવેજના પુરાવા વિભાગને દર્શાવતું માર્ગદર્શન રસીકરણની સ્થિતિ દર્શાવવા માટેના પુરાવા તરીકે કયા પુરાવાઓના સ્વરૂપો સ્વીકાર્ય છે તે માટેની રૂપરેખા આપે છે. કોઈ વ્યક્તિના NHS એપોઈન્ટમેન્ટ કાર્ડને પૂરતા પુરાવા તરીકે સ્વીકારવું જોઈએ નહીં. અમે જાણીએ છીએ કે કેટલીક વ્યક્તિઓએ યુકે બહાર રસી પ્રાપ્ત કરી હશે. અમે આ ઉકેલ પર કામ કરી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે આ માટે સ્વીકાર્ય પુરાવા પર વધુ માર્ગદર્શન આપશે.

રસીકરણ અથવા મુક્તિની સ્થિતિ નોંધવી

રજિસ્ટર્ડ વ્યક્તિએ આટલો રેકોર્ડ રાખવો જોઈએ:

  • સ્ટાફ સભ્યોની રસીકરણ અથવા મુક્તિ સ્થિતિ અને છેલ્લે ક્યારે ચકાસણી કરવામાં આવી હતી તે તારીખ
  • કેર હોમમાં પ્રવેશ કરતાં વ્યક્તિઓની રસીકરણ અથવા મુક્તિની સ્થિતિ, સિવાય કે મુક્તિ પ્રાપ્ત હોય, અને છેલ્લે સ્થિતિની ક્યારે ચકાસણી કરવામાં આવી હતી તેની તારીખ

રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે મુક્તિ પાછળના ક્લિનિકલ કારણને રેકોર્ડ કરવાની કોઈ આવશ્યકતા નથી-તેઓએ ફક્ત તે જ રેકોર્ડ કરવું જોઈએ કે કોઈ વ્યક્તિને તબીબી રીતે મુક્તિ આપવામાં આવે છે કે નહીં.

કેર હોમમાં પ્રવેશતા વ્યક્તિઓને તેમના દાખલ થવાના અથવા રજીસ્ટર કરવાના ફક્ત પ્રથમ પ્રસંગે જ રસીકરણની સ્થિતિ દર્શાવવાની જરૂર છે, અને રજિસ્ટર્ડ વ્યક્તિએ કેર હોમની સ્થાનિક સિસ્ટમ (ઉદાહરણ તરીકે આઇટી સિસ્ટમ, પેપર ફાઇલ વગેરે) પર તેમની સ્થિતિ રેકોર્ડ કરવી જોઈએ. વ્યક્તિઓની તમામ અનુગામી તપાસો જેઓએ અગાઉ રસીકરણ સ્થિતિ દર્શાવેલ છે તેઓને એ રેકોર્ડ દ્વારા લઈ જઈ શકાય છે જે વ્યક્તિની સ્થિતિની સાબિતી આપતી તારીખ અને સમય જણાવશે. કેર હોમ રસીકરણની સ્થિતિના પુરાવા તરીકે આ રેકોર્ડ્સનો ઉપયોગ કરી શકશે, જેથી દરેક વ્યક્તિને ફરીથી તપાસ કરવાનો બોજ ઘટાડી શકાય. કેર હોમ મેનેજરો વધુ વખત તપાસ કરવાનું પણ નક્કી કરી શકે છે, જો એવી પસંદગી હોય, પરંતુ આવું કરવાની કોઈ આવશ્યકતા નથી. રેકોર્ડ્સ અદ્યતન છે તેની ખાતરી કરવા માટે તેની નિયમિતપણે ચકાસણી થવી જોઈએ.

રજિસ્ટર્ડ વ્યક્તિ CQC સાથે આ રેકોર્ડ શેર કરી શકશે જેથી દર્શાવી શકાય કે તેઓએ તૃતીય પક્ષ તબીબી મુક્તિઓની ચકાસણી કરી છે.

નિયમનો સ્પષ્ટ રીતે જણાવે છે કે કેર હોમ રસીકરણ અથવા તબીબી મુક્તિની સ્થિતિ વિશેની માહિતી પર પ્રક્રિયા કરી શકે છે, પરંતુ આ ડેટા રક્ષણ કાયદા સાથે સુસંગત રીતે થવું જોઇએ (વધુ નીચે જુઓ).

ઉદાહરણ

લઘુ કેર હોમ પ્રદાતા જેમની પાસે રસીકરણ સ્થિતિ રેકોર્ડ કરવા માટે મર્યાદિત ટેકનોલોજી છે તેઓ મુલાકાતી વ્યાવસાયિકો (કેર હોમ દ્વારા પ્રત્યક્ષ રીતે નિયુક્ત ન હોય તેવા લોકો) ની રસીકરણ અથવા મુક્તિ સ્થિતિને રેકોર્ડ કરવા માટે તેમના મેન્યુયલ મુલાકાત લૉગનો ઉપયોગ કરવા ઈચ્છી શકે છે. આ હાલના લોગબુકમાં એક કૉલમ ઉમેરવા અને રસીકરણ સ્થિતિની પુષ્ટિ કરવામાં આવી છે તે સૂચવવા માટે એક સહી ઉમેરવા જેટલું સરળ હોઈ શકે છે.

લેખિત રેકોર્ડ રાખવા અને જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) નું પાલન

નિયમનોનું પાલન દર્શાવવા માટે કેર હોમ્સે રેકોર્ડ્સ રાખવા આવશ્યક છે.

કેર હોમ્સએ તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ ડેટા સંરક્ષણ કાયદા અનુસાર રસીકરણ અથવા તબીબી મુક્તિ વિશેની માહિતી પર પ્રક્રિયા કરે. તમામ કેર હોમ્સ પાસે તેમની પહેલાની ડેટા રક્ષણ જવાબદારીના ભાગ તરીકે વર્તમાન ડેટા પ્રોસેસિંગ નીતિઓ હોવી જોઇએ, ઉદાહરણ તરીકે ગોપનીયતા માહિતીની આસપાસ. તમામ વર્તમાન ડેટા રક્ષણ અને ગોપનીયતા દસ્તાવેજીકરણ અને આકારણીઓની સમીક્ષા થવી જોઈએ અને નિયમનો સાથે પાલન ખાતરી કરવા માટે અપડેટ થવા જોઈએ.

ડેટા પ્રોટેક્શન ઇમ્પેક્ટ એસેસમેન્ટ અને યોગ્ય નીતિ દસ્તાવેજોની સમીક્ષા કરવાની અને આ નવી પ્રક્રિયા માટે ઓળખાયેલી આર્ટ. 6 UK GDPR અને આર્ટ. 9 UK GDPR હેઠળ કોઈપણ વધારાના કાયદેસર ધોરણ અનુસાર અપડેટ કરવાની જરૂર પડશે.

રસીકરણ અથવા તબીબી મુક્તિ વિશેનો ડેટા એ આરોગ્ય ડેટા છે અને તેથી ડેટા પ્રોટેક્શન એક્ટ 2018 અને UK GDPR સહિતના ડેટા પ્રોટેક્શન કાયદાના હેતુઓ માટે વિશેષ શ્રેણીના ડેટા છે.

ડેટા સંરક્ષણ સિદ્ધાંતો

કેર હોમ્સે હંમેશાં લાગુ ડેટા સંરક્ષણ કાયદા (GDPR અને ડેટા પ્રોટેક્શન એક્ટ 5 ની કલમ 2018) સાથે પાલનની ખાતરી કરવી જોઈએ. હાલની જરૂરિયાતો સાથે અનુરૂપ, કેર હોમ્સ માટે તે મહત્વનું છે કે ડેટા રક્ષણ સિદ્ધાંતો સાથે પાલન સુરક્ષિત કરવા માટેની કાર્યવાહી દર્શાવતું, અને વ્યક્તિગત માહિતી જાળવવા અને દૂર કરવા વિશેની નીતિઓ રૂપરેખા આપતું એક પોલિસી ડૉક્યુમેન્ટ હોય.

કેર હોમ્સને આ ધ્યાનમાં લેવાની જરૂર પડશે:

  • કોની પાસે ડેટાની ઍક્સેસ છે
  • તેઓ કેટલી માહિતી પર પ્રક્રિયા કરે છે
  • તેઓ કેટલો સમય માટે ડેટા જાળવી રાખે છે
  • ડેટા કેવી રીતે સંગ્રહિત થાય છે
  • કોઈપણ ગોપનીયતા માહિતી અપડેટ કરવાની જરૂર છે કે કેમ
  • કોઈપણ ડેટા સંરક્ષણ પ્રભાવ આકારણી અપડેટ કરવી જરૂરી છે કે કેમ
  • કોઈપણ યોગ્ય નીતિ દસ્તાવેજો અપડેટ કરવાની જરૂર છે કે કેમ

મુલાકાતી વ્યાવસાયિકો માટે ખાસ વિચારણાઓ

NHS ઈંગ્લેન્ડ અને ઇમ્પ્રૂવમેન્ટ કેર હોમ્સની મુલાકાત લેતા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો માટે ચોક્કસ માર્ગદર્શન જારી કરશે કે જેથી તેઓ નિયમનના સૂચિતાર્થથી પરિચિત હોય.

ઘર માટે કરારબદ્ધ મુલાકાતી વ્યાવસાયિકો માટે, રજિસ્ટર્ડ વ્યક્તિઓ નક્કી કરી શકે છે કે સુરક્ષિત કરવા માટે શ્રેષ્ઠ માર્ગ વ્યક્તિ રસીકૃત હોય તે છે કે કેર હોમમાં પ્રવેશ કરવા પહેલાં મુક્તિ છે, તેમાં તે વ્યક્તિ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની જોગવાઈ માટે કોઇ કરારમાં રહેલી જરૂરિયાતનો સમાવેશ કરવાનો છે. કોઈપણ કરારમાં પ્રવેશતા પહેલા સ્વતંત્ર કાનૂની સલાહ લેવી જોઈએ. જો કે, રજિસ્ટર્ડ વ્યક્તિઓ નિયમનો હેઠળ જરૂરિયાતો સાથે પાલન સુરક્ષિત કરવા માટે અન્ય પદ્ધતિઓ પણ પસંદ કરી શકે છે.

નિયમનો મુક્તિ પ્રદાન કરે છે જ્યાં કોઈ વ્યક્તિ માટે કેર હોમ અથવા આપાતકલીન સહાયતા સંબંધી તત્કાળ જાળવણી સહાયતા (તત્કાળ જાળવણી સહાયતા પરનો વિભાગ જુઓ) પ્રદાન કરવી વાજબી રીતે આવશ્યક છે.

કેટલાક લોકો, ખાસ કરીને જેઓ નિયમિતપણે કેર હોમની મુલાકાત લેતા નથી, તેઓ રસી પ્રાપ્ત કરવી કે તબીબી રીતે મુક્તિ હોવા સાથે પરિચિત ન હોઈ શકે અને રસીકરણ અથવા તબીબી મુક્તિનો પુરાવો મેળવવા માટે સમયની જરૂર પડી શકે છે. તેથી, એપોઇંટમેન્ટ બુક કરતી વખતે અથવા મુલાકાત ગોઠવતી વખતે, નિયમો સમજાવવા માટે મદદરૂપ થશે. એક સેવા પ્રદાતા પછી ખાતરી કરી શકે છે કે તેઓ એક સ્ટાફ સભ્યને મોકલે જેમની પાસે રસીકરણ અથવા તબીબી મુક્તિનો પુરાવો છે, અથવા જેથી એકમાત્ર વેપારી રસીકરણ અથવા તબીબી મુક્તિનો પુરાવો મેળવી શકે છે. મુલાકાતી વ્યાવસાયિકો માટે વધુ માર્ગદર્શન માટે જુઓ મુલાકાતી વ્યાવસાયિકો માટે માર્ગદર્શન.

જ્યાં સેવા પ્રદાતા એવા વ્યક્તિ મારફતે સેવાઓ પૂરી પાડવા માટે અસમર્થ છે છે રસીકૃત અથવા તબીબી મુક્તિ પ્રાપ્ત છે, અને સેવાઓ કેર હોમની બહાર પૂરી પાડી શકાતી નથી, ત્યારે સેવાની જોગવાઈ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી હોઇ શકે છે.

કેર ક્વોલિટી કમિશનની ભૂમિકા

જરૂરિયાત મૂળભૂત ધોરણો નો ભાગ રચે છે અને કેર ક્વોલિટી કમિશન (CQC) દ્વારા, યોગ્ય કિસ્સાઓમાં નિરીક્ષણ અને લાગુ કરવામાં આવશે. CQC એ તેમની વેબસાઈટ પર એક નિવેદન પ્રકાશિત કર્યું છે જેમાં તેમનો આ બાબતે અભિગમ દર્શાવ્યો છે:

  • રજીસ્ટ્રેશન
  • ચાલુ મોનીટરીંગ
  • અમલ

નિવેદનનો સારાંશ નીચે આપવામાં આવેલ છે.

રજીસ્ટ્રેશન

CQC ખાતરી માંગશે કે પ્રથમ વખત માટે નોંધણી કરતાં - અથવા CQC સાથે તેમના નોંધણીમાં સુધારો કરતાં લોકો - પાસે નીચેના માટે એક મજબૂત શાસન પ્રક્રિયા હોય:

  • સ્ટાફની રસીકરણ અને કોવિડ-19 સ્થિતિની દેખરેખ

  • ખાતરી કરવી કે સ્ટાફ રસીકરણની અદ્યતન સ્થિતિ જાળવી રાખે છે (સ્ટાફને રસીકરણ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન અને સહાય આપીને) અને સ્ટાફ અદ્યતન શ્રેષ્ઠ ચેપ નિવારણ અને નિયંત્રણ (IPC) પ્રથા જાળવે છે તેની ખાતરી કરવી

  • કેર હોમમાં પ્રવેશતા કર્મચારીઓની રસીકરણ અને કોવિડ-19 સ્થિતિનું નિરીક્ષણ કરવું
  • જ્યાં લાગુ પડે ત્યાં, સેવાનો ઉપયોગ કરતા લોકોને સલામત સંભાળ અને સારવાર મળે તે સુનિશ્ચિત કરવા માટે વાજબી ગોઠવણો કરો

નવા મેનેજરની એપ્લિકેશન માટે CQC ખાતરી લેશે કે:

  • અરજદારો સંપૂર્ણપણે રસીકૃત અથવા મુક્તિ પ્રાપ્ત છે
  • કોવિડ -19 રસીકરણ અંગેના નવા નિયમોના સંબંધમાં અરજદારો તેમની ફરજોથી પરિચિત છે

ચાલુ મોનીટરીંગ

જરૂરિયાતની દેખરેખ એ CQC ની જવાબદારી છે.

નિયમો અમલમાં આવે તે પછી CQC પ્રદાતા માહિતી વળતર (PIR) માં નીચેના પ્રશ્નનો ઉમેરો કરવાનો પ્રસ્તાવ કરે છે:

‘તમે કેવી રીતે ખાતરી કરો છે કે તમે તમારી સેવામાં નિયુક્ત અને ગોઠવણી કરો છો તે લોકોએ તેમનું ફરજિયાત રસીકરણ પ્રાપ્ત કરેલ છે?’

આ ફરજ નક્કી થઈ ગયા પછી CQC પણ તેમના દેખરેખ અભિગમમાં એક સમાન પ્રશ્ન નિર્માણ કરશે. વધુ માહિતી યથાસમયે પૂરી પાડવામાં આવશે.

નિરીક્ષણ

નિરીક્ષણ પર, CQC જરૂરીયાતોનું પાલન કરવા માટે સિસ્ટમો અને પ્રક્રિયાઓ યોગ્ય રીતે ગોઠવેલ છે તેની પુષ્ટિ કરવા પુરાવાની તપાસ કરશે.

રજિસ્ટર્ડ વ્યક્તિઓને પોતે પુરાવાનો રેકોર્ડ બતાવવો જરૂરી નહીં હોય, પરંતુ એ ખાતરી આપવી જરૂરી હશે કે જે વ્યક્તિઓ કે જે પરિસરમાં દાખલ થાય તેઓ સંપૂર્ણપણે રસીકૃત અથવા મુક્તિ પ્રાપ્ત છે તેની ખાતરી કરવા માટે સિસ્ટમો અને પ્રક્રિયા ગોઠવેલ છે. રજિસ્ટર્ડ વ્યક્તિઓ તેમના પોતાના આંતરિક સ્ટાફ રોજગાર રેકોર્ડ રાખવા માટે તેઓએ જે પુરાવા જોયા છે તેનો રેકોર્ડ બનાવવાનું પસંદ કરી શકે છે. જો પુરાવા એકત્રિત અને રેકોર્ડ કરવામાં આવે છે, તો તમામ વ્યક્તિગત ડેટાને UK GDPR અનુસાર સંચાલિત કરવા આવશ્યક છે. આમાં વ્યક્તિના ડેટા એકત્રિત કરવામાં આવે છે તે તબક્કે ગોપનીયતા માહિતી પૂરી પાડવાનું શામેલ છે. કૃપા કરીને માહિતી કમિશનરની ઓફિસમાંથી માર્ગદર્શન નો સંદર્ભ લો તેની ખાતરી કરવા માટે કે તમારી પાસે વ્યક્તિગત માહિતીના સંરક્ષણ માટે યોગ્ય કાનૂની આધાર, તકનિકી અને સુરક્ષા પગલાં સ્થાને છે.

અમલ

કોઈપણ અમલ પ્રવૃત્તિ જે સુધારેલ નિયમનો સાથે બિન-પાલનના પરિણામે ઉત્પન્ન થયેલી છે, તેને CQC ની હાલની અમલ નીતિ સાથે અનુરુપ, પ્રમાણસર ધોરણે, અને સંભાળની ગુણવત્તા પર પ્રભાવની CQCની આકારણી અને લોકોની સલામતી પર આધારિત હાથ ધરવામાં આવશે. CQC એ નક્કી કરશે કે પ્રમાણસરતાના આધારે અને અમલ માટેના તેમના સામાન્ય અભિગમને અનુરૂપ શું પગલાં લેવા.

CQC ની અમલ નીતિ પર વધુ માહિતી ઉપલબ્ધ છે.

મેનેજરો અને રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે સહયોગ

આ વિભાગ એવા સંસાધનોની રૂપરેખા આપે છે જે હાલમાં રજિસ્ટર્ડ વ્યક્તિઓને નિયમોનું પાલન કરવા માટે તેમને સહયોગ આપવા માટે ઉપલબ્ધ છે.

રસીની ગ્રહણશક્તિને પ્રોત્સાહિત કરવા સ્ટાફ સાથે સંચારને સહયોગ આપવા માટેના સંસાધનો

રસીની સલામતી અને અસરકારકતા, તેમજ રસીકરણ પર પહોંચ માટે નાણાકીય સહાય વિશે વાતચીત કરવામાં રજિસ્ટર્ડ વ્યક્તિઓ અને સ્ટાફને સહયોગ આપવા માટે સંસાધનોની શ્રેણી ઉપલબ્ધ છે. વધુ માહિતી અને આ સંસાધનોની લિંક પરિચય માં મળી શકે છે.

સ્કિલ ફોર કેર (સંભાળ માટે કુશળતા) પ્લેટફોર્મ

સ્કિલ ફોર કેર દ્વારા એક સમર્પિત વન સ્ટોપ વેબપેજ વિકસાવવામાં આવ્યું છે તે પડકારરૂપ વાતાવરણમાં તેમના કર્મચારીઓની ભરતી કરવા અને જાળવણી માટે સામાજિક સંભાળ નોકરીદાતાઓને સહયોગ આપવા માટે સપોર્ટ, માહિતી અને સંસાધનોની શ્રેણીને એકસાથે લાવી રહ્યું છે.

સંસાધનોમાં શામેલ છે:

  • કાર્યબળ આયોજન અને કમિશનિંગ
  • લોકોના પ્રદર્શનનું વ્યવસ્થાપન
  • દેખરેખ માર્ગદર્શન
  • સુખાકારી સંપત્તિ
  • મૂલ્યો આધારિત ભરતી અને રીટેન્શન (જાળવણી) સંસાધનો
  • કાર્યબળ ઉત્પાદકતા મોડલ

સુરોજગાર પ્રથા

અમે સુરોજગાર પ્રથા પર માર્ગદર્શન પરિશિષ્ટ A માં શામેલ કરેલ છે.

સ્ટાફ માટે માર્ગદર્શન

તમારા માટે નીતિનો અર્થ શું છે

11 નવેમ્બર 2021 થી, આ એક કાયદો બનશે કે કેર હોમમાં પ્રવેશતા કોઈપણ વ્યક્તિએ અધિકૃત કોવિડ-19 ની સંપૂર્ણ રસી પ્રાપ્ત કરેલી આવશ્યક છે. કેર હોમ સ્ટાફ માટે, આનો અર્થ એ થાય કે તમે કોઈ કેર હોમમાં કામ કરવાનું તો જ ચાલુ રાખી શકશો જો તમે રસી પ્રાપ્ત કરેલી હોય, સિવાય કે તમે:

  • 18 વર્ષથી નીચે હોય
  • તબીબી મુક્તિ પ્રાપ્ત હોય

લોકોના અન્ય જૂથો છે કે જેઓ કેર હોમમાં દાખલ થઈ શકે છે અને તેઓએ રસી પ્રાપ્ત કરી લીધી છે તે દર્શાવવાની જરૂર ન હોઈ શકે.

મુખ્ય તારીખો

Timeline for the vaccination of care home workers

ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય તારીખો છે:

  • 22 જુલાઈ (આ તારીખે ગ્રેસ પિરિયડ શરૂ થાય છે)
  • 16 સપ્ટેમ્બર (કેર હોમ કાર્યકરો માટે તેમનો રસીનો પ્રથમ ડોઝ મેળવવાની છેલ્લી તારીખ, જેથી તેઓ સંપૂર્ણપણે નિયમો અમલમાં આવે ત્યાં સુધીમાં સંપૂર્ણ રસીકૃત થઈ જાય)
  • 11 નવેમ્બર (નિયમનો અમલમાં આવશે)

તમારી રસીકરણની સ્થિતિ કેવી રીતે દર્શાવવી

NHSX એ પર વિચારણા કરી રહ્યું છે કે રજિસ્ટર્ડ વ્યક્તિઓ અને કર્મચારીઓને રસીકરણની સ્થિતિ તપાસવા અને દર્શાવવા માટે કેવી રીતે NHS કોવિડ પાસ સેવાનો ઉપયોગ કરી શકાય છે.

વચગાળામાં, જો તમે ઇંગ્લેન્ડમાં NHS દ્વારા રસી પ્રાપ્ત કરી હોય, તો તમે નીચેના 3 રૂટ મારફતે NHS કોવિડ પાસ સેવાનો ઉપયોગ કરીને તમારો કોવિડ-19 રસીકરણ રેકોર્ડ દર્શાવી શકો છો:

  • NHS એપ
  • NHS વેબસાઇટ – NHS.uk
  • NHS કોવિડ પાસ પત્ર

તમારું NHS એપોઈન્ટમેન્ટ કાર્ડને રસીકરણ સ્થિતિના પુરાવા તરીકે ઉપયોગ કરી શકાતું નથી.

જો તમે સ્કોટલેન્ડમાં રસી પ્રાપ્ત કરી હોય તો તમે તમારા કોવિડ -19 રસીકરણની સ્થિતિનો રેકોર્ડ કેવી રીતે મેળવવો તે અંગેની માહિતી nhsinform.scot પરથી મેળવી શકો છો. જો તમે વેલ્સમાં રસી પ્રાપ્ત કરેલ હોય, તો તમે તમારા કોવિડ-19 રસીકરણ સ્ટેટસનો રેકોર્ડ કેવી રીતે મેળવવો તેના વિશેની જાણકારી gov.wales પરથી શોધી શકો છો.

અમે જાણીએ છીએ કે કેટલીક વ્યક્તિઓએ યુકે બહાર રસી પ્રાપ્ત કરી હશે. અમે આ ઉકેલ પર કામ કરી રહ્યા છે અને શક્ય તેટલી વહેલી તકે આ માટે સ્વીકાર્ય પુરાવા પર વધુ માર્ગદર્શન આપશે.

લોકો રસીકૃત કે મુક્તિ-પ્રાપ્ત છે તેની ચકાસણી કરવાની જવાબદારી

રજિસ્ટર્ડ વ્યક્તિઓ (મેનેજર અથવા સેવા પ્રદાતા તરીકે CQC સાથે રજીસ્ટર થયેલ વ્યક્તિ) છેવટે તે ખાતરી કરવા માટે જવાબદાર છે કે કેર હોમમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિ રસીકૃત અથવા મુક્તિ-પ્રાપ્ત છે. સ્ટાફના અન્ય સભ્યોને આ ચકાસણી સોંપતી વખતે તેમને તેમના વ્યાવસાયિક નિર્ણયનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

તમે મુક્તિ-પ્રાપ્ત હોવ તો, રજીસ્ટર્ડ વ્યક્તિને તમારી મુક્તિ માટેના કારણની જાણ નહીં હોય, માત્ર તે હકીકત ખબર હશે કે તમે મુક્તિ-પ્રાપ્ત છો.

મુક્તિઓ

ક્લિનિકલ કારણોને લીધે રસીકરણ તમારા માટે યોગ્ય ન હોય. આ કિસ્સામાં, તમે આ જરૂરિયાતમાંથી ક્લિનિકલ રીતે મંજૂર તબીબી મુક્તિ લેવા માટે સક્ષમ હશો.

જો તમને લાગે કે તમને મુક્તિ આપવાનું ક્લિનિકલ કારણ હોઈ શકે છે તો તમારે અનુસરવા માટેની એક સ્પષ્ટ પ્રક્રિયા હશે. આ પ્રક્રિયા સ્થાનિક ઇવેન્ટ્સ માટે પ્રમાણપત્ર, પુષ્ટિ પ્રાપ્ત સંપર્કો અને મુસાફરી માટે સ્વ-અલગતાથી મુક્તિઓ સાથે અનુરૂપ હશે. પ્રમાણપત્ર માટે માર્ગદર્શન વિકસાવવામાં આવી રહ્યું છે અને આ માર્ગદર્શન પ્રકાશિત થતાની સાથે જ તેના માટેની એક લિંક ઉમેરીશું.

મેનેજરોએ રસીકરણથી મુક્તિ પ્રાપ્ત લોકો માટે એક જોખમ આકારણી કરવી જોઈએ. આનો અર્થ એ થાય કે તેઓ કેર હોમમાં દાખલ થતાં રસી ન પ્રાપ્ત કરેલ (પરંતુ મુક્તિ-પ્રાપ્ત) સભ્યોને કારણે કોવિડ-19 ફેલાવા માટેના સંભવિત જોખમનું મૂલ્યાંકન કરશે. તેઓ આ જોખમને ઘટાડવામાં મદદ કરતાં ઉપાયો અમલમાં મૂકી શકે, ઉદાહરણ તરીકે છૂટ ધરાવતા કર્મચારીગણના સભ્યોને વધુ અથવા અલગ PPE પહેરવા જણાવીને અથવા તેમની ફરજોમાં ફેરફારનું સૂચન કરીને.

નવી જગ્યાએ કાર્ય સોંપણી

જો તમે રસીકરણ અથવા છૂટ અંગેના પુરાવા પૂરા પાડવામાં અસમર્થ હોવ, તો તમારા મેનેજરે તમારે માટે ઉપલબ્ધ એવા તમામ વિકલ્પો તપાસવા જોઈએ. આમાં તમને એક વૈકલ્પિક ભૂમિકા, કે જેમાં રસીકરણની જરૂર નથી, તેમાં ખસેડવાનો સમાવેશ થઈ શકે છે. તમારે તમારા વિકલ્પો અંગે શક્ય તેટલી જલ્દી તમારા મેનેજર સાથે વાત કરવી જોઈએ. તમારે એવું ધારી ન લેવું જોઈએ કે તમને નવી જગ્યાએ કાર્ય સોંપણી કરવી શક્ય હશે.

બરતરફી

જો તમે રસીકરણ અથવા છૂટ અંગેના પુરાવા પૂરા પાડવામાં અસમર્થ હોવ, તો તમારા મેનેજરે તમારે માટે ઉપલબ્ધ એવા તમામ વિકલ્પો તપાસવા જોઈએ. જો કે, તમારે એ નોંધવું જોઈએ કે જો તમારું રસીકરણ ન થયું હોય અથવા તબીબી રીતે છૂટ ન અપાઇ હોય તો નિયમનો બરતરફી માટે વાજબી કારણ પૂરું પાડી શકે.

કેર હોમ્સમાં કર્ચચારીઓને કામ સોંપવા અંગે ચિંતાઓ

કેર હોમ્સ પાસે પહેલેથી આકસ્મિક સંજોગો માટે યોજનાઓ હોવી જોઈએ જે સેવા સલામત રીતે ચાલતી રહેવાને અસર કરી શકે તેવા બનાવોને આવરી લે. આમાં સામાન્યપણે કમચારીઓની ઘટનો સમાવેશ થશે.

જ્યાં પણ શક્ય હોય ત્યાં, અમે અપેક્ષા રાખીશું કે નોંધાયેલ વ્યક્તિ કર્મચારીની ઘટને આવરી લેવા બૅંક અથવા એજન્સી કર્મચારીઓના ઉપયોગ થકી ટૂંકાગાળાના વાજબી પગલાં જાતે જ લે. જો તેમને માટે આ વિકલ્પ ઉપલબ્ધ ન હોય, તો તેમણે આ અંગે સ્થાનિક સત્તાધિકારીઓનું ધ્યાન દોરવું જોઈએ, જેઓ નોંધણી થયેલા પ્રદાતાને સહાય માટેના સ્ત્રોતો ઉપલબ્ધ કરાવી શકે અથવા તે માટે સાઇનપોસ્ટ (નિર્દેશ માટે ચિહ્નિત) કરી શકે. સ્થાનિક સત્તાધિકારીઓ માટે માર્ગદર્શન સ્થાનિક સત્તાધિકારીઓ માટે માર્ગદર્શન ખાતે મૂકવામાં આવ્યું છે.

જો નોંધાયેલા પ્રદાતાને ચિંતાઓ હોય કે સેવાઓ સલામત રીતે ચલાવવાની તેમની ક્ષમતાને કામે રખાયેલા કર્મચારીઓના સ્તરો અસર કરી શકે તેમ છે, તો તેમણે કેર ક્વૉલિટી કમિશન (રેગ્યુલેશન) રેગ્યુલેશન્સ 2009ના નિયમન 18 (2) (g) હેઠળ CQCને સૂચિત કરવું જરૂરી છે: એવી કોઈ ઘટના જ્યાં નિયમન હેઠળની પ્રવૃત્તિ સલામત રીતે પાડી શકવાની, અથવા નોંધણીની જરૂરિયાતો અનુસાર ચાલુ રાખવાની સેવા પ્રદાતાની ક્ષમતાને અટકાવે અથવા અટકાવી શકે તેવો ભય સેવા પ્રદાતાને લાગતો હોય, કે જેમાં નિયમન હેઠળની પ્રવૃત્તિ પાર પાડવાના હેતુઓ માટે નોકરીએ રાખવા માટે પૂરતી રીતે પાત્ર, કૌશલ્ય ધરાવતા અને અનુભવી વ્યક્તિઓની અપૂરતી સંખ્યાનો સમાવેશ થાય છે.

CQCએ કાનૂની જાહેરનામાંઓ અંગે વધુ માહિતી પૂરી પાડેલી છે.

ACASએ તમારા રોજગારદાતા સાથે મુદ્દાઓ ચર્ચવા વિશે માર્ગદર્શન તૈયાર કર્યું છે.

તમારા રોજગારદાતાએ અમલમાં મૂક્યા હોવા જોઈએ તેવા અન્ય ઉપાયો (રસીકરણ સિવાય)

એ અગત્યનું છે કે કેર હોમ્સમાં પ્રવેશ કરતી હોય તેવી તમામ વ્યક્તિઓ સંક્રમણનું જોખમ ઘટાડવા માટે, ચેપ નિવારણ નિયંત્રણ પગલાંઓનું પાલન કરવાનું ચાલુ રાખે.

PPE સાથે સલામત રીતે કેવી રીતે કામ કરવું તે અંગે માર્ગદર્શન ઉપલબ્ધ છે.

ટેસ્ટ કિટ્સ કેવી રીતે સુગમ કરવી અને PCR અને રેપિડ લેટરલ ફ્લો ટેસ્ટ કિટ્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન ઉપલબ્ધ છે.

તમે સેલ્ફ આઇસોલેટ થઈ રહ્યાં હોવ ત્યારે કાનૂની બીમારી ભથ્થા માટે દાવો કેવી રીતે કરવો તે માટેનું માર્ગદર્શન ઉપલબ્ધ છે.

ક્યો ટેકો ઉપલબ્ધ છે

જો તમે રસીકરણ કરાવવા અંગે ચિંતિત હોવ અથવા કોઈ પ્રશ્નો હોય, તો અમે તમને એક જાણકાર પસંદગી કરવામાં મદદ કરવા માટે તમારા નોંધાયેલા મેનેજર અથવા તમારા ક્લિનિશિઅન સાથે વાતચીત કરવા તમને પ્રેરિત કરીશું. સરકારે સંસાધનોની એક શ્રેણીનું નિર્માણ કર્યું છે, જે તમામ 19 અલગ અલગ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ સંસાધનો માટેની લિંક્સ પ્રસ્તાવના અહીં મળી શકે છે.

રસી કેવી રીતે મૂકાવવી

કોવિડ-19 રસીકરણ: અપોઇન્ટમેન્ટ નોંધાવવી તે અંગે માર્ગદર્શન ઉપલબ્ધ છે.

દ્શ્ય 1: જો તમે 18થી ઓછી ઉંમરના હોવ

જો તમે 18થી ઓછી ઉંમરના હોવ તો તમારે રસીકરણ અથવા છૂટના પુરાવા દર્શાવવાની જરૂર નહિ હોય. જો કે, એક વખત તમે 18ના થઈ જાવ તે પછી, જો તમે રસીકરણ કરાવ્યું ન હોય તો તમે કેર હોમમાં કામ ચાલુ રાખી શકશો નહિ. તમે 18ના થઈ જાવ તે પહેલાં તમારે MHRA દ્વારા મંજૂર કરાયેલી એક કોવિડ-19 રસીનો પૂરો કોર્સ મેળવી લેવાનું આયોજન કરવું જોઈએ - આનો અર્થ છે તમારા 18મા જન્મદિનના ઓછામાં ઓછા 8 અઠવાડિયા પહેલાં તમારી રસીની પહેલી માત્રા માટે નોંધણી કરાવવી. જો તમે પહેલેથી જ એક અગ્રિમ હરોળના સ્વાસ્થ્ય અને કાળજી કાર્યકર હોવ અને તમે 16થી વધુ ઉંમરના હોવ, તો તમે રસી માટે પાત્ર છો. જો તમે હાલ એક સ્વાસ્થ્ય અથવા કાળજી કાર્યકર ન હોવ, તો તમને તમારા 18મા જન્મદિનના 3 મહિના પહેલાં રસી માટે રજૂઆત કરવામાં આવશે.

દ્શ્ય 2: જો તમે સ્કૉટલૅન્ડ અથવા વેલ્સમાં રહેતા હોવ પરંતુ ઇંગ્લૅન્ડમાં કામ કરતા હોવ

આ નવો કાયદો ઇંગ્લૅન્ડમાં કોઈપણ કેર હોમમાં પ્રવેશ કરતા કોઈપણ વ્યક્તિને લાગુ પડતો હોવાથી, તમારે રસીકરણ કરાવવાનું રહેશે. સ્કોટલૅન્ડ માં રસીકરણ કરાવ્યું હોય તેવા વ્યક્તિઓ તેમની કોવિડ-19 રસીકરણની સ્થિતિ અંગેનો અહેવાલ nhsinform.scot પરથી કેવી રીતે મેળવવો તે માહિતી અહીંથી મેળવી શકે છે. વેલ્સમાં રસીકરણ કરાવ્યું હોય તેવા વ્યક્તિઓ તેમની કોવિડ-19 રસીકરણની સ્થિતિ અંગેનો અહેવાલ gov.wales પરથી કેવી રીતે મેળવવો તે માહિતી અહીંથી મેળવી શકે છે.

સ્થાનિક સત્તાધિકારીઓ માટે માર્ગદર્શન

11 નવેમ્બર 2021થી કેર હોમ્સ કોવિડ-19 સામે પૂર્ણ રીતે રસીકરણ થયેલા (અથવા છૂટ અપાયેલા) હોય માત્ર એવા જ વ્યક્તિઓને કેર હોમમાં પ્રવેશ કરવા દેવાય તેમ અનિવાર્ય બનાવશે. આ નીતિની વધુ વિગતો નીતિ અંગેના વિભાગમાં આપેલી છે. જરૂરી પુરાવાની વિગત પુરાવા પ્રદર્શિત કરવા અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે, અને તબીબી છૂટની વિગત તબીબી છૂટ અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે છે. આ નિયમનોના અમલીકરણમાં સ્થાનિક સત્તાધિકારીઓએ એક મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે.

આ મહામારી દરમ્યાન તમામ સમયે, સ્થાનિક સત્તાધિકારીઓએ પ્રતિબદ્ધતા અને અનુકંપા સાથે વધારાની જવાબદારીઓ સ્વીકારી છે. તેમણે કેર હોમ્સમાં રસીકરણ કરાવવા અને પ્રદાતાઓને ટેકો આપવામાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે, જેથી કરીને એ સુનિશ્ચિત કરી શકાય કે કેર હોમ્સ શક્ય તેટલાં સલામત હોય.

કેર હોમ્સ ચલાવતા હોય તેવા રોજગારદાતાઓ માટે નોંધાયેલા વ્યક્તિઓ માટેના માર્ગદર્શન ખાતે પૂરું પાડેલું માર્ગદર્શન સ્થાનિક સત્તાધિકારીઓને લાગુ પડે છે.

રોજગારદાતાઓ, કોન્ટ્રાક્ટરો, મુલાકાત લઈ રહેલા વ્યવસાયિકો માટે મુલાકાત લઈ રહેલા વ્યવસાયિકો માટે માર્ગદર્શન ખાતે પૂરું પાડેલું માર્ગદર્શન સ્થાનિક સત્તાધિકારીઓને લાગુ પડે છે.

કેર હોમ્સના કમિશનર તરીકે સ્થાનિક સત્તાધિકારીઓએ કેર હોમ્સમાં રસી અંગે વિશ્વાસનું નિર્માણ કરવામાં મદદ કરવા માટે થઈને તેમની સાથે ગાઢ સંકલનમાં કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે જેઓ આ રજૂઆત સ્વીકારવાનું નક્કી કરે તેમને માટે ઝડપી રસીકરણ સુગમ કરવવાનું સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરવી જોઈએ. આ કામના ઉદાહરણોમાં સામેલ છે:

  • તબીબો અને પોતાની ચિંતાઓને સંબોધાવામાં ખચકાટ અનુભવતા હોય તેવા વ્યક્તિઓ વચ્ચે વાતચીત માટે સુવિધા કરી આપવી
  • નોંધાયેલા મેનેજર્સને ખચકાટ અનુભવી રહેલા કર્મચારીઓ સાથે મુક્ત વાતચીતમાં ટેકો આપવો
  • પ્રજનનક્ષમતા અંગેની ચિંતાઓ અંગે દાયણો સાથે વાતચીતોની ગોઠવણ કરવી
  • કેર હોમ્સમાં કર્મચારીઓ અને રહીશોનું રસીકરણ કરવા માટે GPsની મુલાકાતોનું આયોજન કરવા માટે સ્થાનિક NHS સાથે મળીને કામ કરવું
  • વિશ્વાસપાત્ર સ્ત્રોતોમાંથી વિશેષ જરૂરિયાત અનુસાર બનાવેલા સંસાધનો (વેબિનાર, પ્રશ્નોત્તરીઓ, સામસામે મુલાકાતો) સુગમ બનાવવા, અને ડિપાર્ટમૅન્ટ ઑફ હેલ્થ ઍન્ડ સોશિયલ કેર તરફથી મળતા સંસાધનો સાઇનપોસ્ટ કરવા
  • એ સુનિશ્ચિત કરવું કે પ્રદાતાઓ પાસે ઇન્ફેક્શન કંટ્રોલ ફંડ થકી ભંડોળ ઉપલબ્ધ હોય - આ કામ પર આવવા અથવા રસીકરણ કરાવવા માટે રસીકરણ સુવિધાએ હાજર રહેવાના હેતુઓ માટે થઈને કર્મચારીઓને તેમના વેતનો સામાન્યપણે ચુકવવામાં મદદ કરી શકે છે, અને તે રસીકરણ સુવિધા સુધી પહોંચવામાં સંકળાયેલા ખર્ચાઓને આવરી લેવામાં પણ મદદ કરી શકે છે
  • રસીમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે સ્થાનિક સમુદાય અને ધાર્મિક અગ્રણીઓ સાથે સંપર્ક કરવો

આ કામ સ્થાનિક સત્તાધિકારીઓના સ્થાનિક જાહેર સ્વાસ્થ્ય કામગીરી પૂરી પાડનાર તરીકેની ભૂમિકા સાથે સુસંગત છે. સ્થાનિક સત્તાધિકારીઓ કેર હોમ્સ માટે ચેપ નિયંત્રણ માટે સલાહના એક સ્ત્રોત તરીકે અને રસીકરણ કરાવવામાં ટેકાની એક અગત્યની ભૂમિકા ભજવે છે.

સ્થાનિક સત્તાધિકારીઓએ કેર હોમ્સ સાથે તેમની કામગીરી ચાલુ રાખવાની યોજનાઓની સમીક્ષા કરવામાં અને તે વધુ મજબૂત બનાવવા માટે પણ કામ કરવું જોઈએ. સ્થાનિક સત્તાધિકારીઓએ તેમની પોતાની કામગીરી ચાલુ રાખવાની યોજનાઓની સમીક્ષા પણ કરવી જોઈએ જેથી સ્થાનિકપણે સેવાઓ પર સંભવિત અસર વિશે સ્પષ્ટ રહી શકાય અને પ્રતિસાદ આપવામાં સક્ષમ રહેવાય. ઉદાહરણ તરીકે, કર્મચારીઓની ઘટ થવાના બનાવો વખતે કર્મચારીઓને કટોકટી સમયે કામે લગાડવાની અને પરસ્પર સહાયના સંસાધનોની કેર હોમ્સમાં ઉપયોગની શક્યતાઓ તપાસીને.

ઉપર નોંધ્યા અનુસાર, સ્થાનિક સત્તાધિકારીઓએ એ સુનિશ્ચિત કરવા ઉપર કામ કરવું જોઈએ કે 16 અઠવાડિયાના રાહત સમયગાળાના અંત સુધીમાં ખાનગી પ્રદાતાઓ આ જરૂરિયાત પૂરી કરવામાં સમર્થ હોય. તેમણે એ પણ સુનિશ્ચિત કરવું જોઇએ કે તેમના પોતાના કેર હોમ્સ પૂર્તતા તરફ કામ કરી રહ્યાં હોય અને તેઓ સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખવામાં સમર્થ હોય.

સ્થાનિક સત્તાધિકારીઓ માટે ધ્યેય કરેલ ટેકો

સંસાધનો ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવા માટે અમે સ્કિલ્સ ફોર કેર સાથે કામ કરી રહ્યાં છીએ. આમાં ટેકો પૂરો પાડનારાઓ અને સ્થાનિક સત્તાધિકારીઓ માટે ક્ષમતા અને કર્મચારીગણ આયોજન, ભરતી અને સુખાકારી અંગે માર્ગદર્શન અને શ્રેષ્ઠ કાર્યરીતિનો સમાવેશ થાય છે. સ્કિલ્સ ફોર કેર સ્થાનિક સત્તાધિકારીઓ અને રોજગારદાતાઓને સ્થાનિક અને રાષ્ટ્રીય કર્મચારીગણનો ટેકો પણ પૂરો પાડશે.

અમે રસીનો ઉપયોગ વધારવા અને સુગમતા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સત્તાધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખીશું, ખાસ કરીને સૌથી ઓછા ઉપયોગ વાળા વિસ્તારોમાં. અમે વધુ ટેકાની જરૂરિયાતની સમીક્ષા કરવાનું ચાલુ રાખીશું. કાળજી પૂરી પાડવા માટે કૌશલ્યોના સંસાધનો ઉપલબ્ધ છે.

વધુ ટેકો

સ્થાનિક સત્તાધિકારીઓ સ્થાનિક સરકારી સંગઠન કોવિડ-19 સેવા માહિતી અને અસોશિએશન ઑફ ડિરેક્ટર્સ ઑફ એડલ્ટ સોશિયલ સર્વિસિઝ ઇન ઇંગ્લૅન્ડ (ADASS) પાસેથી વધુ ટેકો માંગી શકે છે.

રહીશો તથા રહીશોના મિત્રો અને સંબંધીઓ માટે માર્ગદર્શન

શું બદલાઈ રહ્યું છે

11 નવેમ્બર 2021થી કોવિડ-19 સામે પૂર્ણ રીતે રસીકરણ થયેલા (અથવા છૂટ અપાયેલા) હોય માત્ર એવા જ વ્યક્તિઓને કેર હોમમાં પ્રવેશ કરવા દેવાય તેમ અનિવાર્ય બનાવવું કેર હોમ્સ માટે જરૂરી છે. આમાં આમનો સમાવેશ નહિ થાય:

  • રહીશો
  • કટોકટી સમયની સહાય પૂરી પાડતા વ્યક્તિઓ અને કટોકટી સમયની સેવાઓના સભ્યો
  • તાકીદની જાળવણી સહાય પૂરી પાડતા વ્યક્તિઓ
  • રહીશના મિત્રો અથવા સંબંધીઓ
  • મૃત્યુ પામી રહેલા રહીશોની મુલાકાત લેતા અથવા સ્વજન ગુમાવવાની પીડા અંગે ટેકો આપતા વ્યક્તિઓ
  • 18થી ઓછી ઉંમર વાળા

આ નીતિની વધુ વિગતો નીતિ વિભાગમાં આપેલી છે જરૂરી પુરાવાની વિગત પુરાવા પ્રદર્શિત કરવા અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે, અને તબીબી છૂટની વિગત તબીબી છૂટ અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે છે.

આ ફેરફારો તમને કેવી રીતે અસર કરશે

આ નીતિ તમારી, અન્ય રહીશો અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે થઈને હોમ (ગૃહ)માં કોવિડ-19 ફેલાવાનું જોખમ ઘટાડવા માટે લાગુ કરવામાં આવી છે.

રસીકરણ કેમ અગત્યનું છે તે વિશે વધુ માહિતી માટે કૃપા કરીને આ દસ્તાવેજની પ્રસ્તાવના જુઓ.

તમારી કાળજી રાખી રહ્યાં હોય તે લોકોનું રસીકરણ ન થયું હોય તો તમારી કાળજીનું શું થશે

અમે કાળજી પ્રદાતાઓ સાથે મળીને તમામ કર્મચારીઓને રસીકરણ કરાવવાની તક મળે તે માટે તેમને ટેકો આપવામાં મદદ કરવા માટે કામ કરી રહ્યાં છીએ. કર્મચારીઓએ 11 નવેમ્બર 2021 સુધીમાં કોવિડ-19 રસીકરણ અથવા તબીબી છૂટનો પુરાવો પૂરો પાડવો જરૂરી હશે. જો કોઈ કર્મચારી સભ્ય આ પૂરું ન પાડી શકે, તો તેઓ બીજી કોઈ ભૂમિકામાં કામ કરવું શરુ કરી શકે અને તેઓ તમારી સાથે તે પછી કામ ન કરે. જો તમે આ વિશે ચિંતિત હોવ અથવા કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને તમારા કેર હોમના કર્મચારીગણના કોઈ સભ્ય અથવા મેનેજર સાથે વાત કરો.

જો કર્મચારી ગણના કોઈ સભ્યો ક્ષેત્ર છોડે, તો પ્રદાતાઓ માટે માર્ગદર્શન અને સંસાધનો હાજર હશે. આનાથી એ સુનિશ્ચિત થશે કે તેઓ બદલીમાં એક યોગ્ય કર્મચારીની નિમણૂક કરી શકે જે તમને જરૂરી કાળજી પૂરી પાડે.

તબીબી છૂટ લાગુ પડતી હોવાને કારણે, કર્મચારીગણના બધા જ સભ્યોએ રસી લીધી હોય તેવું ન બને કારણ કે અમુક્ને તે ન લેવા માટે સ્વાસ્થ્ય-સંબંધિત કારણ હોઈ શકે છે. જો તમે આ વિશે ચિંતિત હોવ, તો તમે તમારા કેર હોમના કર્મચારીગણના કોઈ સભ્ય અથવા મેનેજર સાથે વાત કરી શકો છો.

કોઈ કેર હોમમાં પ્રિયજનોની મુલાકાત લેવી

આ નીતિ કેર હોમના રહીશોના પરિવારજનો અથવા મિત્રોને લાગુ નથી પડતી.

પરિવારજનો અથવા મિત્રો ન હોય તેવા મુલાકાતીઓ

જો તમે વ્યવસાયિકોને (ઉદાહરણ તરીકે કેશકર્તનકાર) કેર હોમમાં બોલાવી રહ્યાં હોવ, તો આ જરૂરિયાત તેમને લાગુ પડશે. તેઓ આ જરૂરિયાતની પૂર્તતા કેવી રીતે કરી શકે તેની ચર્ચા કરવા માટે તમારે તમારા કેર હોમના કર્મચારી ગણના સભ્ય અથવા મેનેજર સાથે વાત કરવી જોઈએ.

જો કેર હોમ રસીકરણ થયેલાં પૂરતાં કર્મચારીઓ ન ધરાવતું હોય તેવી સ્થિતિમાં ઉપલબ્ધ ટેકો

કોઈ કેર હોમને આવી રીતે અસર થાય તેવું સંભવિત નથી. અમે કેર હોમ્સને 16 અઠવાડિયાની આગોતરી સૂચના આપી છે જેથી તેઓ તેમના રસીકરણ ન થયેલા કર્મચારીઓ સાથે આ અંગે કામ કરી શકે. આનાથી એ ખાતરી કરવામાં મદદ મળશે કે તેઓ તમારી કાળજી માટે પ્રદાતા તરીકે તેમની કાનૂની જરૂરિયાતો પૂરી કરે છે. અમે જાણીએ છીએ કે ઘણાં કેર હોમ્સ રસી લીધી હોય તેવા કર્મચારીઓ તેમની ટીમમાં જોડાય તે માટે સક્રિયપણે ભરતી કરવાનું ચાલુ રાખી રહ્યાં છે.

જ્યાં કેર હોમ્સને તેમની સેવાઓ માટે સલામત રીતે કર્મચારીઓ કામે લગાડવાની તેમની ક્ષમતા અંગે ચિંતાઓ હોય ત્યાં ટેકો હાજર છે. આમાં કેર હોમ્સ તેમની ચિંતાઓ સ્થાનિક સત્તાધિકારીઓ સાથે અને કેર ક્વૉલિટી કમિશન સાથે ચર્ચે તેનો સમાવેશ થાય છે. કેર હોમ્સ દ્વારા આ ક્ષેત્રમાં તેમના સહકાર્યકરો સાથે પણ કામ કરાવું જોઈએ જેથી એ ખાતરી કરી શકાય કે તેઓ તમારી સલામતીની કાળજી લેવાનું ચાલુ રાખી શકે.

જો તમને આ નીતિ અંગે અને તેઓ તમને તથા અન્ય રહીશોને કેવી રીતે અસર કરી શકે તે અંગે અન્ય કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને કર્મચારી ગણના કોઈ સભ્ય અથવા તમારા કેર હોમના મેનેજર સાથે વાત કરો.

મુલાકાત લઈ રહેલા વ્યવસાયિકો માટે માર્ગદર્શન

11 નવેમ્બર 2021થી કેર હોમ્સ કોવિડ-19 સામે પૂર્ણ રીતે રસીકરણ થયેલા (અથવા છૂટ અપાયેલા) હોય માત્ર એવા જ વ્યક્તિઓને કેર હોમમાં પ્રવેશ કરવા દેવાય તેમ અનિવાર્ય બનાવવું જરૂરી છે. આ જરૂરિયાત છૂટ મળી હોય તે સિવાય, એક વ્યવસાયિક તરીકેની ક્ષમતામાં કેર હોમની મુલાકાત લઈ રહ્યાં હોય તેમને લાગુ પડશે.

આ નીતિની વધુ વિગતો નીતિ વિભાગ ખાતે આપેલી છે જરૂરી પુરાવાની વિગત પુરાવા પ્રદર્શિત કરવા અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે, અને તબીબી છૂટની વિગત તબીબી છૂટ અંગે સામાન્ય માર્ગદર્શન ખાતે છે.

કાર્યક્ષેત્ર

કેર હોમ ખાતે સ્થિત ન હોય તેવા એક વિશાળ શ્રેણીના લોકોએ તેમના કામના ભાગરૂપે કેર હોમમાં પ્રવેશ કરવો જરૂરી હોઈ શકે છે. આમાં મુલાકાતી સ્વાસ્થ્યકાળજી વ્યવસાયિકો અથવા સામાજિક કાળજી કાર્યકરો સહિતના જાહેર સેવકો, તેમજ કેશકર્તન, જાળવણી અથવા પ્રવૃત્તિઓ જેવી કાળજી સિવાયની સેવાઓ પૂરી પાડતા હોય તેમનો સમાવેશ થાય છે.

તે તમને લાગુ પડે છે કે કેમ તે જોવા માટે, કૃપા કરીને નીતિ વિભાગ પર જાઓ.

કટોકટી સમયની મુલાકાતો

નિયમનો એક અપવાદની જોગવાઇ ધરાવે છે જ્યાં કેર હોમના સંબંધમાં તાકીદની જાળવણી અથવા કટોકટીની સહાય પૂરી પાડવી કોઈક માટે વાજબી રીતે જરૂરી બને છે.

તે હોમના નોંધાયેલા મેનેજર તેમની પોતાની સ્થિતિ માટે શું એક કટોકટી તરીકે ગણાય તે નક્કી કરવા માટે સમર્થ હશે. આ છૂટ પોતાની ફરજો બજાવવા માટે કેર હોમમાં હાજર રહેતા કટોકટી સમયની સેવાના તમામ કર્મચારીઓને લાગુ પડે છે. આ છૂટ એવી કોઈ વ્યક્તિને પણ લાગુ પડશે જે કેર હોમમાં જ બનેલા કોઈ બનાવ અંગે કટોકટી સમયની સહાય માટે કેર હોમમાં દાખલ થઈ રહી હોય.

અમે એવી અપેક્ષા કરીએ છીએ કે તાકીદની જાળવણી માટે આધાર માત્ર એવા વખતે લાગુ પડે જ્યાં રહીશોની કાળજીની ગુણવત્તા ઉપર નોંધપાત્ર અસર થતી હોય અથવા જીવનને જોખમ હોય.

છૂટ

જરૂરિયાતમાંથી છૂટ કોઈ વ્યક્તિ માટે માત્ર ત્યારે જ લાગુ કરી શકાય જ્યારે તે કેર હોમના સંદર્ભમાં તાકીદની જાળવણી અથવા કટોકટી સમયની સહાય પૂરી પાડતા હોય. તે નિર્ણય કેર હોમના નોંધાયેલા મેનેજરે લેવાનો રહે છે.

પુરાવા

કૃપા કરીને રસીકરણના પુરાવા માટે પુરાવા પ્રદર્શિત કરવા અંગે સામાન્ય માર્ગદર્શન અને તબીબી છૂટની વિગત અંગે તબીબી છૂટ અંગે સામાન્ય માર્ગદર્શનનો સંદર્ભ લો.

જવાબદારી

પ્રવેશ કરી રહ્યાં હોય તેવા લોકો રસીકરણ અથવા છૂટ અંગે યોગ્ય પુરાવો ધરાવતા હોય તેની પુષ્ટિ કરવાની જવાબદારી નોંધાયેલા મેનેજરની છે. તેમ છતાં, તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમારી અને તમારા કર્મચારીઓ પાસે યોગ્ય પુરાવા હોય, અન્યથા તમે કેર હોમમાં દાખલ ન થઈ શકો તેવું બની શકે. નોંધાયેલા કેર હોમ મેનેજર એવી વિનંતી પણ કરી શકે કે આ જરૂરિયાત કેર હોમ અને તમારા રોજગારદાતા વચ્ચેના કોઈ કરારમાં સમાવવામાં આવે.

એપ્રેન્ટિસ (સંભવિત પણે 18થી ઓછી ઉંમર)

16 વર્ષથી વધુ ઉંમરના અગ્રિમ હરોળના સ્વાસ્થ્ય અને કાળજી કર્મચારીઓ રસી માટે પાત્ર હોય છે. આ વ્યક્તિઓએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેઓ 18 વર્ષના થાય તે પહેલાં તેમને MHRA દ્વારા મંજૂર કરાયેલ રસીનો પૂરો કોર્સ પ્રાપ્ત થાય.

અન્ય મુલાકાતી વ્યવસાયિકો જ્યાં સુધી તેમણે કોવિડ-19 રસીનો પૂર્ણ કોર્સ ન લઈ લે ત્યાં સુધી કેર હોમમાં પ્રવેશ કરી શકશે નહિ. 17 વર્ષની તમામ વ્યક્તિઓ તેમના 18મા જન્મદિનના 3 મહિના પહેલાંથી રસી માટે નોંધણી કરાવી શકશે.

18 વર્ષની ઓછી ઉંમરના એપ્રેન્ટિસને છૂટ રહેશે અને આથી તેઓ પોતાની રસીકરણની સ્થિતિ જણાવ્યા વિના કેર હોમમાં દાખલ થઈ શકશે. જોકે, કેર હોમમાં પ્રવેશ કરતાં પહેલાં તેમણે તેઓ 18 વર્ષથી ઓછી ઉંમરના છે તેવો પુરાવો પૂરો પાડવા સમર્થ હોવા જોઈએ.

કેર હોમની આસપાસની જગ્યાઓ

આ નિયમનો કેર હોમની ફરતેની કોઈ જગ્યાઓ માટે લાગુ નહિ પડે. માત્ર આસપાસની જગ્યામાં કામ કરી રહ્યાં હોય, અને મકાનમાં પ્રવેશ ન કરી રહ્યાં હોય તેવા કોઈ મુલાકાતી વ્યવસાયિકોએ રસીકરણ અથવા છૂટનો પુરાવો બતાવવો જરૂરી નહિ હોય. તેમ છતાં, જો તમે કોઈ કેર હોમની મુલાકાત નિયમિતપણે લેતા હોવ, તો અમે એવી ભલામણ કરીશું કે તમે રસીકરણ અથવા છૂટનો યોગ્ય પુરાવો મેળવી લો. આનું કારણ એ છે કે તમે સેવા કાળજી વપરાશકર્તાઓ અને કર્મચારીઓના નિયમિત સંપર્કમાં આવો તેમ બને અને તમને પ્રવેશ કરતાં પહેલાં પુરાવો દર્શાવવા માટે જણાવવામાં આવશે.

PPE

રહેણાંક કાળજી વ્યવસ્થાઓમાં PPE જેવા ચેપ નિવારણ નિયંત્રણ ઉપાયો હજી પણ જરૂરી છે. PPE જરૂરિયાતો કેર હોમ્સમાં સલામત રીતે કામ કેવી રીતે કરવું તે અંગે હાલના સરકારી માર્ગદર્શન અનુસાર હોવાનું ચાલુ રહેશે. અમે તમને આ અગાઉથી તપાસવાની સલાહ આપીશું જેથી સાચી પૂર્તતા સુનિશ્ચિત થાય.

પરિશિષ્ટ A: ગુડ એમ્પ્લોયમેન્ટ પ્રેક્ટિસ (સારી નોકરીદાતા તરીકેની રીતો)

સાથે જોડાયેલા રાખવા અને ભરતી અંગે સલાહ - સ્કિલ્સ ફૉર કેર (કાળજી માટેના કૌશલ્યો)

સ્કિલ્સ ફૉર કેર દ્વારા એક પ્રતિબદ્ધ એકલ સ્થાન વેબપેજ વિકસાવવામાં આવ્યું છે. આ સ્ટાફને જાળવી રાખવા અને જ્યાં જરૂરી હોય ત્યાં નવા સ્ટાફની ભરતી માટે સામાજિક સંભાળ નોકરીદાતાઓને ટેકો આપવા માટે આધાર, માહિતી અને સંસાધનોની શ્રેણી લાવે છે. આમાં એવા દાખલાઓનો સમાવેશ થાય છે જ્યાં એમ્પ્લોયરોએ સફળતાપૂર્વક તેમના સ્ટાફને આ નીતિ અમલમાં મૂકતા પહેલા રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ સમગ્ર ક્ષેત્રમાંથી સારી પદ્ધતિઓ વહેંચવામાં મદદ કરશે.

નીતિ

સંભાળ ગૃહે લેખિત રસીકરણ નીતિ અપનાવવી જોઈએ. આ બાબતોને આવરી શકે છે, જેમ કે:

  • શું 18 વર્ષથી વધુનો સ્ટાફ કામથી છૂટનો હકદાર છે (પગાર સાથે અથવા વગર), રસી અપાવવી અથવા તબીબી મુક્તિના પુરાવા મેળવવા.
  • તે સમય જ્યારે સંભાળ ગૃહ રસીકરણ અથવા મુક્તિના પુરાવાની અપેક્ષા રાખશે. આ સુનિશ્ચિત કરશે કે, તે તેના કાર્યબળની યોજના બનાવી શકે છે, અને 18 વર્ષથી વધુના કર્મચારીઓના સંબંધમાં ઔપચારિક પગલાં લઈ શકે છે, જેમને ન તો રસી આપવામાં આવી છે અને ન તો તબીબી રીતે મુક્તિ આપવામાં આવી છે.
  • જો કર્મચારીઓ રસીકરણથી આડઅસરો અનુભવે તો રજા સંબંધિત કોઈપણ વ્યવસ્થા. ઉદાહરણ તરીકે, એક જ દિવસે મોટી સંખ્યામાં સ્ટાફને રસી આપવામાં ન આવે તે વધુ સારું રહેશે.
  • રસીકરણ અથવા મુક્તિ વિશેના ડેટાની પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે
  • જે કર્મચારીઓ જરૂરિયાતનું પાલન કરી શકતા નથી તેમને કોઈપણ ઔપચારિક નીતિઓ કેવી રીતે લાગુ પડશે
  • નવી ભરતીઓ અને એજન્સી સ્ટાફની રસીકરણ જરૂરિયાતો કેવી રીતે સંબોધવામાં આવશે
  • નિયમોનું પાલન કરવાથી ઉદ્ભવતા કોઈપણ સમાનતા મુદ્દાઓ (સમાનતા અધિનિયમ 2010 પરનો વિભાગ જુઓ)

સલાહ, સમાધાન અને લવાદ સેવા (ACAS) તરફથી માર્ગદર્શન

ACAS એ માર્ગદર્શનની શ્રેણી બનાવી છે. ગોઠવણની શરત તરીકે, રસીકરણના અમલીકરણના ભાગરૂપે સારી રોજગાર પદ્ધતિઓ ધ્યાનમાં લેતી વખતે, આ નોકરીદાતાઓ માટે ઉપયોગી હોવું જોઈએ.

કામ માટે કોરોનાવાયરસ રસી મેળવવી

બરતરફી પર સલાહ

શિસ્ત અને ફરિયાદ પ્રક્રિયાઓ

કામ પર સમસ્યા કેવી રીતે ઊભી કરવી

કર્મચારી દ્વારા ઉભી કરવામાં આવેલી સમસ્યા સાથે વ્યવહાર

તમારા કાર્યસ્થળ માટે યોગ્ય ટેકો

કર્મચારીઓને જાણ કરવી અને સલાહ આપવી

સૂચના અવધિ

નોટિસના સમયગાળા દરમિયાન ચૂકવણી કરો

ભેદભાવ, ગુંડાગીરી અને સતામણી

વ્યાજબી ગોઠવણો

કોઈની ભરતી કરવી

કાર્યબળ સાથે પ્રારંભિક જોડાણ

સંભાળ ગૃહે નવા નિયમો અંગે પહેલા તેમના કાર્યબળ સાથે જોડાવવું જોઈએ. આ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે, લોકો તેમની સાથે પાલન કરવા સક્ષમ છે. સંભાળ ગૃહ છૂટના સમયગાળાનો ઉપયોગ આ માટે કરી શકે છે:

  • જરૂરી અન્ય ઇમિગ્રન્ટ માહિતી અને ડેટા પ્રોટેક્શન ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં સમાવિષ્ટ રાજનીતિઓ પર વિચાર કરો અને સુધારો કરો
  • નવી અથવા જુદી જુદી કાર્ય પદ્ધતિઓ લાગુ કરો

છૂટના સમયગાળાનો ઉપયોગ સ્ટાફ અને સર્વિસ પૂરી પાડનાર સાથે આના વિશે જોડાવા માટે પણ કરી શકાય છે:

  • રસીકરણની જરૂરિયાત
  • 18 વર્ષથી વધુ ઉંમરના લોકોની જરૂરિયાત, પુરાવા રસીકરણ અથવા તબીબી મુક્તિ માટે કામ અથવા સેવાઓ પૂરી પાડવી
  • સમયસર જરૂરિયાત પૂરી ન કરવાના સંભવિત પરિણામો

સામૂહિક ગોઠવણ

જ્યાં ટ્રેડ યુનિયન માન્ય છે અથવા કર્મચારી પ્રતિનિધિઓ સ્થાને છે, ત્યાં સલાહ લેવાની કાનૂની ફરજ હોઈ શકે છે. આનું કારણ એ છે કે કોઈપણ પગલાં સ્ટાફના સ્વાસ્થ્ય અને સલામતીને અસર કરી શકે છે.

જ્યાં કોઈ ટ્રેડ યુનિયન માન્ય છે અથવા કર્મચારી પ્રતિનિધિઓ સ્થાને છે, તે શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ મંચ હોઈ શકે છે. તેઓ કોઈપણ સામૂહિક મુદ્દાઓ પર સલાહ, સમજણ અને સંબોધવામાં મદદ કરી શકે છે, અને વ્યવહારુ અને કાર્યકારી મુદ્દાઓની ચર્ચા કરી શકે છે.

કોઈપણ સામૂહિક ગોઠવણ પહેલાં અને પછી, સ્ટાફને લેખિત સારાંશ પ્રદાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. આનો ઉપયોગ જરૂરિયાત અને તેમના માટે તેનો અર્થ સમજાવવા માટે થઈ શકે છે. શું જરૂરી છે અને સ્ટાફ માટે તેનું મહત્વ શું છે તે વિશેની ગેરસમજ દૂર કરી શકે છે,.

વ્યક્તિગત ગોઠવણ

વ્યક્તિગત સંલગ્નતા અને માહિતી ભેગી કરવી તેનો ઉપયોગ તે લોકોને ઓળખવા માટે થઈ શકે છે:

  • રસી આપવામાં આવી છે અથવા તબીબી રીતે મુક્તિ આપવામાં આવી છે, અથવા ઉમર 18 વર્ષથી ઓછી છે, અને તેનો પુરાવો આપી શકે છે
  • રસી આપવામાં આવી છે અથવા માને છે કે તેમને તબીબી રીતે મુક્તિ મળી શકે છે, પરંતુ તેનો પુરાવો આપી શકતા નથી
  • હજુ સુધી સંપૂર્ણ રસી આપવામાં આવી નથી પરંતુ સમયસર સંપૂર્ણ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવશે
  • હજુ સુધી સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું નથી અને સમયસર સંપૂર્ણ રસીકરણની શક્યતા નથી
  • 18 થી વધુ છે અને તબીબી રીતે મુક્તિ નથી, પરંતુ રસીકરણની ઇચ્છા નથી

સંભાળ ગૃહ પછી તેમના રેકોર્ડ્સ ગોઠવવાનું શરૂ કરી શકે છે. તે બતાવવા માટે કે કયા લોકો પાસે રસીકરણ અથવા મુક્તિનો સંતોષકારક પુરાવો છે.

એવી ભલામણ કરવામાં આવે છે કે, વ્યક્તિ દ્વારા ઉઠાવવામાં આવેલી કોઈપણ મૂંઝવણની તપાસ કરવી જોઈએ. સ્ટાફને રસીકરણની વાજબી તક પૂરી પાડવી જોઈએ અથવા કોઈ ઔપચારિક કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં તેઓને મુક્તિ મળી હોય તેવા પુરાવા મેળવવા. જરૂરિયાતનું પાલન ન કરવાના પરિણામો સ્પષ્ટપણે સમજાવવા જોઈએ. આમાં આવશ્યકતાનું પાલન ક્યારે થવું જોઈએ અને જો તેનું પાલન ન કરવામાં આવે તો કયા પગલાં લેવામાં આવશે તેનો સમાવેશ થવો જોઈએ.

સંભાળ ગૃહે વ્યક્તિગત પરામર્શના સંદર્ભમાં તેમના કર્મચારી સ્તરને પણ ધ્યાનમાં લેવાની જરૂર પડશે. સંભાળ ગૃહમાં સ્ટાફને બદલવા કે હાલના સ્ટાફને ગોઠવવામાં અસમર્થ હોય તો યોગ્ય રીતે કામ કરવા માટે અન્ય વ્યવસ્થા કરવી કે નહીં તે વિચારવાની જરૂર પડશે.

જ્યાં સ્ટાફ કામથી દૂર હોય છે, ઉદાહરણ તરીકે પ્રસૂતિ રજા, સબ્બેટિકલ અથવા લાંબા ગાળાની માંદગી રજા પર, સંભાળ ગૃહે યોગ્ય સમયે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. સમયસર કામ પર પાછા ફરવામાં અવરોધ હોવાના, જરૂરિયાતના જ્ઞાનના અભાવને ટાળવા માટે આ છે.

સંભાળ ગૃહે 11 નવેમ્બર 2021 ના રોજ 18 વર્ષથી ઓછી ઉંમરના કર્મચારીઓ જે બાદમાં 18 વર્ષનો થઈ જશે, તેમના માટે પણ યોજના બનાવવાની જરૂર પડશે, આનું કારણ એ છે કે જ્યારે સ્ટાફ સભ્ય 18 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે રસીકરણ અથવા તબીબી છૂટ આપવાની જરૂરિયાત લાગુ પડશે.

જે કર્મચારીઓને રસી આપવામાં આવી નથી અથવા મુક્તિ આપવામાં આવી છે

જ્યાં સ્ટાફના સભ્યને રસી આપવામાં આવી નથી અને તેઓ મુક્તિના પુરાવા આપી શકતા નથી, સંભાળ ગૃહે તમામ વિકલ્પોની તપાસ કરવી જોઈએ. આમાં કોઈપણ વૈકલ્પિક ભૂમિકામાં પુન ગોઠવણનો સમાવેશ થાય છે જ્યાં રસીકરણ અથવા તબીબી મુક્તિની જરૂર નથી. આમાં સંભાળ ગૃહની બહારના રહેવાસીઓ સાથે સીધા સંપર્ક વિના ભૂમિકાઓ શામેલ હોઈ શકે છે (ઉદાહરણ તરીકે મુખ્ય કાર્યાલયમાં).

સંભાળ ગૃહને તેમના સ્ટાફ માટે ચૂકવણી અથવા અવેતન રજા ધ્યાનમાં લેવાની જરૂર પડી શકે છે. આ લાંબા ગાળાનો ઉકેલ ન હોઈ શકે, કારણ કે નિયમોમાં સમય મર્યાદા હોતી નથી. રજા યોગ્ય ગણવામાં આવી શકે છે, જ્યાં કોઈ કામદાર સંપૂર્ણ રસી લેવાનો ઈરાદો દર્શાવે છે પરંતુ 11 નવેમ્બર 2021 સુધીમાં સંપૂર્ણ કોર્સ પૂર્ણ કર્યો નથી. તબીબી મુક્તિના પુરાવા મેળવવામાં વિલંબ થાય ત્યાં પણ આ લાગુ થઈ શકે છે.

સંભાળ ગૃહે શક્ય તેટલી વહેલી તકે અપનાવેલ સમયમર્યાદાનો સંપર્ક કરવો જોઈએ અને જો કામદારો સમયસૂચકતાનો ખોટો સંચાર કરે તો શું થશે તે અંગે સ્પષ્ટ થવું જોઈએ. ટાઇમસ્કેલ્સને કોઈપણ ઔપચારિક પ્રક્રિયાને અનુસરવાની અને જો જરૂરી હોય તો સમાપ્તિની નોટિસ આપવાની મંજૂરી આપવાની જરૂર પડશે.

કેટલાક સંભાળ ગૃહોએ - વૈકલ્પિક વિકલ્પો સમાપ્ત થતાં - કર્મચારીઓને બરતરફ કરવા અથવા કામદારોના કરાર સમાપ્ત કરવાનું વિચારવું પડી શકે છે. આ ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને લાગુ પડે છે, જેમણે રસીકરણ કર્યું નથી અને તબીબી મુક્તિ મેળવી નથી. જ્યાં આ કેસ છે, સંભાળ ગૃહે દરેક સમયે, રોજગાર અને સમાનતાના કાયદાનું પાલન કરવું જોઈએ અને સારી રોજગાર પ્રથાનું પાલન કરવું જોઈએ.

વ્યાજબી બરતરફી

જે કર્મચારીઓ 2 વર્ષથી તેમના એમ્પ્લોયર (અથવા સંકળાયેલા નોકરીદાતાઓ) દ્વારા સતત કાર્યરત છે તેમને સામાન્ય રીતે અન્યાયી રીતે બરતરફ ન કરવાનો અધિકાર છે.

કામદારો પાસે સમાન અન્યાયી બરતરફી સુરક્ષા નથી, પરંતુ કામદારો અને કર્મચારીઓ બંને સમાનતા અધિનિયમ 2010 હેઠળ સુરક્ષિત છે (નીચે જુઓ).

કર્મચારીને એકદમ બરતરફ કરી શકાય છે જો:

  • બરતરફ કરવા માટે સંભવિત વાજબી કારણ છે.
  • બરતરફીને ન્યાયી ઠેરવવા માટે કારણ પૂરતું છે.
  • એમ્પ્લોયરે વાજબી પ્રક્રિયાનું પાલન કર્યું છે

નિયમોનું પાલન ન કરતા કર્મચારીઓને બરતરફ કરવાના વાજબી કારણો

આ નિયમ 18 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીને બરતરફ કરવા માટે વાજબી કારણ પૂરું પાડી શકે છે, જેમને રસી આપવામાં આવી નથી અથવા તબીબી રીતે મુક્તિ આપવામાં આવી છે.

સંભવિત વાજબી કારણ આ હોઈ શકે છે:

  • એમ્પ્લોયર દ્વારા કાયદા અથવા તેના હેઠળ લાદવામાં આવેલી ફરજ અથવા પ્રતિબંધનો ઉલ્લંઘન કર્યા વિના કર્મચારી તેમની સ્થિતિમાં કામ ચાલુ રાખી શકે નહીં, અથવા
  • કર્મચારી પાસે રહેલા હોદ્દા પરના કર્મચારીની બરતરફીને ન્યાયી ઠેરવવા માટે એક પ્રકારનું નોંધપાત્ર કારણ

જ્યાં શક્ય છે, રોજગારના કરાર હેઠળ, કર્મચારીને ફરીથી નિયુક્ત કરવા માટે, બરતરફીના આ કારણો લાગુ પડતા નથી. જ્યારે કર્મચારીને અન્ય ફરજોમાં ફરીથી નિયુક્ત કરી શકાય છે જ્યાં રસીકરણ જરૂરી નથી. ત્યારે આ કેસ હશે.

જ્યાં એમ્પ્લોયર એકંદરે કર્મચારીઓની સમાન સંખ્યાની જરૂરિયાત માટે કાર્ય કરવા માટે ચાલુ રહે છે અને જેમને રસી આપવામાં આવી નથી અથવા મુક્તિ આપવામાં આવી નથી તે દરેકને ફરીથી નિયુક્ત કરી શકતા નથી, આ એક નિરર્થકતાની સ્થિતિ સમાન નથી. રોજગાર સમાપ્ત કરવાનું કારણ બરતરફી હશે, અનાવશ્યકતા નહીં, અને બરતરફ કર્મચારીઓ અનાવશ્યક ચુકવણી માટે હકદાર રહેશે નહીં. જો કે, આ સંજોગોમાં, એમ્પ્લોયરે વિચારવું જરૂરી છે કે તે કેવી રીતે પુન: નિયુક્તિ અથવા બરતરફી માટે કર્મચારીઓની પસંદગી કરે છે. પસંદગીના માપદંડ તટસ્થ અને ભેદભાવ વગરના હોવા જોઈએ.

જરૂરિયાતની રજૂઆત સાથે બરતરફીના અન્ય કારણો ઊભા થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીએ અપ્રમાણિકપણે રસીકરણના ખોટા પુરાવા આપ્યા હોય, તો આ ગેરવર્તણૂક સમાન છે અને એકંદર ગેરવર્તણૂક પણ હોઈ શકે છે.

જો કે, રસીકરણ ન થવું અથવા તબીબી રીતે મુક્તિ હોવી, તે પોતે ગેરવર્તણૂક સમાન નથી.

સંભાળ ગૃહે વ્યાજબી રીતે કાર્ય કરવું જોઈએ

જ્યાં સંભાળ ગૃહ સંભવિત વાજબી કારણોસર બરતરફી કરવાનું વિચારી રહ્યું છે ત્યાં તેઓએ પણ:

  • વાજબી પ્રક્રિયાને અનુસરો, અને
  • સંભવિત વાજબી કારણને બરતરફીના પૂરતા કારણ તરીકે ગણવામાં વ્યાજબી રીતે કાર્ય કરો

કર્મચારીને બરતરફ કરતા પહેલા સંભાળ ગૃહે લેવાના થતાં પગલાંઓ ધ્યાનમાં લેવા જોઈએ (નોંધ લો કે આ સંપૂર્ણ નથી):

  • કર્મચારીની સલાહ લેવી (જુઓ વ્યક્તિગત ગોઠવણ, ઉપર)
  • કર્મચારીને બરતરફ થવાના જોખમની ચેતવણી, જો તેઓ પુરાવા ન આપે કે તેમને રસી આપવામાં આવી છે અથવા ચોક્કસ સમયમર્યાદામાં મુક્તિ આપવામાં આવી છે
  • કર્મચારીને તેમના સંજોગો અને તેમને બરતરફ ન કરવાનાં કોઈપણ કારણો સમજાવવાની તક આપવી - આ સામાન્ય રીતે મીટિંગમાં હોવું જોઈએ, પરંતુ આ વર્ચ્યુઅલ રીતે અથવા ટેલિફોન દ્વારા જરૂરી હોય તો રાખી શકાય છે
  • વ્યક્તિને ટ્રેડ યુનિયનના પ્રતિનિધિ અથવા કામના સાથીદાર સાથે રહેવાની મંજૂરી આપે છે
  • કોઈ પણ ઔપચારિક બેઠકોની નોંધ લેવી અને વહેંચવી, જે કહેવામાં આવ્યું હતું તેના વિશે ગેરસમજ અથવા વિવાદ ટાળવા માટે
  • બરતરફીના વિકલ્પોની તપાસ કરવી, ઉદાહરણ તરીકે પુનઃરોજગારની તકો જ્યાં રસીકરણ જરૂરી નથી
  • જ્યાં કેસ એકસરખા હોય ત્યાં સતત કામ કરવું, પણ કેસો વચ્ચે સંબંધિત તફાવતોને ધ્યાનમાં લેવા.
  • પરિણામ નક્કી કરવું અને કર્મચારીને પરિણામ જણાવવું
  • બરતરફી સામે અપીલનો અધિકાર પૂરો પાડવો

જો બરતરફ કરાયેલ કર્મચારી બરતરફી સામે અપીલ કરે અને રસીકરણનો અભ્યાસક્રમ પૂર્ણ કરે અથવા બરતરફી પછી તબીબી મુક્તિ મેળવે, પરંતુ અપીલ પર સુનાવણી થાય તો સંભાળ ગૃહે તેમની નીતિનો વિચાર કરવો જોઈએ અને તેનો પ્રચાર કરવો જોઈએ. સંભાળ ગૃહે વિચારવાની જરૂર છે કે શું તેઓ આવા સંજોગોમાં કર્મચારીઓને પુનઃસ્થાપિત કરશે કે નહીં અને તેઓ પુનઃસ્થાપના પર પગાર ચૂકવશે કે કેમ. ફરીથી, એમ્પ્લોયરે સતત અને વાજબી રીતે કાર્ય કરવું જોઈએ. રજા બરતરફી માટે યોગ્ય વિકલ્પ હોઈ શકે છે જ્યાં કામદાર સંપૂર્ણ રસીકરણ અથવા તબીબી મુક્તિના પુરાવા મેળવવાના ઈરાદો રજૂ કરે છે. આ નોટિસ આપવામાં વિલંબને પણ યોગ્ય ઠેરવી શકે છે.

નોટિસ પગાર

એવી ભલામણ કરવામાં આવે છે કે, કોઈપણ સ્ટાફ કે જેમના કરારો સમાપ્ત થાય છે, કારણ કે તેઓ નિયમોનું પાલન કરતા નથી, તેમને તેમની ન્યૂનતમ વૈધાનિક સૂચના આપવામાં આવે છે. તેમને કોઈપણ વધારાની કરારની નોટિસ પણ આપવી જોઈએ અથવા, જ્યાં યોગ્ય હોય, નોટિસના બદલામાં ચૂકવણી કરવી જોઈએ. સામાન્ય રીતે, રસીકરણની જરૂરિયાત પૂરી ન કરવી અથવા તબીબી છૂટ મેળવવી, નોટિસ વિના બરતરફીને યોગ્ય ઠેરવશે નહીં.

સમાનતા કાયદો 2010

આના કારણે કોઈની સાથે ભેદભાવ કરવો કાયદાની વિરુદ્ધ છે:

  • લિંગ
  • જાતિ
  • ધર્મ અને માન્યતા
  • અપંગતા
  • ઉંમર
  • ગર્ભાવસ્થા અને માતૃત્વ
  • જાતીય અભિગમ
  • લિંગ પુન:સોંપણી
  • લગ્ન અને નાગરિક ભાગીદારી

આને ‘સંરક્ષિત લાક્ષણિકતાઓ’ તરીકે ઓળખવામાં આવે છે.

ગેરકાયદેસર ભેદભાવ (અન્ય વસ્તુઓ વચ્ચે)નો સમાવેશ કરી શકે છે:

  • સીધો ભેદભાવ - સંરક્ષિત લાક્ષણિકતાને કારણે અન્યની સરખામણીમાં સુરક્ષિત લાક્ષણિકતા ધરાવનાર વ્યક્તિ સાથે ઓછો અનુકૂળ વ્યવહાર કરવો
  • પરોક્ષ ભેદભાવ - દરેકને લાગુ પડતા નિયમો અથવા વ્યવસ્થાઓ મૂકવી, પરંતુ તે કોઈને સુરક્ષિત લાક્ષણિકતા ધરાવતું હોય, અન્યાયી ગેરલાભમાં હોય અને જેને ન્યાયી ઠેરવી ન શકાય (પરોક્ષ ભેદભાવના સંબંધમાં ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત સંરક્ષિત લાક્ષણિકતા નથી)

સીધા ભેદભાવને સામાન્ય રીતે ન્યાયી ઠેરવી શકાતો નથી, જોકે, ખૂબ મર્યાદિત સંજોગોમાં વયના કારણે સીધો ભેદભાવ વાજબી હોઈ શકે છે.

પરોક્ષ ભેદભાવ થઇ શકે છે જ્યાં દરેકને કેર હોમમાં પ્રવેશતા પહેલા અન્યાયી જરૂરિયાત મુકવામાં આવે છે, જેમ કે રસીકરણ અથવા તબીબી મુક્તિને આધીન, પરંતુ તે ચોક્કસ સુરક્ષિત લાક્ષણિકતા ધરાવતા લોકો પર વધુ ખરાબ અસર કરે છે. જો કે, જ્યાં તે જરૂરિયાત તમામ સુરક્ષિત લાક્ષણિકતાઓના સંબંધમાં ન્યાયીપણા માટે સક્ષમ છે ત્યાં કોઈ પરોક્ષ ભેદભાવ નથી. વાજબીપણું એ દર્શાવે છે કે નિયમ એ કાયદેસર લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે પ્રમાણસર સાધન છે. આ જ પરીક્ષણો કામદારને બરતરફ કરવા માટે લાગુ પડે છે, કારણ કે જ્યાં સુધી તેમને મુક્તિ આપવામાં ન આવે, બિન -રસી વગરના વ્યક્તિને કેર હોમમાં પ્રવેશવાની મંજૂરી ન આપવાની જરૂરિયાત.

નિયમો

સંભાળ ગૃહમાં નિયમોની આવશ્યકતા છે, ફક્ત જેમને રસી આપવામાં આવી છે અથવા તબીબી રીતે મુક્તિ આપવામાં આવી છે, અથવા 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંભાળ ગૃહમાં પ્રવેશવાની મંજૂરી હોવી જોઈએ. જેમ કે, સંભાળ ગૃહ ભેદભાવને પ્રતિબંધિત કરીને, સામાન્ય નિયમોના અપવાદનો લાભ લઈ શકશે. સંભાળ ગૃહ કામના સંબંધમાં ઇક્વાલિટી એક્ટ 2010 નું ઉલ્લંઘન કરશે નહીં, જો સંભાળ ગૃહ કંઇ પણ કરે તો તેને નિયમો અનુસાર જ કરવું જોઇએ. આ ઉંમર, અપંગતા, ધર્મ અથવા માન્યતા સાથે સંબંધિત છે.

તેથી અપવાદ એ છે કે, ઉંમર, અપંગતા, ધર્મ અથવા સંભાળ ગૃહ માટેની માન્યતાના સંબંધમાં ગેરકાયદેસર ભેદભાવ રહેશે નહીં, તેની ખાતરી કરવા માટે કે 18 વર્ષથી ઉપરની વ્યક્તિ કે જેને રસી આપવામાં આવી નથી અને તબીબી રીતે મુક્તિ નથી તેને સંભાળ ગૃહમાં પ્રવેશ કરશે નહીં.

સમાન સારવારનો આ અપવાદ જાતિ, લિંગ, જાતીય અભિગમ, ગર્ભાવસ્થા અને માતૃત્વ, લિંગ પુન:સોંપણી, લગ્ન અને નાગરિક ભાગીદારી સુધી વિસ્તૃત નથી.

ઉદાહરણ તરીકે, એક સંભાળ ગૃહ કે જેણે માત્ર અપંગ કર્મચારીઓને બરતરફ કરવાનું પસંદ કર્યું કારણ કે તેઓ અપંગ હતા, તેઓ આ અપવાદના લાભનો દાવો કરી શકશે નહીં. આ એટલા માટે છે કારણ કે નિયમો ફક્ત અપંગ કર્મચારીઓને બરતરફ કરવાનું પસંદ કરવા માટે સંભાળ ગૃહને દબાણ કરતા નથી.

જો કે, જ્યાં સંભાળ ગૃહે નિયમોના પરિણામે કેટલાક સ્ટાફને બરતરફ કરવા જોઈએ, અને સ્ટાફની પસંદગી ન્યાયી અને ભેદભાવ વગરની રીતે કરવી જોઈએ, કારણ કે નિયમોની જરૂરિયાતને કારણે અપવાદ ઉપલબ્ધ હોઈ શકે છે.

જો એવા પુરાવા છે કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રસીકરણ અથવા તબીબી રીતે મુક્તિ માટે નિયમો દ્વારા લાદવામાં આવેલી જરૂરિયાત, લોકોને સંરક્ષિત લાક્ષણિકતાના સંદર્ભમાં ચોક્કસ ગેરલાભમાં મૂકે છે, તો કેર હોમ ઉપર અપવાદને આધિન હોઈ શકે છે. તે સારવારને યોગ્ય ઠેરવવી જોઈએ.

સંભાળ ગૃહ દ્વારા નિયમોનું પાલન કાયદેસર ધ્યેય મુજબ હોવું જોઈએ. જ્યાં સુધી કેર હોમ સ્ટાફને બરતરફ કરવાનું ટાળવા માટે અન્ય વાજબી પગલાં ન લઈ શકે (ઉદાહરણ તરીકે, મુખ્ય કચેરીમાં ફરીથી નિયુક્તિ, અને તેથી વધુ), તે દર્શાવે છે કે, બરતરફી એ કાયદેસર ધ્યેય હાંસલ કરવા માટે પ્રમાણસર સાધન છે, જેમ કે ન્યાયીપણું કોઈ પરોક્ષ ભેદભાવને અટકાવશે.

રસીકરણ નીતિ અને તેના હેઠળ લેવાયેલા નિર્ણયો કામદારો સાથે ભેદભાવવાળા ન હોવા જોઈએ.

ઉદાહરણ તરીકે, એક સંભાળ ગૃહ કે જે બિન -રસી વગરના શ્વેત કર્મચારીઓને અન્ય કામ પર ફરીથી તૈનાત કરે છે, અને બિન -રસી વગરના કાળા કર્મચારીઓને જાતિના આધારે બરતરફ કરે છે, તે સમાનતા અધિનિયમ 2010 નું ઉલ્લંઘન કર્યું ગણાય. અથવા એક સંભાળ ગૃહ જે વિજાતીય કર્મચારીઓને બરતરફી સામે અપીલ કરવાનો અધિકાર પૂરો પાડે છે, પરંતુ સમલૈંગિક કર્મચારીઓને નહીં, તે સમાનતા અધિનિયમ 2010 નું ઉલ્લંઘન કર્યું ગણાય.

જો કે, મોટાભાગના ગેરકાયદેસર ભેદભાવ આના કરતા ઓછા જોવા મળે છે.

ઉદાહરણ 1

કયા રસી વગરના કર્મચારીઓને અન્ય કામ માટે ફરીથી નિયુક્ત કરવા જોઈએ તે નક્કી કરવા માટેનો માપદંડ, જો તે રવિવારે કામ કરી શકે તેવા લોકો અને ખાસ કરીને વંચિત ખ્રિસ્તી કામદારોને પ્રાથમિકતા આપે તો તે ધર્મના સંબંધમાં લોકો સાથે આડકતરી રીતે ભેદભાવ કરી શકે છે. સમાનતા અધિનિયમ 2010 નું ઉલ્લંઘન ટાળવા માટે કાયદેસર લક્ષ્ય હાંસલ કરવાના પ્રમાણસર માધ્યમ તરીકે આવા માપદંડને યોગ્ય ઠરવવાની જરૂર પડશે.

ઉદાહરણ 2

અક્ષમ કર્મચારીને મર્યાદિત ગતિશીલતાને કારણે અથવા ચોક્કસ ટેલિફોન દ્વારા ઔપચારિક સુનાવણીમાં ભાગ લેવા માટે સક્ષમ ન હોવાને કારણે ચોક્કસ સમયમર્યાદામાં રસી આપવામાં મુશ્કેલીઓ આવી શકે છે. આ સંજોગોમાં, અપંગ વ્યક્તિને ગેરલાભમાં ન મૂકવા માટે સંભાળ ગૃહે એ ધ્યાનમાં લેવાની જરૂર છે કે, શું વાજબી ગોઠવણો કરવાની જરૂર છે. જો કેર હોમ વાજબી ગોઠવણો કરવામાં નિષ્ફળ જાય, તો તેણે અપંગ કર્મચારીના સંબંધમાં સમાનતા અધિનિયમ 2010 નું ઉલ્લંઘન કર્યું કહી શકાય.

સામૂહિક અને વ્યક્તિગત જોડાણ, સમાનતા અધિનિયમ 2010 ના સંભવિત ઉલ્લંઘનને ઓળખવા અને તેને સંબોધવા માટે સારી રીતો હોઈ શકે છે.

સમાનતા અધિનિયમ 2010 પર વધુ માહિતી પર મળી શકે છે સમાનતા અને માનવ અધિકાર પંચની વેબસાઇટ: સમાનતા માનવ અધિકારો - રોજગારની વૈધાનિક આચારસંહિતા.

ઉપર જણાવેલ માહિતી માત્ર માર્ગદર્શન માટે છે. લાગુ પડતા ચોક્કસ સંજોગોના સંદર્ભ દ્વારા જ કાનૂની સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય છે. સંભાળ ગૃહે પોતાની સ્વતંત્ર કાનૂની સલાહ લેવાનું વિચારવું જોઈએ.